Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
Cliam :-
સોશિયલ મીડિયા પર બાબા રામદેવ પર દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે, જેમાં બાબા રામદેવના 2212 કરોડ માફ કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે “2014 માં તો મોદી આવશે તો 35 માં પેટ્રોલ મળશે એવું કેહવા વાળો #બાબારામદેવ 2212 કરોડ નો બુચ મારી ગયો. લે કચું કો લે”
Fact check :-
આ વાયરલ દાવાની સત્યતા તપાસવા માટે સૌ પ્રથમ કીવર્ડ ના આધારે સર્ચ કરતા કેટલાક પરિણામો મળી આવે છે, જેમાં ન્યુઝ સંસ્થાન દ્વારા આ મુદ્દે પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ આ દાવો ખોટો સાબિત થાય છે, પતંજલિ આયુર્વેદા દ્વારા રુચિ સોયા નામની કંપની જે બેન્ક દેવાદાર બની ચુકી હતી તે ખરીદવા પર 4350 કરોડ ચૂકવવામાં આવ્યા છે. પતંજલિ દ્વારા ખાદ્ય તેલ કંપની અને સોયાબીન બ્રાન્ડ Mahakosh and Ruchi Gold ને દેવાદારી ચૂકવવામાં મદદ કરી છે.
ત્યારબાદ રુચિ સોયા પ્રાઇવેટ લિમિટેડ ના દેવાદારી પર કીવર્ડ આધારે સર્ચ કરતા ટ્વીટર પર સાંકેત ગોખલે નામના વ્યક્તિ દ્વારા RTI દ્વારા મળેવવામાં આવેલ જાણકારી શેયર કરી છે, જેમાં કેટલીક ડિફોલ્ટર કંપની ના નામ આપવામાં આવ્યા છે. આ લિસ્ટમાં પ્રમાણે રુચિ સોયા ઇન્ડસ્ટ્રી લિમિટેડ 2212 કરોડના દેવા માં છે. ઉલ્લેખનીય છે આ લિસ્ટ સપ્ટેમ્બર 2019ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. રૂચિ સોયા કંપની ઈન્સોલ્વેંસી અને બેન્ક કરપ્સી કોડ હેઠળ કામ કરી રહી હતી. બાબા રામદેવના પંતજલિ સમૂહ દ્વારા આ કંપનીને ખરીદવા માટે પંતજલિએ 4350 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ સ્વિકાર કર્યો હતો.
રુચિ સોયા કંપની અધિગ્રહળ કરી તે પહેલા જ આરબીઆઈ દ્વારા રૂચિ સોયાના 2212 કરોડ રૂપિયા રિર્ટન ઓફ એટલેકે માફ કરાયા હતા. જે અંગેની જાણ સુપ્રિમ કોર્ટના વકિલ અને સામાજિક કાર્યકર પ્રશાંત ભૂષણ ને થતા તેમણે પતંજલિ વિરૂધ્ધમાં કરેલા પોતાના ટ્વિટ અંગે તેમને દુ:ખ વ્યક્ત કર્યુ હતુ. ટૂંકમાં માફી માંગી હતી.
Conclusion :-
વાયરલ દાવા પર મળતા તમામ પરિણામ પરથી સાબિત થાય છે કે બાબા રામદેવના 2212 કરોડ માફ કરવામાં નથી આવ્યા, આ રકમ રુચિ સોયા કંપની જે ડિફોલ્ટર કંપની હતી તેને રિટર્ન ઓફ મળ્યું છે. જયારે રુચિ સોયા કંપની પતંજલિનો ભાગ બને તે પહેલા RBI દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પતંજલિ દ્વારા આ કંપની 4350 કરોડમાં ખરીદવામાં આવી છે.
source :-
facebook
twitter
news reports
keyword search
RBI
પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING CONTENT)
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.