Fact Check
BJP નેતા અને ન્યુઝ સંસ્થાનો દ્વારા અટલ ટનલના નામ સાથે અમેરિકાની ટનલની તસ્વીર શેર કરવામાં આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અટલ ટનલનું હિમાચલ પ્રદેશના રોહતાંગમાં ઉદઘાટન કર્યુ. આ ટનલ ને કારણે મનાલી અને લેહ વચ્ચેનું અંતર 46 કિલોમીટર દૂર થઈ જશે. તેમજ મુસાફરીનો ચાર થી પાંચ કલાકનો સમય પણ બચી જશે. ત્યારે સોશ્યલ મીડિયા પર ભાજપ નેતા નરેન્દ્ર કુમાર ચાવડા તેમજ આદેશ ગુપ્તા દિલ્હી ભાજપા અધ્યક્ષ દ્વારા અટલ ટનલના ઉદ્ઘાટન માટે પીએમ મોદીને શુભકામના આપતી ટ્વીટ સાથે ટનલની તસ્વીર શેર કરવામાં આવેલ છે.
આ ઉપરાંત કેટલાક ન્યુઝ સંસ્થાનો દ્વારા આ ટનલના ઉદ્ઘાટન પહેલા અટલ ટનલ વિશે કેટલીક માહિતી આપતા આર્ટિકલ પબ્લિશ થયેલા જોવા મળે છે, જેમાં gujaratexclusive, timesnownews, news18, myadivasi, constructionweekonline, indiatimes આ તમામ ન્યુઝ સંસ્થાનો દ્વારા અટલ ટનલ બનવાની કામગીરી દરમિયાનની તસ્વીર પણ શેર કરવામાં આવી છે.
Factcheck / Verification
અટલ ટનલના ઉદ્ઘાટન પર સોશ્યલ મીડિયા પર ભાજપ નેતાઓ અને અગાઉ કેટલાક ન્યુઝ સંસ્થાનો દ્વારા શેર કરવામાં આવેલ ગુગલ રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા યુટ્યુબ પર Devils Slide Tunnels openingનો એક વિડિઓ જોવા મળે છે. જે મુજબ આ ટનલ અમેરિકાના કેલિફોર્નિયા શહેર નજીક બનાવવામાં આવેકે ટનલ છે. આ ટનલ 26 માર્ચ 2013માં શરૂ કરવામાં આવી હતી.
ડેવિલ સ્લાઈડ ટનલ પર વધુ તપાસ કરતા cruiserclothing વેબસાઈટ પર 2012માં પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે, જેમાં આ ટનલના નિર્માણમાં લાગેલ સમય, ટેક્નોલોજી, વસ્તુઓ, ફાયદાઓ પર માહિતી આપવામાં આવેલ છે. તેમજ નિર્માણ કાર્ય સમયની કેટલીક તસ્વીરો પણ જોવા મળે છે.
આ ટનલનું નિર્માણ કરનાર કંપની HNTB કોર્પોરેશન દ્વારા ટનલ પર માહિતી આપતી PDF ફાઈલ પણ પબ્લિશ કરેલ છે, તેમજ તેમની ઓફિશ્યલ વેબસાઈટ પર આ ટનલ વિશે કેટલીક માહિતી પણ જોવા મળે છે. Tom Lantos Tunnels

જયારે અટલ ટનલના ઉદ્ઘાટન પર ગુગલ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન scroll, economictimes, indiatoday દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે, તેમજ ટ્વીટર પર PM મોદીના ઓફિશ્યલ એકાઉન્ટ પરથી ઉદ્ઘાટન સમારોહની તસ્વીર અને અટલ ટનલનો એક વિડિઓ પણ શેર કરવામાં આવ્યો છે. આ સમારોહની કેટલીક તસ્વીરો ANI ટ્વીટર એકાઉન્ટ પર પણ જોઈ શકાય છે.
Conclusion
ભાજપ નેતાઓ દ્વારા અટલ ટનલના ઉદ્ઘાટનની શુભકામના પાઠવાતી ટ્વીટ સાથે શેર ટનલની તસ્વીર ભ્રામક છે, તેમજ 2011-12માં કેટલાક સંસ્થાનો દ્વારા પણ અટલ ટનલ વિશે માહિતી આપતા આર્ટિકલ પર આ વાયરલ અને ભ્રામક તસ્વીર શેર કરવામાં આવેલ છે. BJP નેતા દ્વારા શેર કરવામાં આવેલ ટનલની તસ્વીર અમેરિકા કેલિફોર્નિયા શહેરમાં આવેલ ડેવિલ સ્લાઈડ ટનલ છે, જે 2013માં શરૂ કરવામાં આવેલ છે.
Result :- False
Our Source
Twitter -ANI
scroll, economictimes, indiatoday
cruiserclothing
Tom Lantos Tunnels
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

