ખેડૂત આંદોલન દિલ્હી ખાતે ચાલી રહ્યું છે. હાલમાં PM મોદીએ MSP આપવા માટે ગેરેંટી પણ પોતાના ભાષણમાં આપી હતી. ખેડૂતો મોટી કંપનીના વિરોધમાં છે, કોન્ટ્રાકટ ફાર્મિંગ મુદ્દે પણ ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે કેટલાક યુઝર્સ દ્વારા સોશ્યલ મીડિયા પર એક ન્યુઝ પેપરની પોસ્ટ શેર કરવામાં આવેલ છે, જેમાં પેપ્સિકો કંપની દ્વારા ગુજરાતના ખેડૂતો પર કેસ કર્યો હોવાની વાત કરવામાં આવેલ છે.
નોંધનીય છે કે સાબરકાંઠા જિલ્લાના 9 જેટલા ખેડૂતો પર પેપ્સીકોએ બટાટાની ખેતી કરવા મુદ્દે કોર્ટ કેસ કરવામાં આવેલ છે. આ બટાટા FC-5 નામથી પેટર્ન કરાવેલ છે, જેની ખેતી કરવા બદલ કંપનીને અંદાજે 1 કરોડનું નુકશાન ભોગવવું પડ્યું છે.
Factcheck / Verification
પેપ્સિકો કંપની દ્વારા ગુજરાતના ખેડૂતો પર કેસ કરવામાં આવ્યો હહોવાના દાવા પર ગુગલ કીવર્ડ સર્ચ કરતા economictimes અને thehindu દ્વારા મેં 2019માં પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ પેપ્સિકો દ્વારા 9 ખેડૂતો પર FC-5 નામથી પેટર્ન કરાવેલ બટાટા જે કંપની LAYS વેફર્સમાં વાપરવામાં આવે છે, જેની ખેતી કરવા બાદલ કંપનીને 1 કરોડનું નુકશાન થયું હોવાથી પેપ્સિકો દ્વારા PVP હકોના ઉલ્લંઘન મુદ્દે કેસ કરવામાં આવેલ છે.

આ મુદ્દે BBC દ્વારા પ્રકાશિત વિસ્તૃત અહેવાલ જોવા મળે છે, જેમાં ઘટનાની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ. પેપ્સિકો કંપનીનું બટાટાની ખેતી સંદર્ભે શું કહેવું છે. કિસાન નેતાઓ અને રાજકીય પક્ષોના મંતવ્યો અને કંપની દ્વારા FC-5 બટાટાની પેટર્ન કઈ રીતે બનાવવામાં આવી હોવાની તમામ માહિતી આપવામાં આવેલ છે.
2018માં પણ ગુજરાતના અરવલ્લી જિલ્લાના પાંચ ખેડૂતો પર કેસ કરવામાં આવ્યા હતા.પેપ્સિકો ઇન્ડિયા હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ 1 ફેબ્રુઆરી, 2016માં FL-2027 વેરાઇટીના બટાકાના બિયારણનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેનો પ્રૉટેક્શન પિરિયડ 31 જાન્યુઆરી, 2031ના રોજ પૂરો થાય છે.
પેપ્સિકો દ્વારા કરવામાં આવેલ કેસ મુદ્દે વધુ તપાસ કરતા iamgujarat , patrika અને reuters દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ લેઇઝ વેફર્સ માટે પેપ્સિકો દ્વારા પેટન્ટ કરાવેલા બટાટાનું ખેડૂતો ઉત્પાદન કરી રહ્યા હોવાના કારણે કંપનીએ તેમની વિરુદ્ધ દાવો માંડ્યો હતો.ખેડૂતોના વકીલ કૈલાશ ગેહલોતે જણાવ્યું કે, બીજના પ્રોટેક્શન માટે અમેરિકાની દિગ્ગજ કંપનીને લાંબા ગાળાનું સમાધાન શોધવા માટે ડીસા કોમર્શિયલ જજ એસ.પી રાહતકરે કંપનીને કેસ પાછો ખેંચવા માટે મંજૂરી આપી હતી.

જે બાદ કંપનીએ રાજ્ય સરકાર સાથે ચર્ચા કર્યા બાદ શરતો વિના કેસ પાછો ખેંચવા રાજી થઈ હતી. કેસ પાછો ખેંચવા બાબતે કંપનીએ કોર્ટને જણાવ્યું કે તે, સરકાર સાથે ચર્ચા થયા બાદ બીજના પ્રોટેક્શન મામલે લાંબા સમયનો ઉપાય શોધવા માટે કેસ પાછો ખેંચવા ઈચ્છે છે.
Conclusion
ગુજરાત મોડેલ અને કોન્ટ્રાકટ ફાર્મિંગના સંદર્ભમાં શેર કરવામાં આવેલ પોસ્ટ જેમાં પેપ્સીકોએ ગુજરાતના ખેડૂતો પર કેસ કર્યો હોવાનો દાવો સાચો છે, પરંતુ આ અધૂરું સત્ય છે. પેપ્સિકો દ્વારા કેસ પાછો ખેંચવામાં આવ્યો હતો તેમજ ખેડૂતોને તેનું ભરણ પણ આપ્યું હતું. આ ઉપરાંત FC-5 નામથી પેટર્ન કરાવેલ બટાટાની ખેતી કરવા બદલ ખેડૂતો પર કેસ કરવામાં આવ્યો હતો.
Result :- Misleading
Our Source
iamgujarat ,
patrika
reuters
BBC
economictimes
thehindu
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044)