રશિયા-યુક્રેન યુદ્ધ સંદર્ભે અનેક માહિતીઓ સામે આવી રહી છે, કેટલીક જગ્યાએ રશિયન આર્મી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. કેટલાક ભયાનક દર્શ્યો અને અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હોવાના વિડિઓ પણ સોશ્યલ મીડિયા પર શેર થઈ રહ્યા છે. આ ક્રમમાં એક યુક્રેન દ્વારા રશિયન જેટ ઉડાવી દેવામાં આવ્યું હોવાનો એક વિડિઓ વાયરલ થઈ રહ્યો છે.
ન્યુઝ ચેનલ News18 Gujarati દ્વારા “રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ફ્રાન્સનું નિવેદન, દુનિયા લાંબી લડાઈ લડવા તૈયાર રહે” ટાઇટલ સાથે ફેસબુક પર ન્યુઝ બુલેટિનનો વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે. યુક્રેનની એન્ટી એરગન દ્વારા રશિયન જેટ તોડી પાડવામાં આવ્યું હોવાની માહિતી સાથે વિડિઓ પણ શેર કરવામાં આવ્યો છે.

Fact Check / Verification
યુક્રેનની એન્ટી એરગન દ્વારા રશિયન જેટ તોડી પાડવામાં આવ્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડિઓના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા Compared Comparison યુટ્યુબ ચેનલ પર સમાન વિડિઓ જોવા મળે છે, જે 6 જાન્યુઆરીના પોસ્ટ કરવામાં આવેલ છે.
વિડિઓ સાથે આપવામાં આવેલ માહિતી મુજબ, ArmA 3 નામની એક કોમ્પ્યુટર ગેમ છે, વાયરલ વિડિઓ આ ગેમનો એક ભાગ છે. યુટ્યુબ પર “A-10 Warthog Missile Gun Run” ટાઇટલ સાથે આ વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાન-તાલિબાન વચ્ચે થયેલ યુદ્ધ સમયે પણ આ વિડિઓ ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, ટ્વીટર પર પણ વાયરલ વિડિઓના જવાબ આપતા કેટલાક યુઝર્સ દ્વારા જણાવવામાં આવ્યું કે, આ એક ArmA 3 ગેમની કલીપ છે. જે હાલ યુક્રેનના સંદર્ભમાં શેર કરવામાં આવી રહી છે.
Conclusion
ન્યુઝ ચેનલ News18 Gujarati દ્વારા શેર કરવામાં આવેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. યુક્રેનની એન્ટી એરગન દ્વારા રશિયન જેટ તોડી પાડવામાં આવ્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ ArmA 3 નામની એક કોમ્પ્યુટર ગેમનો ભાગ છે.
Result :- False Context/False
Our Source
YouTube Channel Of Compared Comparison
Twitter Searches
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044