પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર સાથે ભગવંત માન નવા મુખ્યમંત્રી બન્યા છે. આમ આદમી પાર્ટી પંજાબ ચૂંટણીમાં દિલ્હી મોડેલના આધારે વિકાસ કરવાના વાયદા સાથે ચૂંટણીમાં બહુમત સાથે વિજય મેળવી હોવાનું મનાય છે. સોશ્યલ મીડિયા પર પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે, જે ક્રમમાં ભગવંત માને વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ગરીબો માટે 10 મોટી જાહેરાત કરી હોવાના દાવા સાથે એક પોસ્ટ વાયરલ થઈ રહી છે.
ફેસબુક અને વોટસએપ પર “પંજાબમાં AAP પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી થતાં જ ભગવંત માને 10 મોટી જાહેરાતો કરી.” ટાઈટલ સાથે 10 જાહેરાત અંગે માહિતી જણાવવામાં આવેલ છે. વાયરલ પોસ્ટ ગુજરાત આપ વર્કર દ્વારા ફેસબુક પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવેલ છે.
શું છે વાયરલ દાવો
પંજાબમાં AAP પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી થતાં જ ભગવંત માને 10 મોટી જાહેરાતો કરી.
1:- ખેતી માટે 12 કલાક મફત વીજળી
2:-2500 રૂપિયા પ્રતિ માસ વૃદ્ધાવસ્થા પેન્શન
3:-કોલેજમાં ફ્રી વાઇ-ફાઇ હોટસ્પોટ
4 :- પોલીસ માટે 8 કલાક ડ્યુટી સિસ્ટમ અમલી
5 :- ખેડૂતો અને ખેત મજૂરોનું દેવું માફ
6:-25 લાખ નોકરીઓની જાહેરાત
7 :- જુની પેન્શન યોજના અમલી
8:- દરેક ઘરમાં 300 યુનિટ વીજળી મફત
9:- કોલેજ સુધી દરેક બાળકને મફત શિક્ષણ
10:-દરેક શાળા કોલેજમાં સી.સી.ટી.વી
જો તમે આ બધું કરી શકો છો તો ભાજપ બાળકોના ભવિષ્ય માટે કેમ નથી કરતું?
Fact Check / Verification
પંજાબમાં ભગવંત માન CM બન્યા બાદ 10 મોઇ જાહેરાત કરી હોવાના દાવા સાથે વાયરલ થયેલ પોસ્ટ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા કેટલાક મીડિયા રિપોર્ટ જોવા મળે છે. અહેવાલો અનુસાર, CM ભગવંત માન દ્વારા પહેલી કેબિનેટ મિટિંગ બાદ રાજ્ય સરકારના અલગ-અલગ વિભાગ માટે 25 હજાર નોકરી માટે ભરતી પ્રક્રિયાની જાહેરાત કરી છે.

જયારે, વાયરલ પોસ્ટ સાથે કરવામાં આવેલ અન્ય દાવાઓ અંગે CM ભગવંત માનના ઓફિશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર તપાસ કરતા કોઈપણ જાહેરાત કર્યા હોવાની માહિતી જોવામળતી નથી.
ભગવંત માને 10 મોટી જાહેરાતો કરી હોવાના દાવા અંગે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલ મેનીફેસ્ટો પર સર્ચ કરતા તમામ જાહેરાત અંગે વિસ્તૃત માહિતી જોવા મળે છે.







આ પણ વાંચો :- પંજાબમાં આપની સરકાર બન્યા બાદ સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ભ્રામક દાવાઓ પર કરવામાં આવેલ ફેકટચેક જોવા મહીયા ક્લિક કરો
Conclusion
પંજાબમાં ભગવંત માન CM બન્યા બાદ 10 મોટી જાહેરાત કરી હોવાના દાવા સાથે વાયરલ થયેલ પોસ્ટ સાથે ભ્રામક દાવો કરવામાં આવેલ છે. ભગવંત માન દ્વારા માત્ર 25 હજાર સરકારી નોકરી માટે જાહેરાત કરવામાં આવેલ છે. જયારે વાયરલ દાવાઓ સાથે કહેવામાં આવેલ જાહેરાત મેનીફેસ્ટોમાં કરવામાં આવેલ વાયદાઓ છે.
Result :- Misleading / Partly False
Our Source
Media Reports On Bhagwant Mann Job announcement
Punjab 2022 AAP Manifesto
Social Media Accounts Of Bhagwant Mann
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044