Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
વિજય રૂપાણી, જીતુ વાઘાણી, ડે.સીએમ નીતિન પટેલ, નરહરિ અમીન વગેરે નેતાઓ એક સાથે ઉભા રહી માસ્ક પહેર્યા વગર ફોટો પડાવી રહ્યા છે. તેમજ પોલિટિકલ મિટિંગ ગોઠવી રહ્યા છે. વગેરે દાવા સાથે સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ કરવામાં આવી છે. વાયરલ તસ્વીર “જનતા પાસેથી દંડ ના નામે કરોડો રૂપિયા લૂંટીને પોતાના ઘર ભરનાર નેતાઓ જાતે જ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ વગર ફોટો પડાવી રહ્યા છે.. !! શું દંડ ભરશે કે નિયમો માત્ર જનતાને લૂંટવા માટે જ બનાવ્યા છે” કેપ્શન સાથે પોસ્ટ કરવામાં આવી છે.
વાયરલ તસ્વીર રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા ટ્વીટર પર આઈ.કે.જાડેજા તેમજ જયેશ રાદડિયા દ્વારા 19 2020 જૂનના અભયભાઈ ભારદ્વાજ, શ્રી રમીલાબેન બારા અને શ્રી નરહરિભાઈ અમીન ને રાજ્યસભાની ચૂંટણીમાં વિજય મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપતી ટ્વીટ કરવામાં છે.
ત્યારબાદ કેટલાક કીવર્ડ સાથે ગુજરાતમાં થોડા સમય આગાઉ ચૂંટણી પર સર્ચ કરતા 18 માર્ચ 2020ના રોજ દિવ્યભાસ્કર દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે, જે મુજબ 18 માર્ચ ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ હતી અને 26 માર્ચના મતદાન યોજાશે.
વધુ તપાસ કરતા 13 માર્ચ 2020ના રોજ ગુજરાત સમાચાર અને સંદેશ ન્યુઝ દ્વારા પબ્લિશ કરાયેલ ન્યુઝ જોવા મળે છે, જે મુજબ અભય ભારદ્વાજ-રમીલાબહેન બારા, નરહરિ અમીને 13 માર્ચના રોજ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જે પ્રસંગે વિજય રૂપાણી, નીતિન પટેલ અને જીતુ વાઘાણી જેવા દિગ્ગ્જ હાજર હતા.
વાયરલ પોસ્ટ પર મળતા પરિણામ સાબિત કરે છે, આ તસ્વીર 12 માર્ચ 2020ના રોજ લેવામાં આવી છે. તસ્વીર ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવતા સમયની છે. જેને હાલ સોશ્યલ મીડિયા પર માસ્ક પહેર્યા વગર નેતાઓ એકઠા થયા હોવાના દાવા સાથે વાયરલ કરવામાં આવી છે. તેમજ નોંધનીય બાબત છે કે લોકડાઉન 24 માર્ચના રોજ લાગુ કરવામાં આવ્યું હતું, જે બાદ ફરજીયાત માસ્ક પહેરવાનો નિયમ પણ બનવવામાં આવ્યો છે. લોકડાઉન બાદ 19 જૂનના ચૂંટણીનું પરિણામ આવતા કેટલાક યુઝર્સ દ્વારા આ તસ્વીર સાથે અભિનંદન પાઠવતી પોસ્ટ કરવામાં આવી હતી, જેના પરથી સોશ્યલ મીડિયા પર આ દાવો વાયરલ કરવામાં આવ્યો છે અને જે તદ્દન ભ્રામક છે.
source :-
facebook
twitter
news reports
keyword search
પરિણામ :- ભ્રામક દાવો (Misleading)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Dipalkumar Shah
June 17, 2025
Prathmesh Khunt
April 27, 2023
Prathmesh Khunt
January 4, 2022