રક્ષા મંત્રી રાજનાથસિંહ અને ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણીએ 02 સપ્ટેમ્બર, 2021ના રોજ ગુજરાતના કેવડિયા ખાતે ડિફએક્સ્પો-2022ની તૈયારીઓની સંયુક્ત રીતે સમીક્ષા કરી હતી.આ મીટિંગ દરમ્યાન રક્ષા મંત્રી રાજનાથસિંહ અને સંરક્ષણ મંત્રાલય અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓએ નોંધ્યું હતું કે ફેબ્રુઆરી 2020માં ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં યોજાયેલી ડિફએક્સ્પોની અગાઉની આવૃત્તિ ભારત સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે અતૂટ ભાગીદારીને લીધે અપાર સફળ રહી હતી. સરકારના ‘મેક ઈન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ નિર્ધારનો પુનરોચ્ચાર કરતા શ્રી રાજનાથ સિંહે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
BJP ગુજરાત ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પરથી કેવડિયા ખાતે યોજાયેલ ડિફેન્સએક્સ્પો અને કાર્યકર્તા મિટિંગ દરમ્યાન રાજનાથસિંહ દ્વારા આતંકવાદ અંગે કરવામાં આવેલ ભાષણનો વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે. જેમાં રક્ષા મંત્રી દ્વારા કહેવામાં આવ્યું કે “નરેન્દ્રમોદી સરકાર બન્યા પછી જમ્મુ-કાશ્મીરને છોડતા ભારતના કોઈપણ અન્ય ભાગમાં મોટી આતંકવાદી ઘટના સર્જાઈ નથી“. નોંધનીય છે કે કેટલાક ન્યુઝ સંસ્થાનો દ્વારા પણ “2014 મોદી સરકાર બન્યા પછી ભારતમાં એક પણ મોટી આંતકવાદી ઘટના સર્જાઈ નથી” હેડલાઈન સાથે ન્યુઝ રિપોર્ટ કરવામાં આવેલ છે.
રક્ષા મંત્રી રાજનાથસિંહના આ નિવેદન બાદ સોશ્યલ મીડિયા પર વિવાદ છેડાયો હતો, જ્યાં વિપક્ષ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી દ્વારા ફેસબુક પર પોસ્ટ શેર કરવામાં આવેલ છે. આ પોસ્ટમાં રાજનાથસિંહ દ્વારા આતંકવાદ મુદ્દે આપવામાં આવેલ નિવેદનને એક મોટું જુઠ્ઠાણું છે, અને 2014 થી 2021 સુધીમાં 3043 આતંકવાદી ઘટના ઘટિત થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
Facts :-
રક્ષા મંત્રી રાજનાથસિંહ દ્વારા આતંકવાદ અંગે આપવામાં આવેલ નિવેદન પર ચાલી રહેલ વિવાદ અંગે જાણકારી માટે આપણે 2014 થી 2021 દરમ્યાન થયેલા આતંકવાદી હુમલા અંગે જાણકારી માટે રક્ષા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ વાર્ષિક રિપોર્ટ જોવા મળે છે. જે મુજબ ભારતમાં આંતરિક સુરક્ષા મુદ્દાઓને ચાર કેટેગરીમાં વહેંચવામાં આવેલ છે.
- જમ્મુ-કાશ્મીરમાં બનેલ આતંકવાદી ઘટનાઓ
- ઉત્તર-પૂર્વ (નોર્થ-ઇસ્ટ) રાજ્યોમાં થયેલ આતંકવાદી ઘટના
- લેફ્ટવિંગ (ઉગ્રવાદી) દ્વારા કરવામાં આવેલ હુમલાઓ
- ભારતના અન્ય કોઈપણ ભાગમાં બનેલ આતંકી ઘટના (હિન્ટરલેન્ડ)
આતંકવાદી ઘટના અંગે રાજ્યસભા અને લોકસભા મંત્રી દ્વારા આપવામાં આવેલ જવાબ
પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ લોકસભામાં આપેલા જવાબ મુજબ, દેશના અંતરિયાળ વિસ્તારો (હિન્ટરલેન્ડ)માં 2014 થી 2021 વચ્ચે આતંકવાદી પ્રવૃત્તિઓની 6 ઘટનાઓ બનેલ છે. તેમજ રાજ્યસભામાં મંત્રી હંસરાજ આહીર દ્વારા આપવામાં આવેલ જવાબ મુજબ 2015 થી 2017 વચ્ચે હિન્ટરલેન્ડ પર 2 મોટી (મેજર) આતંકી ઘટના બનેલ છે.


