આગ્રાના એક પોલીસ સ્ટેશનમાં કથિત રીતે ચોરીના ગુનામાં પકડાયેલ વ્યક્તિનું કસ્ટોડિયલ ડેથ મામલે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પીડિત પરિવારને મળવા નીકળ્યા હતા, જ્યાં આગ્રા એક્સપ્રેસ વે નજીક તેમને રોકવામાં આવ્યા હતા. પ્રિયંકાને રોકવાના સમાચાર સાંભળીને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર પહોંચ્યા હતા. જે બાદ તેમને પોલીસ લાઈન લઇ જવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા રોકવામાં આવ્યા બાદ પ્રિયંકા ગાંધીએ પોલીસ સુરક્ષા સાથે પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી અને ન્યાયની માંગ કરી હતી. ત્યારબાદ તેઓ લખનઉના દલિત બહુમતીવાળા વિસ્તારમાં જઈને વાલ્મિકી મંદિરમાં ફ્લોર સાફ કરતા નજરે પડે છે, સોશ્યલ મીડિયા પર અને ભાજપના અનેક નેતાઓ દ્વારા પ્રિયંકા ગાંધીની આ હરકત રાજકીય નાટકો હોવાના દાવા સાથે સફાઈ કરતી તસ્વીર શેર કરવામાં આવેલ છે.

ફેસબુક અને ટ્વીટર પર પ્રિયંકા ગાંધીની ઝાડુ વડે સફાઈ કરતી તસ્વીર શેર કરવામાં આવેલ છે, તસ્વીરમાં એક ફોરોગ્રાફર જમીન પર સુતા-સુતા પ્રિયંકા ગાંધીની ફોટોગ્રાફી કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ PM મોદીની સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ મુલાકાત દરમ્યાન પણ આ પ્રકારે એક તસ્વીર વાયરલ થઈ હતી, જે મુદ્દે newschecker દ્વારા ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે.
Factcheck / Verification
પ્રિયંકા ગાંધી ઝાડુ વડે સફાઈ કરી રહી છે અને ફોટોગ્રાફી થઈ રહી હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર અંગે ગુગલ સર્ચ કરતા navbharattimes, news18 અને hindustantimes દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ 8 ઓકોટબરના કસ્ટોડિયલ ડેથ મામલે પ્રિયંકા ગાંધી દલિત પરિવારને મળવા આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓ વાલ્મિકી જ્યંતી નિમિતે મંદિરના પટાંગણને સાફ કરવા લાગે છે. અહેવાલ સાથે પોસ્ટ કરવામાં તસ્વીર પર વાયરલ દાવા માફક જમીન પર સૂતેલો ફોરોગ્રાફર જોઈ શકતો નથી.

પ્રિયંકા ગાંધીની ઝાડુ વડે સફાઈ કરી રહ્યા હોવાના દવા સાથે વાયરલ થયેલ તસ્વીર અંગે વધુ તપાસ કરતા pixabay વેબસાઈટ પર જમીન પર સુતેલા ફોટોગ્રાફરની તસ્વીર જોવા મળે છે. જે પરથી સાબિત થયા છે કે પ્રિયંકા ગાંધીની સફાઈ કરતી તસ્વીર સાથ છેડછાડ કરવામાં આવેલ છે. ફોટોગ્રાફરની તસ્વીરને એડિટિંગ દ્વારા પ્રિયંકા ગાંધીની તસ્વીર સાથે જોડાણ કરી ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

Conclusion
UP દલિત વ્યક્તિના કસ્ટોડિયલ ડેથ મામલે પીડિત પરિવારને મળવા પહોંચેલી પ્રિયંકા ગાંધી દ્વારા વાલ્મિકી મંદિરમાં સફાઈ કરવામાં આવી હતી, આ દરમ્યાન લેવામાં આવેલ તસ્વીર સાથે છેડછાડ કરીને ભ્રામક તસ્વીર શેર કરવામાં આવેલ છે. જમીન પર સુતેલા ફોટોગાફરની તસ્વીર એડિટિંગ દ્વારા લગાવવામાં આવેલ છે.
Result :- False
Our Source
navbharattimes,
news18
hindustantimes
pixabay
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044