પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોઈડા જેવર ખાતે એશિયાના સોથી મોટા અને વિશ્વના ચોથા સૌથી મોટા એરપોર્ટ (Noida International Airport) નો શિલાન્યાસ કર્યો. આ સાથે જ નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ એશિયાનું સૌથી મોટું એરપોર્ટ અને ફર્સ્ટ નેટ ઝીરો એમિશન (પ્રદુષણ મુક્ત) એરપોર્ટ હશે. જેવર એરપોર્ટના શિલાન્યાસ બાદ અનેક મંત્રીઓ અને ન્યુઝ સંસ્થાન દ્વારા સોશ્યલ મીડિયા પર નવા એરપોર્ટની શુભકામના પાઠવતી પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

જેવર એરપોર્ટની અંગે કેટલીક માહિતી સાથે ન્યુઝ સંસ્થાન Sandesh, Gstv, S24 News અને Divyabhaskar દ્વારા એક તસ્વીર શેર કરવામાં આવેલ છે. વાયરલ તસ્વીર જેવર એરપોર્ટના મોડેલ તરીકે પ્રકાશિત કરવામાં આવેલ છે. ઉપરાંત, “એશિયાનું સૌથી મોટું એરપોર્ટ મળવા બદલ ઉત્તરપ્રદેશને અભિનંદન” ટાઇટલ સાથે ફેસબુક અને ટ્વીટર પર અનેક યુઝર્સ દ્વારા જેવર એરપોર્ટની મોડેલ તસ્વીર શેર કરવામાં આવેલ છે.


Fact check / Verification
જેવર ખાતે શિલાન્યાસ કરવામાં આવેલ નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ અંગે ન્યુઝ ચેનલો દ્વારા શેર કરવામાં આવેલ મોડેલ તસ્વીર અંગે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળે છે. જેમાં, theguardian દ્વારા ફેબ્રુઆરી 2019માં પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ મુજબ આ તસ્વીર ચીનમાં આવેલ બેઇજિંગ એરપોર્ટ છે. ઉલ્લેખનીય છે Beijing Daxing international airport ઓક્ટોબર 2019માં ખુલ્લું મુકવામાં આવેલ છે.

બેઇજિંગ એરપોર્ટ વિશે ગુગલ કીવર્ડ સર્ચ કરતા Daxing Airport અને gettyimages દ્વારા પોસ્ટ કરવામાં આવેલ સમાન તસ્વીર જોવા મળે છે. જે મુજબ આ એરપોર્ટ દુનિયાનું સૌથી મોટું અને બેઇજિંગમાં આવેલ બીજું ઇન્ટરનેશનલ એરપોર્ટ છે.

આ ઉપરાંત, ગુગલ મેપ પર Beijing Daxing international airport વિશે સર્ચ કરતા નીચે મુજબ પરિણામ જોવા મળે છે, જે પરથી સાબિત થાય છે કે જેવર એરપોર્ટ હોવાના દાવા સાથે બેઇજિંગ ઇન્ટરનેશનલ એરપોર્ટની તસ્વીર વાયરલ થયેલ છે.

PM મોદી દ્વારા નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું શિલાન્યાસ 25 નવેમ્બરના કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમ દરમિયાન તેઓએ જેવર એરપોર્ટના મોડેલ પર પણ નજર કરી હતી. આ અંગે ANI UP દ્વારા પોસ્ટ કરવામાં આવેલ ટ્વીટ પર જેવર એરપોર્ટની મોડેલ તસ્વીર જોઈ શકાય છે, જે વાયરલ તસ્વીરથી તદ્દન અલગ છે.
Conclsuion
ઉત્તરપ્રદેશમાં એશિયાના સૌથી મોટા નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટના શિલાન્યાસ કાર્યક્રમ બાદ સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલ તસ્વીર ચીનમાં આવેલ બેઇજિંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. ન્યુઝ સંસ્થાન અને નેતાઓ દ્વારા જેવર એરપોર્ટની મોડેલ તસ્વીર હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર શેર કરવામાં આવેલ છે.
Result :- Misleading
Our Source
Theguardian :- (https://www.theguardian.com/cities/2019/feb/28/the-grey-wall-of-china-inside-the-worlds-concrete-superpower)
Gettyimages :- (https://www.gettyimages.com.au/detail/photo/beijing-daxing-airport-aerial-view-royalty-free-image/1098306596)
ANI UP :- ( https://twitter.com/ANINewsUP/status/1463787515849019394/photo/3)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044