ભારતમાં 2014 થી 2021 સુધીમાં થયેલા મોટા આતંકવાદી હુમલા અંગે વધુ માહિતી સાઉથ એશિયા ટેરેરિઝમ પોર્ટલ પર જોવા મળે છે. આ સંસ્થાન દેશમાં બનેલ દરેક આતંકી ઘટના અંગે ડેટા એકત્રિત કરે છે. જે મુજબ 2014 થી 2021 સુધીમાં કુલ 547 મેજર આતંકી પ્રવૃત્તિ થયેલ છે. અહીંયા સંસ્થા દ્વારા માપદંડ નક્કી કરવામાં આવ્યા છે, જે મુજબ 3 લોકોથી વધુ જાનહાની સર્જાય તેવી ઘટના (મેજર) મોટી ઘટના તરીકે ગણવામાં આવશે. જયારે ભારત સરકાર દ્વારા આ પ્રકારે કોઈ માપદંડ નક્કી કરવામાં આવ્યા નથી.
આ પણ વાંચો :- કેટલાક મુસ્લિમો દ્વારા યુવકને બંધક બનાવી તેનું ગળુ કાપીને હત્યા કરવામાં આવી હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ
ક્યારે અને કેટલી આતંકી ઘટનાઓ સર્જાઈ
ન્યુઝ સંસ્થાનો દ્વારા રિપોર્ટ કરવામાં આવેલ આતંકી હુમલાઓમાં માર્ચ 2014માં છત્તીસગઢ ખાતે 16 લોકોના મૃત્યુ થયા હતા, જેમાં 11 CRPF જવાનો પણ સામેલ હતા. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી પદ પર મેં 2014માં શપથ ગ્રહણ કર્યા હતા.
હાલ, એપ્રિલ 2021ના છત્તીસગઢ ખાતે માઉવાદી હુમલામાં 22 જવાનો માર્યા ગયા હતા અને 32 ઘાયલ થયા હતા. ડિસેમ્બર 2014માં બેંગ્લુરુ ખાતે IED બાલ્સટ થયો હતો. 2015માં પંજાબ ગુરદાસપુર ખાતે હુમલામાં 10 લોકો માર્યા ગયા હતા. માર્ચ 2017માં ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેન પર થયેલ હુમલો.
ભારતમાં જમ્મુ-કાશ્મીર, નોર્થ-ઇસ્ટ, લેફ્ટ અને હિન્ટરલેન્ડ પર 2014થી અત્યાર સુધી કુલ 29 આતંકવાદી ઘટનાઓ સર્જાયેલ છે.
Conclusion
રક્ષા મંત્રી રાજનાથસિંહ દ્વારા આપવામાં આવેલ નિવેદન પર છેડાયેલ વિવાદ અંગે મળતી તમામ માહિતી અનુસાર ભારતના અન્ય ભાગ એટલેકે હિન્ટરલેન્ડ પર 2014થી કુલ 6 આતંકી હુમલા થયા છે. ન્યુઝ સંસ્થાનો અને સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા અધૂરી માહિતી સાથેની હેડલાઈન મુજબ અહેવાલ પ્રકાશિત કરવામાં આવેલ છે.
(newschecker દ્વારા સરકારે જાહેર કરવામાં આવેલ જવાબો અને આંકડાના આધારે તથ્યો રજૂ કરવામાં આવેલ છે.)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044