પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સાથે રાંધણ ગેસ અને CNG ગેસના ભાવોમાં પણ ભારે વધારો જોવા મળ્યો છે. ઈંધણના ભાવ વધારા મુદ્દે વિપક્ષ સરકાર સામે સવાલો ઉઠાવી રહી છે. જયારે, આ ક્રમમાં સરકાર તરફથી કે તેના મંત્રીઓ તરફથી કોઈપણ જવાબ આપવામાં નથી આવી રહ્યો. સોશ્યલ મીડિયા પર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે યુઝર્સ દ્વારા સરકારને ઘેરતી અનેક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે, જેમાં 2014 પહેલા ભાજપના જ મંત્રીઓ દ્વારા પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવ વધારા મુદ્દે કરવામાં આવેલા આંદોલનના વિડિઓ કટાક્ષ સાથે શેર કરવામાં આવી રહ્યા છે.
પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવ વધારા મુદ્દે 2014 પહેલા હાલના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા કરવામાં આવેલ આંદોલન અને વિરોધ પ્રદશનના વિડિઓ અવાર-નવાર સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલ છે. આ ક્રમમાં ફેસબુક પર “ચૂલો પણ પણ ફક્ત અમિર સળગાવે છે.” ટાઇટલ સાથે સ્મૃતિ ઈરાનીનો એક વિડિઓ શેર કરવામાં આવેલ છે.
વાયરલ વિડિઓમાં સ્મૃતિ ઈરાની કહી રહ્યા છે કે “પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો કરીને મોદી સરકારે ગરીબોનો સાથ આપ્યો છે, મોદી સરકારનો આ માસ્ટર સ્ટ્રોક છે, ગાડીઓ અમીર લોકો ચલાવે છે ગરીબોના પગ હજુ સલામત છે જેથી જે હાથગાડી અને લારી ચલાવી શકે છે.“
આ પણ વાંચો :- કેજરીવાલ અને ભગવંત માન દારૂ અને નોનવેજની પાર્ટી કરી રહ્યા હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ
Fact Check / Verification
પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવ વધારા મુદ્દે વાયરલ થયેલ સ્મૃતિ ઈરાનીના વિડિઓના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ટ્વીટર પર ANI દ્વારા ફેબ્રુઆરી 2021ના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. ટ્વીટર પોસ્ટ સાથે ANI દ્વારા પબ્લિશ કરવામાં આવેલ સ્મૃતિ ઈરાનીના ઈન્ટરવ્યું જોતા જાણવા મળે છે કે ફેસબુક પર વાયરલ વિડિઓમાં એડિટિંગ દ્વારા સ્મૃતિ ઈરાનીનો આવાજ બદલાવવામાં આવેલ છે.
ખરેખર સ્મૃતિ ઈરાની ANI ઇન્ટરવ્યૂ દરમિયાન કહી રહ્યા છે “રાહુલ ગાંધીની દ્વેષપૂર્ણ અને વેર ભરેલી રાજનીતિ માત્ર અમેઠીના લોકો અને મતદારોનું અપમાન જ નહીં પરંતુ ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચે વિભાજન કરવા માગે છે તેની દરેક ભારતીય નાગરિકે નિંદા કરવી જોઈએ.”
મળતી માહિતીના આધારે ગુગલ સર્ચ કરતા livehindustan દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. અહેવાલ અનુસાર, રાહુલે તિરુવનંતપુરમમાં વાયનાડના સાંસદ તરીકે પોતાના અનુભવો રજૂ કર્યા હતા, ત્યારબાદ તેમના પર ઉત્તર ભારતમાં રહેતા લોકોનું અપમાન કરવાનો આરોપ લાગ્યો હતો. જેના જવાબમાં સ્મૃતિ ઈરાનીએ પહેલા રાહુલને દેશ વિરોધી ગણાવ્યા અને કહ્યું, ‘રાહુલ ગાંધીની નફરતથી ભરેલી, વેરની રાજનીતિએ અમેઠીના લોકો અને મતદારોનું અપમાન જ નથી કર્યું પરંતુ તેનાથી દક્ષિણ અને ઉત્તર ભારતના લોકોમાં વિભાજન થયું છે. દરેક ભારતીયે આ નિવેદનની નિંદા કરવી જોઈએ.

અહીંયા, વાયરલ વિડિઓ અને ANI ઇન્ટરવ્યૂ બન્નેની સરખામણી કરતા જોઈ શકાય છે કે સ્મૃતિ ઈરાનીનો આવાજ એડિટિંગ મારફતે બદલાવવામાં આવેલ છે.
Conclusion
પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવ વધારા મુદ્દે વાયરલ થયેલ સ્મૃતિ ઈરાનીના વિડિઓ ભ્રામક રીતે રજૂ કરવામાં આવેલ છે. વાયરલ વિડીઓમાં એડિટિંગ દ્વારા સ્મૃતિ ઈરાનીના અવાજને બદલાવવામાં આવેલ છે.
Result :- Manipulated Media / Altered Video
Our Source
Tweet Of ANI
Media Reports Of LiveHIndustan
Google Search
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044