સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની એક તસ્વીર વાયરલ થઈ રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરની તાજેતરની વિવાદાસ્પદ બીબીસી ડોક્યુમેન્ટરી પાછળ “કોંગ્રેસનું કાવતરું” હોવાનો દાવો કરવામાં આવ્યો છે, તસ્વીરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ડોક્યુમેન્ટરીના નિર્માતા અને BBCના ડાયરેક્ટરને મળ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

ફેસબુક યુઝર્સ “વચ્ચે જે ભાઈ ઊભા છે તે બીબીસી ના ડાયરેક્ટર છે, જેમણે ગોધરા કાંડ ૨૦૦૨ ની ડોક્યુમેન્ટરી બનાવી છે.” ટાઇટલ સાથે રાહુલ ગાંધીની તસ્વીર શેર કરી રહ્યા છે.

આ પણ વાંચો : રણબીર કપૂરે સેલ્ફી લેનારા ફેનનો ફોન ફેંકી દીધો હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ
Fact Check / Verification
ખરેખર વાયરલ તસ્વીરમાં રાહુલ ગાંધી સાથે સેમ પિત્રોડા, યુકેના સાંસદ અને ભૂતપૂર્વ લેબર લીડર જેરેમી કોર્બીન હતા. વાયરલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક મીડિયા રિપોર્ટ્સ જોવા મળે છે.

24 મે, 2022 ના રોજ ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, ભાજપે કોર્બીન સાથેની રાહુલ ગાંધીની તસ્વીરને લઈને ટીકા કરી હતી. જો..કે ગાંધી પરિવારના નજીકના સાથી પિત્રોડાએ ઈન્ડિયા ટુડે ટીવીને જણાવ્યું હતું કે “કોર્બીન મારા અંગત મિત્ર છે, અને હોટેલમાં અમે ચા માટે મળ્યા હતા. આમાં કંઈ રાજકીય નથી.”
અહીંયા જોઈ શકાય છે કે, ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ દ્વારા 23 મે, 2022ના રોજ આ તસ્વીર સૌપ્રથમ ટ્વીટ કરવામાં આવી હતી.
જયારે વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવા મુજબ “ભારત: ધ મોદી ક્વેશ્ચન” BBC ડોક્યુમેન્ટરીના નિર્માતા અંગે સર્ચ કરતા જાણવા મળે છે કે, આ શ્રેણીના નિર્માતા રિચાર્ડ કૂક્સન અને એક્ઝિક્યુટિવ નિર્માતા માઇક રેડફોર્ડ હતા.


ન્યૂઝચેકર ટિમ દ્વારા વાયરલ દાવા અંગે બીબીસી ન્યુઝનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો, BBCના પ્રવક્તાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, “અમારી પ્રોડક્શન ટીમમાંથી કોઈપણ વ્યક્તિએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી નથી.”
Conclusion
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ડોક્યુમેન્ટરીના નિર્માતા અને BBCના ડાયરેક્ટરને મળ્યા હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. વાયરલ તસ્વીરમાં રાહુલ ગાંધી યુકેના સાંસદ અને ભૂતપૂર્વ લેબર લીડર જેરેમી કોર્બીન સાથે ઉભા છે.
Result : False
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044