Fact Check
ભારતીય ઇતિહાસનો કાળો દિવસ ભોપાલ ગેસ કાંડ

આજે 2 ડિસેમ્બર આજના દિવસે 1984માં થયેલી ભોપાલની ગેસ કાંડની જન્મતિથી કહી શકાય, ભારતીય ઇત્તિહાસાની દુર્ઘટનાઓમાં સૌથી કાળી યાદ સમાન છે. હજારો લોકોનો ભોગ લેનારી 1984માં થયેલી ભોપાલની ગેસ દુર્ઘટનાનો સમાવેશ 20મી સદીના વિશ્વના ”મહત્વપૂર્ણ ઔદ્યોગિક અકસ્માતો” ની યાદીમાં થયો છે. એક જ ઝટકે 25000થી વધુ લોકોને મોતનાં આગોશમાં સુવડાવી દેનાર અને સેંકડો લોકોને મરવાને વાંકે જીવવા વિવશ કરી આ દુર્ઘટનાનાં પીડિતો આજે પણ એ ભયાવહ રાતને યાદ કરીને કંપી ઉઠે છે, દુર્ઘટનાનાં જવાબદાર એવા 8આરોપી અધિકારીઓને નામદાર કોર્ટે દોષિત તો ઠેરવ્યા પરંતુ તેમને માત્ર બે-બે વર્ષની સજા સંભળાવી છે.
વાર્ષિક કેટલા લોકો ઝેરી ગેસના કારણે મૃત્યુ પામે છે? :-
સંયુક્ત રાષ્ટ્રસંઘના અહેવાલમાં ઉમેરાયું છે કે વર્ષે 27.8 લાખ કામદારો વ્યાવસાયિક અકસ્માતો અને નોકરી સંબંધી બીમારીઓના લીધે મૃત્યુ પામે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની લેબર એજન્સી આંતરરાષ્ટ્રીય શ્રમિક સંગઠન (ILO) એ ઉપરોક્ત અહેવાલ રજૂ કરતા જણાવ્યું છે કે 1984માં મધ્યપ્રદેશના પાટનગર ભોપાલ ખાતે આવેલા અમેરિકી કંપની યુનિયન કાર્બાઇડના પેસ્ટિસાઇડ પ્લાન્ટમાં છૂટેલા 30 ટન મિથાઇલ આઇસોસાયનેટ ગેસથી, કંપનીના કામદારો અને આસપાસ વસતા લોકો મળી 6 લાખથી વધુ માનવીઓને વિપરિત અસર થઇ હતી.
શું છે મેથાઇલ આઇસોસાયનેટ? :-
એવો અંદાજ છે કે યુનિયન કાર્બાઇડ ફેક્ટરીમાંથી લગભગ 40 ટન મેથાઇલ આઇસોસાયનેટ (MIC) ગેસ અને અન્ય રસાયણો લીક થયા છે. મેથિલ આઇસોસાયનેટ ખૂબ ઝેરી છે અને જો હવામાં તેની સાંદ્રતા 21 પીપીએમને સ્પર્શે તો તે ગેસને શ્વાસમાં લેવાથી થોડીવારમાં મૃત્યુનું કારણ બની શકે છે. ભોપાલમાં આ સ્તર અનેકગણું વધારે હતું.
