Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ભારત સરકાર યુરિયા ખાતરના ઉપયોગ પર પ્રતિબંધ કરવા જઈ રહી છે, સોશ્યલ મીડિયા પર ન્યુઝ પેપરના કટિંગ સાથે આ દાવો વાયરલ થયેલ છે. ફેસબુક પર “ખેતીમાં યુરિયા ખાતર ના ભયનકર પરીણામો જોવા મળ્યા બાદ યુરિયા બંધ કરવાની સરકાર ની વિચારણા” કેપશન સાથે નવજ્યોતિ ન્યુઝપેપર જયપુર દ્વારા આ ખબર પબ્લિશ કરવામાં આવેલ છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને યુરિયા ખાતરના ઉપયોગ ઘટાડવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

“ખેડૂત લક્ષી પ્રધાનમંત્રી કિસાન ટ્રેકટર યોજના 2020” કેપશન સાથે અન્ય એક દાવો સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ છે. આ યોજના હેઠળ ખેડૂતને 50% સબસીડી સાથે ટ્રેક્ટર ખરીદવા માટે સરકાર દ્વારા સહાય કરવામાં આવશે. flipgamingblog પર ટ્રેક્ટર ખરીદવા અંગે માહિતી તેમજ યોજના અંગે માહિતી પબ્લિશ કરવામાં આવેલ છે.
ખેડૂતનો લગતા આ બન્ને વાયરલ દાવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા, PIBFactCheck દ્વારા યુરિયા ખાતરના ઉપયોગ પર પ્રતિબંધ થવાના વાયરલ દાવો તદ્દન ભ્રામક હોવાની માહિતી આપવામાં આવી છે. ટ્વીટર પર વાયરલ થયેલ દાવો તદ્દન ભ્રામક છે, ભારત સરકાર દ્વારા આ પ્રકારે કોઈ નિર્ણય લેવાયો નથી.

ત્યારબાદ પ્રધાનમંત્રી કિસાન ટ્રેકટર યોજનાથી વાયરલ થયેલ દાવા પર સર્ચ કરતા, PIBFactCheck દ્વારા વાયરલ દાવા પર કરાયેલ ફેકટચેક જોવા મળે છે. જે મુજબ કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારે કોઈ યોજના જાહેર કરાયેલ નથી, પ્રધાનમંત્રી કિસાન ટ્રેકટર યોજના એક ભ્રામક દાવો છે. તેમજ વાયરલ દાવા પર કેટલાક ન્યુઝ સંસ્થાનો દ્વારા પણ આ માહિતી ભ્રામક હોવાની ખબર પ્રકાશિત કરવામાં આવેલ છે.

વાયરલ દાવા પર મળતા પરિણામ પરથી બન્ને દાવા ભ્રામક સાબિત થાય છે, PIBFactCheck દ્વારા પ્રધાનમંત્રી કિસાન ટ્રેકટર યોજના અને યુરિયા ખાતરના ઉપયોગ પર પ્રતિબંધ થવાના વાયરલ દાવા ભ્રામક હોવાની માહિતી આપેલ છે. ભારત સરકાર દ્વારા આ પ્રકારે કોઈપણ યોજના કે યુરિયા ખાતર પર કોઈ નિયમ લાગુ કરવામાં આવેલ નથી.
PIBFactCheck : https://twitter.com/PIBFactCheck/status/1294608052717383680
https://twitter.com/PIBFactCheck/status/1293492939729952768
gstv : https://www.gstv.in/fact-check-government-give-tractor-farmer-gujarati-news/
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
September 13, 2020
Prathmesh Khunt
October 1, 2020
Prathmesh Khunt
April 8, 2021