ક્લેમ :-
નડિયાદમાં મુસ્લિમ પોલીસની સામે થઇને મારે છે. જેટલો થાય તેટલો વિડિયો વધારે લોકો ને મોકલો
વેરિફિકેશન :-
સોશિયલ મીડિયા પર બે વિડિઓ વાયરલ કરવામાં આવ્યા છે, જેમાં લોકડાઉનને લઇ પોલીસ સાથે બે યુવક મારામારી કરી રહ્યા છે. તેમજ બીજા વાયરલ વિડિઓમાં લોકોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરી તેમને દોડાવતા હોવાનો વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે. આ બન્ને વિડિઓ સાથે કેપશન આપવામાં આવ્યુ છે ‘નડિયાદ માં મુસ્લિમ પોલીસ ની સામે થઇ ને મારે છે. જેટલો થાય તેટલો વિડિયો વધારે લોકો ને મોકલો’ આ દાવા મુજબ આ ઘટના ગુજરાતના નડિયાદમાં બનેલ છે.
આ વાયરલ દાવાનું સત્ય જાણવા માટે સૌપ્રથમ વિડિઓને સ્ક્રીન શોટને ગુગલ રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા જે બન્ને યુવક પોલીસને માર મારી રહી છે તેના વિષે રિપોર્ટ આપતો આર્ટિકલ મળી આવે છે. timesnownews દ્વારા આ મુદ્દે આર્ટિકલ પબ્લિશ કરવામાં આવ્યો છે, જે મુજબ આ ઘટના તેલંગણાની હોવાનું સામે આવ્યું છે. ઘટનાની વિગત અનુસાર લોકડાઉન દરમિયાન બહાર નીકળતા પોલીસ દ્વારા અટકાયત કરાતા યુવક અને પોલીસ વચ્ચે બોલાચાલી થઇ અને ત્યારબાદ મારામારી થઈ છે. પોલીસે આ બન્ને યુવક સામે ધારા 188 અને 323 મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારબાદ બીજા વાયરલ વિડિઓમાં લોકોના ટોળા દ્વારા પોલીસ પર પથ્થરમારો કરી તેમને ભગાડવામાં આવ્યા હોવાના દર્શ્યો જોવા મળે છે. આ વિડિઓને ધ્યાનપૂર્વક જોતા જોવા મળે છે કે આ ઘટના CAA અને NRC વિરોધ સમયે અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં બનેલ છે. જેને હાલ કોરોના લોકડાઉનના કારણે થઇ હોવાના સાથે જ નડિયાદમાં બનેલ હોવાના દાવા સાથે વાયરલ કરવામાં આવી છે.
આ વાયરલ વિડિઓ પર TV9 ગુજરાતી દ્વારા ન્યુઝ રિપોર્ટ આપતો ન્યુઝ બુલેટિન યુટ્યુબ પર મળી આવે છે. આ ઉપરાંત timesofindia દ્વારા શાહઆલમમાં બનેલ ઘટના પર ન્યુઝ રિપોર્ટ પબ્લિશ કરવામાં આવ્યો છે, તેમજ ટ્વીટ પણ મળી આવે છે જેમાં આ વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો છે. જે પરથી સાબિત થાય છે કે વાયરલ વિડિઓને નડિયાદનો હોવાના ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ટ્વીટર પર ખેડા જિલ્લાના SP દ્વારા પણ આ વાયરલ વિડિઓને લઇ ખુલાસો આપતી ટ્વીટ કરવામાં આવી છે, જેમાં તેઓએ કહ્યું છે કે આ ઘટના નડિયાદની નથી તેમજ આ ફેક ન્યુઝ ફેલાવનાર પર કાયદેસરના પગલાં લેવામાં આવશે.
વાયરલ વિડિઓને લઇ મળતા તમામ પરિણામ પરથી સાબિત થાય છે કે આ ઘટના ખોટા અને ભ્રામક દાવા સાથે નડિયાદની હોવાનું બતાવવામાં આવી છે. જયારે ખરેખર એક વિડિઓ તેલંગણા અને બીજો વિડિઓ અમદવાદના શાહઆલમ વિસ્તારની હોવાનું સામે આવ્યું છે, જેને હાલ કોરોના લોકડાઉનના નામે વાયરલ કરવામાં આવી રહી છે.
SOURCE :-
GOOGLE IMAGES SEARCH
NEWS REPORTS
TWITTER SEARCH
FACEBOOK SEARCH
YOUTUBE SEARCH
પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING)