Authors
Claim – પીએમ નરેન્દ્ર મોદીનું ઈટાલીમાં ભવ્ય સ્વાગતનો દાવો. ઓસ્ટ્રેલિયામાં એક કાર્યક્રમમાં પીએમ મોદીનું આગમન દર્શાવતો
Fact – વર્ષ 2023નો વીડિયો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગયા અઠવાડિયે G7 સમિટના આઉટરીચ સત્રમાં ભાગ લેવા ઇટાલીની એક દિવસીય મુલાકાતે હતા. તેમણે સમિટની બાજુમાં વિશ્વના અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી અને તેમના સત્તાવાર X એકાઉન્ટ પર તેમની ઇટાલી મુલાકાતની ઝલક પણ શેર કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરના પ્રવાસના પગલે ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે એક વીડિયો શેર કર્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, પીએમ મોદીનું ઈટાલીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. જો કે, ન્યૂચેકરને જાણવા મળ્યું કે વીડિયો જૂનો છે, અને તે ઑસ્ટ્રેલિયામાં એક કાર્યક્રમમાં પીએમ મોદીનું આગમન દર્શાવે છે.
આવી પોસ્ટ અહીં, અહીં, અહીં અને અહીં જોઈ શકાય છે.
Fact Check/Verification
વાઈરલ ફૂટેજનું કાળજીપૂર્વક વિશ્લેષણ કરતા અમે જોયું કે, એરેનાની એક સ્ક્રીન પર ભારતીય અને ઑસ્ટ્રેલિયાના ધ્વજ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પીએમ મોદી તેમના ઑસ્ટ્રેલિયન સમકક્ષ એન્થોની અલ્બેનિસને શુભેચ્છા પાઠવતા જોઈ શકાય છે.
કિવર્ડ સાથે અમે YouTube પર “PM Modi,” “PM Anthony Albanese,” અને “Australia” સર્ચ કર્યું, જેમાં અમને 23 મે-2023ના રોજ નરેન્દ્ર મોદીની અધિકૃત ચેનલ પર શેર કરવામાં આવેલ વિડિયો તરફ દોરી ગયા. વાયરલ ફૂટેજમાં જણાવાયું છે કે, “PM મોદીએ ઑસ્ટ્રેલિયાના સિડનીમાં એક મેગા કૉમ્યુનિટી પ્રોગ્રામમાં હાજરી આપી હતી. ઑસ્ટ્રેલિયન પીએમ અલ્બેનીઝ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.
યુટ્યુબ વિડિયો સાથે વાયરલ ફૂટેજની સરખામણી કર્યા પછી અમે બંને વચ્ચે ઘણી સમાનતાઓ શોધી શકીએ છીએ. બંને વિડીયોમાં પ્રેક્ષકોની બેઠક વ્યવસ્થા, લાઇટીંગ અને સ્ટેજની ગોઠવણી એક સરખી હતી.
અમને નરેન્દ્ર મોદીની યુટ્યુબ ચૅનલ પર બીજો એક વિડિયો મળ્યો જેમાં તેઓ અને પીએમ અલ્બેનીઝ કાર્યક્રમ સ્થળ એવા સિડનીના કુડોસ બૅન્ક સ્ટેડિયમમાં પ્રવેશતા દર્શાવે છે.
બે વિડિયોમાં જોવા મળેલા વિઝ્યુઅલ્સની સરખામણી કરતાં અમે નિષ્કર્ષ પર આવી શકીએ છીએ કે તે બંને સિડનીમાં એક જ ઘટનાનું નિરૂપણ કરે છે.
PMOના અધિકૃત X એકાઉન્ટે 23 મે-2023ના રોજ ભારતીય ડાયસ્પોરા સાથેની તેમની વાતચીતમાંથી PM મોદીના તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ સાથેના ફોટોગ્રાફ્સ પણ શેર કર્યા હતા.
આ કાર્યક્રમની વિગતો આપતાં નરેન્દ્ર મોદીની વેબસાઈટએ જણાવ્યું હતું કે, “વડા પ્રધાન, ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન શ્રી એન્થોની અલ્બેનીઝ સાથે 23 મે-2023ના રોજ સિડનીના કુડોસ બૅન્ક એરેના ખાતે ભારતીય સમુદાયના સભ્યોના વિશાળ સભાને સંબોધિત અને સંબોધન કર્યું હતું.”
“ભારતીય ડાયસ્પોરા (અપ્રવાસી, જેમાં વિદ્યાર્થીઓ, સંશોધકો, વ્યાવસાયિકો અને વેપારી વ્યક્તિઓનો સમાવેશ થાય છે. તેમણે આ કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. સંખ્યાબંધ મંત્રીઓ, સંસદ સભ્યો અને ઓસ્ટ્રેલિયાના અન્ય મહાનુભાવોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો,.”
PM મોદીના મે 2023માં ઑસ્ટ્રેલિયન પ્રવાસ દરમિયાન સિડનીમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધિત કરવાના અનેક સમાચાર આઉટલેટ્સે અહેવાલ આપ્યો હતો. આવા અહેવાલો અહીં, અહીં અને અહીં જોઈ શકાય છે .
Conlcusion
આમ આપણે નિષ્કર્ષ પર આવી શકીએ કે પીએમ મોદીનું ઇટાલીમાં ભવ્ય સ્વાગત દર્શાવવા માટે ઓસ્ટ્રેલિયાનો એક જૂનો વીડિયો શેર કરવામાં આવ્યો છે.
Result – False
Sources
YouTube Video By Narendra Modi, Dated May 23, 2023
X Post By @PMOIndia, Dated May 23, 2023
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044