‘ધ કાશ્મીર ફાઈલ’ ફિલ્મ જોયા પછી કેટલાક હિન્દૂ સંગઠનો દ્વારા કાશ્મીરમાં થયેલા અત્યચાર પર ખુબજ વિરોધ નોંધાવી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર પણ અનેક પ્રકારે ચર્ચાઓ થી રહી છે, જે ક્રમમાં ફિલ્મ જોયા બાદ સુરતમાં હિન્દૂ યુવક દ્વારા વડે મુલ્સિમ પર હુમલો કરવામાં આવ્યો હોવાના દાવા સાથે એક વિડિઓ શેર થઈ રહ્યો છે.
ફેસબુક પર “કાશ્મીર ફાઈલ જોઈને આતંકવાદી ગુંડાઓ મુસ્લિમો પર હુમલો કરી રહ્યા છે” ટાઇટલ સાથે એક CCTV ફૂટેજ શેર કરવામાં આવેલ છે. વિડીઓમાં એક યુવક અચાનક તલવાર વડે દુકાનદાર પર હુમલો કરતા નજરે પડે છે. સોશ્યલ મીડિયા પર આ ઘટના ‘ધ કાશ્મીર ફાઈલ’ ફિલ્મ જોયા પછી સુરતમાં હિન્દૂ-મુસ્લિમ વચ્ચે થયેલ હિંસા હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

આ પણ વાંચો :- કાશ્મીર ફાઈલ ફિલ્મને લઇ સોશ્યલ મીડિયા પર ફેલાયેલ અંશે ભ્રામક ખબરો જાણવા અહીંયા ક્લિક કરો
Fact Check / Verification
સુરતમાં ‘ધ કાશ્મીર ફાઈલ’ ફિલ્મ જોયા પછી હિન્દૂ-મુસ્લિમ વચ્ચે હિંસાના બનાવ બન્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ અંગે ગુગલ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન news18, deshimoj અને BKB ગુજરાતી ન્યૂઝ દ્વારા 21 માર્ચના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે.

અહેવાલ અનુસાર, સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક દુકાનદાર પાસેથી અસામાજિક તત્વો દ્વારા હપ્તાની રકમની માગણી કરવામાં આવી હતી, પરંતુ દુકાનદારે આ હપ્તાની રકમની માંગણીનો વિરોધ કરતાં આ અસામાજિક તત્વો દ્વારા દુકાનદાર પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો.
સુરતમાં બનેલ આ ઘટના અંગે સલાબતપુરા પોલીસ સ્ટેશનના PI તેમજ સુરત કમિશ્નર અજય તોમર સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે, સોશ્યલ મીડિયા પર વાયરલ CCTV ફૂટેજ ભ્રામક સાંપ્રદાયિક રંગ સાથે ફેલાવવામાં આવી રહી છે. આ ઘટના જૂની અદાવતના કારણે બનવા પામી હતી, જેમાં બન્ને પક્ષે હિન્દૂ-મુસ્લિમ યુવકો એક સાથે જોડાયેલા છે. હાલ આ તમામ આરોપીઓ ને જ્યુડીશ્યલ કસ્ટડીમાં લાજપોર જેલ ખાતે રાખવામાં આવેલ છે.
Conclusion
સુરતમાં ‘ધ કાશ્મીર ફાઈલ’ ફિલ્મ જોયા પછી હિન્દૂ-મુસ્લિમ વચ્ચે હિંસાના બનાવ બન્યા હોવાના ભ્રામક દાવા સાથે CCTV ફૂટેજ વાયરલ કરવામાં આવેલ છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં અંગત અદાવતના કારણે થયેલ ઝગડાના વિડિઓને સાંપ્રદાયિક રંગ આપીને સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલ છે. વાયરલ ઘટનામાં કોઈપણ હિન્દૂ-મુસ્લિમ રંગ ના હોવાની સ્પષ્ટતા સુરત કમિશ્નર દ્વારા પણ કરવામાં આવેલ છે.
Result :- False Context / Missing Context
Our Source
News Reports of news18
Telephonic Conversation With Surat Commissioner
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044