લોકો કઈ રીતે પિડાઈ રહ્યા છે? :-
સરકારી આંકડા પ્રમાણે આ દુર્ઘટનામાં આટલા વર્ષોમાં 25,૦૦૦થી વધુ લોકોના મોત થયા છે. ઝેરી પદાર્થોના અવશેષોથી જીવતા રહેલા હજારો લોકો અને એમના વારસદારોને અવનવી બીમારીઓ લાગુ પડી છે, શરીરના આંતરિક અંગોને નુકસાન થયું છે. વર્ષ 1919 બાદ અન્ય નવ મોટી ઔધોગિક દુર્ઘટનામાં ચેર્નોબિલ, ફૂકુશિમા પરમાણુ દુર્ઘટના સાથે રાણા પ્લાઝા ઇમારત પડવાની ઘટના સામેલ છે. આ ઘટનાઓની અસર ઝેરી કણો હાલમાં પણ છે અને હજારો પીડિત તથા તેમની આગામી પેઢી શ્વાસ સંબંધિત બીમારીઓથી પીડાઇ રહી છે. એક રિપોર્ટ પ્રમાણે 1919 બાદ ભોપાલ દુર્ઘટના દુનિયાની સૌથી મોટી ઔધોગિક દુર્ઘટનામાંની એક છે. ૨૫ વર્ષનાં લાંબા ગાળા બાદ આ દુઃખદાયક દુર્ઘટનાનો ફેંસલો આવ્યો છે, દુર્ઘટના સમયે જે બાળકો પેદા થયા હતા તે યુવાન થઈ ગયા છે અને તેમના લગ્ન પણ થઈ ચુક્યા છે. પરંતુ તેઓ હજુ પણ થોડા અંશે આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
આરોપીને શું સજા મળી અને શું તે વ્યાજબી છે? :-
ભોપાલ ગેસ કાંડનાં ફેસલાએ આપણી વ્યવસ્થા પર એક મોટો પ્રશ્ર્નાર્થ મુકી દીધો હતો, આશ્ર્ચર્યની વાત તો એ છે કે 8 આરોપીને માત્ર 25૦૦૦રૂપિયાનાં જામીન મળી ગયા હતા, એટલેકે મારનારાની સંખ્યા અને જામીનની રકમનો હીસ્સાબા કરતા એક મોત દીઠ હજાર રપિયા???!!!!… આ જોઈ આ ઘટનાનાં પિડીતોએ ઉંડો નિસાસો નાખ્યો હશે, તેમના ઝ્ખ્મો પર જાણે મીઠુ ભભરાવાવ્યુ હશે તેવુ તેમને લાગ્યુ હશે, અદાલતની બહાર પિડીતોએ જે રીતે પોતાની વેદના વ્યક્ત કરી હતી અને દેખાવો કર્યા હતા, તેના પરથી સ્પષ્ટ તરી આવ્યું હતું કે જનતામાં આ કાંડ પ્રત્યે જવાબદાર લોકો માટે ભારોભાર રોષ અને ધિક્ક્કારની લાગણી હતી.
સરકાર દ્વારા શું ઢીલ આપવામાં આવી હતી ? :-
આરોપીઓ કંપનીના જવાબદાર અધિકારીઓ હતા અને તેઓ ચાલાકીપુર્વક જવાબદારી છૂટી ગયા હતા, 25000નાં મોત બાદ સમ્રગ દેશ નહી પણ વિદેશમાં હાહાકાર મચી ગયો હતો, આ દુર્ધટનાનાં શિકાર એવા જે લોકો અપંગ અને લાચારી પુર્વક જીવન ગુજારે છે તેમની હાલત તો ધ્રુજારીજનક છે. ભોપાલ ગેસ કાંડનો મુખ્ય આરોપી અને વિદેશી નાગરીક વોરન એન્ડરસન ત્યારની સરકારમાં બહું વગ ધરાવતો હતો. આ જ કારણ સાથે વોરન એન્ડરસનને નિચલી અદાલતે દોષિત જાહેર કર્યો નથી પણ એવી જાહેરાત થઈ હતી કે વોરન એન્ડરસન સામે અલગથી કાર્યવાહી ચલાવવામાં આવશે. પરંતુ એન્ડરસન આજે પણ શાહી ઠાઠમાઠથી જીવન જીવે છે અને આ દુર્ઘટનામાં પોતે જરાપણ જવાબદાર નથી એવો આત્મસંતોષ રાખીને બેઠો હતો. નોંધનીય છે કે 29 સપ્ટેમ્બર 2014ના રોજ શારીરિક બિમારીના કારણે તેનું મૃત્યુ થાય છે.