Claim : કર્ણાટકમાં પીએમ મોદી ટી સ્ટોલ પર ચા પી રહ્યા છે.
Fact : ચા પીતા જોવા મળતા પીએમ નરેન્દ્ર મોદીનો આ વીડિયો 2022માં યુપી વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન લેવામાં આવેલ છે.
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની ગતિવિધિઓ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પીએમ મોદી ટી સ્ટોલ પર ચા પી રહ્યા છે. વીડિયો શેર કરતા સાથે દાવો કરવામાં આવ્યો છે કે તે કર્ણાટકનો છે. ફેસબુક પર યુઝર્સ “કર્ણાટકમાં પીએમ મોદી ટી સ્ટોલ પર ચા પી રહ્યા” હોવાના લખાણ સાથે વિડીયો શેર કરી રહ્યા છે.

વાસ્તવમાં કર્ણાટકમાં 10મી મેના રોજ વિધાનસભા માટે મતદાન થવાનું છે. ચૂંટણીની મતગણતરી 13 મેના રોજ થશે. છેલ્લી ચૂંટણીમાં ભાજપે 104 બેઠકો જીતીને સત્તા હાંસલ કરી હતી. આ વખતે કર્ણાટક ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય ઘણી પાર્ટીઓ તેમના પૂરા પ્રયાસો કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર , PM નરેન્દ્ર મોદીએ ગત શનિવારથી કર્ણાટકમાં ચૂંટણી પ્રચારની બાગડોર સંભાળી લીધી છે.
કર્ણાટકમાં પીએમ મોદી ટી સ્ટોલ પર ચા પી રહ્યા હોવાના દાવા અંગે ન્યૂઝચેકર હિન્દી ટિમ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક અહીં વાંચો
Fact Check / Verification
કર્ણાટકમાં પીએમ મોદી ટી સ્ટોલ પર ચા પી રહ્યા હોવાના વાયરલ વીડિયોના કીફ્રેમને રિવર્સ સર્ચ કરતા અમને માર્ચ 2022માં નરેન્દ્ર મોદીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલ એક વીડિયો જોવા મળ્યો. અહીંયા વાયરલ થયેલા વીડિયોનો એક ભાગ જોઈ શકાય છે. વીડિયો સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વીડિયો પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં આવેલી ચાની દુકાનનો છે.

પીએમ મોદીનો આ વીડિયો ઘણા મીડિયા હાઉસ દ્વારા પણ તેમના રિપોર્ટમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જે અહીં અને અહીં જોઈ શકાય છે . આ અહેવાલો અનુસાર, આ વીડિયો વર્ષ 2022નો છે જે યુપી વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન લેવામાં આવેલ છે.
આ ઉપરાંત, ‘આજ તક‘ની વેબસાઈટ પર પ્રકાશિત અહેવાલ અનુસાર , પીએમ મોદીએ વારાણસીમાં પ્રખ્યાત ‘પપ્પુ કી ચાય કી દુકાન’માં ચાની મજા માણી હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વારાણસીના અસ્સી ઘાટ પાસે આવેલી આ દુકાન વિશ્વનાથ સિંહ ઉર્ફે પપ્પુની છે. પીએમ મોદીએ 15 મિનિટ સુધી ત્યાં હાજર લોકો સાથે ચાનો આનંદ માણતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
આ ઉપરાંત, અમને વાયરલ વીડિયોમાં એ પણ જાણવા મળ્યું છે કે ચાવાલા પીએમ મોદી સાથે શેર કરેલા અનુભવો વિશે વાત કરી રહ્યા છે. અમને સ્ટ્રીટ ફૂડ મેનિયા નામની YouTube ચેનલ દ્વારા એપ્રિલ 2022 માં અપલોડ કરવામાં આવેલ વિડિયો જોવા મળ્યો. જ્યાં વાયરલ વીડિયોના દર્શ્યો જોઈ શકાય છે, જેમાં એક ચાવાલા પીએમ મોદી સાથેના અનુભવો વિશે વાત કરી રહ્યો છે.
વીડિયો સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, આ એ જ પપ્પુ ચાય વાલેની દુકાન છે જ્યાં ગયા વર્ષે યુપી વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ ચા પીધી હતી. વીડિયો અનુસાર, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવ પણ આ દુકાનમાં અગાઉ ચાની મજા માણી ચૂક્યા છે.
Conclusion
કર્ણાટકમાં પીએમ મોદી ટી સ્ટોલ પર ચા પી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો ખેરખર ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે 2022માં યુપી વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન લેવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા યુઝર્સ પીએમ મોદીના જુના વીડિયોને કર્ણાટક વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.
Result : Partly False
Our Source
Video Uploaded by Narendra Modi’s Youtube channel in March 2022
Report Published by ‘AAJ Tak‘ in March 2022
Video Uploaded by Street Food Mania’s Youtube channel in April 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044