Fact Check
20 જાન્યુઆરીથી બેંક એકપણ સર્વિસ ફ્રી નહીં આપે અને ચાર્જ લેશે, જાણો ભ્રામક દાવાનું સત્ય
સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં બેંક વિશે માહિતી આપતા જણાવવામાં આવ્યુ છે કે, બેંક દ્વારા તેમની તમામ સર્વિસ પર ચાર્જ વસૂલવામાં આવશે, આ પોસ્ટ સાથે મુખ્ય દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બેંક દ્વારા હવે એક પણ સર્વિસ ફ્રીમાં નહીં આપવામાં આવે, 20 જાન્યુઆરીથી તમામ કેસ ડિપોઝિટ સહિતની તમામ સેવાઓ પર ચાર્જ વસૂલવામાં આવશે.”

Factcheck / Verification
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા જાણવા સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ન્યુઝ પેપરના કટિંગની હેડલાઈન વડે ગૂગલ પર સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામમાં આ જ ન્યુઝ પેપરનું કટિંગ એક ફેસબુક યુઝર દ્વારા જાન્યુઆરી 2018માં શેર કરવામાં આવેલ જોવા મળે છે.
વધુ તપાસ દરમિયાન નવભારત ટાઈમ્સનો 10 જાન્યુઆરી 2018ના પબ્લિશ કરવામાં આવેલ એક અહેવાલ પ્રાપ્ત થાય છે. જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યુ હતુ કે, બેંક ચાર્જીસને લઈ આ પ્રકારે કોઈ પ્રસ્તાવ ભારતીય બેંક સંઘ દ્વારા કરવામાં નથી આવ્યો. વાયરલ થયેલ સમાચાર એક ભ્રામક અફવા છે.
આ મુદ્દે ભારત સરકારના નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગના રાજીવ કુમાર દ્વારા 10 જાન્યુઆરી 2018ના ભારતીય બેંકના એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલી એક પ્રેસ રિલીઝ અંગે ટ્વીટ જોવા મળે છે. જેમાં આ પ્રકારે કોઈ ચાર્જ વધારવા આવ્યા અથવા ફ્રી સેવાઓ બંધ કરવામાં આવી હોવાનો દાવો ભ્રામક હોવાની જાણ કરવામાં આવેલ છે.
Conclusion
બેંક દ્વારા 20 જાન્યુઆરીથી એક પણ સર્વિસ ફ્રીમાં નહીં આપવામાં આવે આ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે બેંક દ્વારા કોઈ ચાર્જીસમાં વધારો કરવામાં આવ્યો નથી. આ મેસેજ વર્ષ 2018થી સોશિયલ મિડિયામાં ફરી રહ્યો છે. આ મુદ્દે બેંક એસોસિએશન દ્વારા એક પ્રેસ રિલીઝ મારફતે સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
Result :- Misleading
Our Source
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)