Tuesday, September 21, 2021
Tuesday, September 21, 2021
HomeFact ChecksBJP નેતાની તસ્વીરને 5000 કરોડનું કૌભાંડ કરનાર નીતિન સાંડેસરાના નામ પર ભ્રામક...

BJP નેતાની તસ્વીરને 5000 કરોડનું કૌભાંડ કરનાર નીતિન સાંડેસરાના નામ પર ભ્રામક દાવા સાથે વાયરલ

નીતિન સાંડેસરા 5000 કરોડના બેન્ક લોન કૌભાંડમાં જેનું નામ સામે આવેલ હતું, આ મુદ્દે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઇ રહી છે. ફેસબુક અને ટ્વીટર પર “5700 કરોડ રૂપિયા લૂંટ્યા પછી નિઝરિયાથી ભાગી ગયેલા # નીતિન_સંદેસરાનો મિત્ર કોણ છે?” કેપશન સાથે બે તસ્વીર શેર કરવામાં આવેલ છે. આ તસ્વીરમાં રાજનાથ સિંહ અને અમિત શાહ સાથે નીતિન સાંડેસરા ઉભા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

For More Post

આ વાયરલ પોસ્ટ સાથે કરવામાં આવેલ દાવા મુજબ રાજનાથ સિંહ અને અમિત શાહ બેન્ક કૌભાંડ કરનાર નીતિન સાંડેસરાના મિત્ર હોવાની તેમના પર કોઈ કાર્યવાહી નહીં તેમજ મીડિયા પણ આ વાત પર ચૂપ છે. જયારે વાયરલ પોસ્ટ વિશે વધુ તપાસ કરતા સમાન દાવા સાથે આ તસ્વીર 2018માં પણ શેર થયેલ જોવા મળે છે.

Factcheck / Verification

5000 કરોડ રૂપિયાના બેંક લોન કૌભાંડના આરોપી અને વડોદરાના ઉદ્યોગપતિ તેમજ સ્ટર્લિંગ બાયોટેક કંપનીના માલિક નીતિન સાંડેસરા, સાંડેસરાએ આંધ્ર બેન્ક સહિતની વિવિધ બેન્કો પાસેથી અલગ અલગ સમયે અલગ અલગ કારણોસર 5000 કરોડની લોન લીધી હતી.જેની સામે મોરગેજ કરવામાં આવેલી મિલકત લોનની કિંમત કરતા 10મા ભાગની પણ નહી હોવાની જાણકારી મળી હતી.

જયારે હાલમાં વાયરલ થયેલ પોસ્ટ મુદ્દે ગુગલ કીવર્ડ સર્ચ કરતા money.bhaskar તેમજ thewirehindi દ્વારા 2018માં પબ્લિશ કરવામાં આવેલ લેખ જોવા મળે છે. જે મુજબ નીતિન સાંડેસરા ગુજરાતના વડોદરાના રહેવાસી છે, જેઓએ અલગ-અલગ બનેક પાસેથયો લોન પેટે 5000 કરોડનું કૌભાંડ કરેલ છે. જે બાદ તેઓ દેશ છોડી ચાલ્યા ગયેલ છે.

જયારે વાયરલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા aajtak દ્વારા સપ્ટેમ્બર 2018માં પબ્લિશ કરવામાં આવેલ લેખ જોવા મળે છે, જે મુજબ વાયરલ તસ્વીરમાં રાજનાથ સિંહ અને અમિત શાહ સાથે દેખાઈ રહેલ વ્યક્તિ ભાજપ નેતા ‘રિતેશ તિવારી’ છે. જેઓ વેસ્ટ બંગાળના ભાજપના વાઇસ પ્રેસિડેન્ટ છે.

केंद्रीय गृह मंत्री राजनाथ सिंह के साथ रितेश तिवारी (फोटो-इंडियन एक्सप्रेस)
केंद्रीय गृह मंत्री राजनाथ सिंह के साथ रितेश तिवारी (फोटो-इंडियन एक्सप्रेस)

રિતેશ તિવારી વિશે વધુ તપાસ કરતા તેમના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પર તેમના વિશે માહિતી જોઈ શકાય છે, આ ઉપરાંત ગુગલ સર્ચ કરતા રિતેશ તિવારીની તસ્વીર નરેન્દ્ર મોદી થી લઇ ભાજપના તમામ દિગ્ગ્જ નેતાઓ સાથે જોઈ શકાય છે.

વાયરલ તસ્વીર અને નીતિન સાંડેસરાની તસ્વીરની સરખામણી અહીં જોઈ શકાય છે, બન્ને વ્યક્તિ અલગ હોવાનું પ્રમાણ મળી આવે છે.

Conclusion

5000 કરોડનું કૌભાંડ કરનાર નીતિન સાંડેસરા અમિત શાહ અને રાજનાથ સિંહના મિત્ર હોવાથી તેમના પર કાર્યવાહી ન થતી હોવાની માહિતી તદ્દન ભ્રામક છે. સોશ્યલ મીડિયા પર વેસ્ટ બંગાળના નેતા રિતેશ તિવારીની તસ્વીરને બેન્ક કૌભાંડ કરનાર નીતિન સાંડેસરાના નામે ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવેલ છે.

Result :- False


Our Source

ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ
aajtak
money.bhaskar
thewirehindi

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. A graduate in BCA, Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular