Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ક્લેમ :-
સોશિયલ મિડિયા તસ્વીર સાથે વિચિત્ર દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. આ પોસ્ટમાં પિએમ મોદીની તસ્વીર વાયરલ કરવામાં આવી છે, જેમાં તેઓ એક તરફ ગાંધીજી અને બીજી તરફ નાથુરામ ગોડસેને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે.
Have never seen dual personality like of @PMOIndia @narendramodi ! How can one have respect for assassin #Godse of #Gandhi ??? #ModiExpelPragya is a remotest possibility! Who are we asking? The perpetrator of evil ♀️ pic.twitter.com/QccZwR9Dzj
— itisha (@ItiTish) November 30, 2019
સાથે જ પોસ્ટ સાથે એક દાવો કરવામાં આવ્યો છે. “Have never seen dual personality like of , ! How can one have respect for assassin #Godse of #Gandhi ??? #ModiExpelPragya is a remotest possibility! Who are we asking? The perpetrator of evil”
વેરિફિકેશન :-
સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ટ્વીટર પર એક તસ્વીર વાયરલ કરવામાં આવી છે. આ તસ્વીરમાં પિએમ મોદી ગાંધીજી અને નાથુરામ ગોડસેને શ્રદ્ધાંજલી આપતી તસ્વીરને એક દાવા સાથે વાયરલ કરવામાં આવી છે. ટ્વીટર પર વાયરલ થઈ રહેલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવો કંઈક આ પ્રકારે છે,” इस तरह से वो गोडसे को भी नमन करता है।वो गाँधी जी को भी नमन करता है।वो बड़ा चालाक है।हर बात को वो राष्ट्रवाद के महीन धागे में पिरोता है।छद्म राष्ट्रवाद”
इस तरह से वो गोडसे को भी नमन करता है।
वो गाँधी जी को भी नमन करता है।
वो बड़ा चालाक है।
हर बात को वो राष्ट्रवाद के महीन धागे में पिरोता है।
छद्म राष्ट्रवाद pic.twitter.com/FJf2Fmu0k0— गाँधी अंकिल (@salimpatel29) October 4, 2019
આ સાથે અમે આ વાયરલ પોસ્ટની પડ઼તાલ માટે ફેસબૂકલ પર સર્ચ કર્યું ત્યારે સમાન દાવો કરતી પોસ્ટ અલગ-અલગ એકાઉન્ટ પરથી વાયરલ કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે “मोदी जी इस करतूत को दोगलापन ना कहें तो क्या कहें!”

જયારે આ વ આયરલ પોસ્ટની સત્યતા તપાસવા માટે અમે આ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજના મદદ વડે સર્ચ કરતા આ સમાન તસ્વીર જોવા મળી જેમાં “નવભારત ટાઈમ્સ” દ્વારા આ તસ્વીર સાથે આર્ટિકલ પ્રકાશિત કરવામાં આવ્યો છે, આ આર્ટિકલ દ્વારા જાણવા મળે છે કે આ તસ્વીર નાથુરામ ગોડસે નહીં પરંતુ “પંડિત દીનદયાળ ઉપાધ્યાય”ની તિથી પર પીએમ મોદી, રાષ્ટ્રપતી તેમજ અમિત શાહ દ્વારા શ્રધ્ધાંજલી આપતી તસ્વીર છે.

આ સાથે અમે ગુગલ પર કીવર્ડના મદદ વડે આ તસ્વીરના તથ્યો જાણવાના પ્રયાસ કર્યા ત્યારે, “narendramodi.in” નામની વેબસાઈટ પર પણ આ તસ્વીર અને તેના વિષે માહિતી આપવામાં આવી છે. વાયરલ તસ્વીરમાં કરવામાં આવેલ દાવો અહીંયા ખોટો સાબિત થાય છે, આ સાથે 25 મેં 2015ના રોજ મથુરા ખાતે પીએમ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયને શ્રધ્ધાંજલી આપતો વિડિઓ પણ યૂટ્યૂબમાં પબ્લિશ કરવામાં આવ્યો છે.

સોશિયલ મિડિયા પર ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવેલ તસ્વીરની સત્યતા તપાસ કરતા મળતા પરિણામો પરથી સાબિત થાય છે, પિએમ મોદી દ્વારા નાથુરામ ગોડસેને નમન કરવામાં નથી આવ્યું, તસ્વીરમાં જે પ્રતિમા છે તે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની છે. જેને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી છે.
TOOLS :-
GOOGLE KEYWORD SEARCH
GOOGLE IMAGES SEARCH
FACEBOOK SEARCH
TWITTER SEARCH
YOUTUBE SEARCH
પરિણામ :- ભ્રામક દાવા (FAKE NEWS)
JP Tripathi
August 22, 2025
Vasudha Beri
August 12, 2025
Dipalkumar Shah
August 12, 2025