આવતા વર્ષે કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, આ ક્રમમાં સોશિયલ મીડિયા પર એક ન્યુઝ પેપરની ક્લિપિંગ શેર કરવામાં આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, જે લોકો મતદાન નહીં કરે તેમના બેંક એકાઉન્ટ માંથી 350રૂ ચાર્જ કાપવામાં આવશે. ઉપરોક્ત દાવો સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા 2019થી અવાર-નવાર શેર કરવામાં આવેલ છે.
ફેસબુક પર વાયરલ થયેલ ન્યુઝ પેપર કટિંગમાં આપવામાં આવેલ માહિતી મુજબ ચૂંટણી આયોગ દ્વારા સુપ્રીમ કોર્ટ પાસેથી આ નિયમ માટે મંજૂરી લેવામાં આવી છે, તેમજ જો આ નિયમ અનુસાર બેંક એકાઉન્ટમાં પૈસા નહીં હોય તો મોબાઈલ રિચાર્જ માંથી કાપવામાં આવશે.

Fact Check / Verification
આવનાર વિધાનસભા ચૂંટણીમાં જે કોઈ મતદાન નહીં કરે તેમના બેંક એકાઉન્ટ માંથી 350રૂ ચાર્જ વસુલ કરવામાં આવ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ ન્યુઝ પેપર કટિંગ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા navbharattimes દ્વારા 2019ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ આ એક કાલ્પનિક મેસેજ બનાવવામાં આવ્યો હતો, અને હોળીના અવસર પર આ મેસેજ ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો હતો.

ચૂંટણી આયોગ દ્વારા આ પ્રકારે ચાર્જ વસુલ કરવાના દાવા અંગે PIB Fact Check દ્વારા ટ્વીટર મારફતે વાયરલ ન્યુઝ પેપર કટિંગ અને તેમાં કરવામાં આવેલ દાવો ભ્રામક હોવાની માહિતી આપવામાં આવેલ છે.
આ પણ વાંચો :- નેપાળના પહાડો માંથી 201 વર્ષની ઉમરના સાધુ મળી આવ્યા હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ
ઉપરાંત, ચૂંટણી આયોગના પ્રવકતા સેફાલી સરન દ્વારા ટ્વીટર પર વાયરલ ન્યુઝ પેપર કટિંગ અને તેના સાથે રુ350 નો ચાર્જ ચૂકવવો પડશે જેવા ભ્રામક દાવા અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે વાયરલ પોસ્ટ તદ્દન ભ્રામક છે.
Conclusion
વિધાનસભા ચૂંટણીમાં જે કોઈ મતદાન નહીં કરે તેમના બેંક એકાઉન્ટ માંથી 350રૂ ચાર્જ વસુલ કરવામાં આવશે જેવા દાવા સાથે સોશ્યલ મીડિયા પર ભ્રામક ન્યુઝ પેપર કટિંગ વાયરલ થયેલ છે. ચૂંટણી આયોગ દ્વારા આ પ્રકારે કોઈપણ સત્તાવાર જાહેરાત કરવામાં આવેલ નથી, તેમજ PIB અને ECI પ્રવક્તા દ્વારા વાયરલ પોસ્ટ સાથે કરવામાં આવેલ દાવો તદ્દન ભ્રામક હોવા અંગે સ્પષ્ટતા આપવામાં આવેલ છે.
Result :- Satire
Our Source
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044