Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
RBI દ્વારા હવે ચલણી નોટો પર હવે મહાત્મા ગાંધીની સાથે રવીન્દ્રનાથ ટાગોર અને એપીજે અબ્દુલ કલામની તસ્વીર પણ જોવા મળી શકે છે. નોંધનીય છે કે આ ખબર RBI દ્વારા જાહેર કરવામાં આવી હોવાના દાવા સાથે કેટલાક ગુજરાતી ન્યુઝ સંસ્થાન દ્વારા આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવેલ છે.
ફેસબુક પર ન્યુઝ સંસ્થાન Zee 24 Kalak, Gujarat Live Tv, Gujarat Page તેમજ અન્ય યુઝર્સ દ્વારા “ભારતીય રિઝર્વ બેંક કરવા જઈ રહી છે નોટોમાં મોટા ફેરફાર! નોટો પર જોવા મળશે આ નેતાઓના ફોટા” હેડલાઈન સાથે અહેવાલ પ્રકાશિત કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે આ ખબર Newindianexpress દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવેલ છે.
RBI દ્વારા હવે ચલણી નોટો પર હવે મહાત્મા ગાંધીની સાથે રવીન્દ્રનાથ ટાગોર અને અને એપીજે અબ્દુલ કલામની તસ્વીર પણ જાહેર કરવાની હોવાના દાવા અંગે RBIની ઓફિશ્યલ વેબસાઈટ પર 6 જૂન 2022ના પ્રકાશિત કરવામાં આવેલ પ્રેસ રિલીઝ જોવા મળે છે. જે અનુસાર, રિઝર્વ બેન્ક દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે વાયરલ માહિતી તદ્દન ભ્રામક છે.
રિઝર્વ બેન્ક દ્વારા સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું કે મીડિયા અહેવાલો અનુસાર ભારતીય રિઝર્વ બેંક વર્તમાન ચલણ અને બૅન્કનોટમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે, અને મહાત્મા ગાંધીની તસ્વીર સાથે અન્ય લોકોની તસ્વીર પણ પ્રકાશિર કરશે. નોંધનીય છે કે આવી કોઈ પણ દરખાસ્ત રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલ નથી
ઉપરાંત, ટ્વીટર પર PIBFacheck દ્વારા પણ 6 જૂનના વર્તમાન ચલણી નોટમાં ફેરફાર થવાના અહેવાલ ભ્રામક હોવા અંગે કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. ટ્વીટર પોસ્ટ સાથે આપવામાં આવેલ માહિતી મુજબ, આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે હાલની ચલણી નોટોમાં કોઈ ફેરફાર નથી.
RBIના હવાલે વાયરલ થયેલ ભ્રામક દાવા અંગે Newschecker ઈંગ્લીશ ટિમના Pankaj Menon દ્વારા અહેવાલ પ્રકાશિત કરવાં આવેલ છે.
RBI દ્વારા હવે ચલણી નોટો પર હવે મહાત્મા ગાંધીની સાથે રવીન્દ્રનાથ ટાગોર અને અને એપીજે અબ્દુલ કલામની તસ્વીર પણ જાહેર કરવાની હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ વાયરલ થયેલ છે. ન્યુઝ સંસ્થાનો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ વર્તમાન ચલણી નોટમાં ફેરફાર થવાના અહેવાલ પર RBI દ્વારા પ્રેસ રિલીઝ મારફતે આ સમાચાર તદ્દન ભ્રામક હોવા અંગે સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
Our Source
Press Release By RBI on 6 June 2022
Tweet By PIB Factcheck on 6 June 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો
Dipalkumar Shah
June 5, 2025
Dipalkumar Shah
June 7, 2025
Dipalkumar Shah
January 31, 2025