સિંઘુ બોર્ડર પર કિસાન આંદોલન હજુ પણ યથાવત છે, હાલ દિલ્હીમાં વરસાદ પણ શરૂ થયો છે. ત્યારે ઠંડી અને વરસાદના માહોલમાં પણ આંદોલનકારીઓ રસ્તા પર બેઠા છે. ત્યારે આજે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, કોઈ વૃદ્ધ વ્યક્તિ અચાનક પડતાં જોઇ શકાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો સિંઘુ બોર્ડરનો છે. જ્યાં નવા કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનમાં સામેલ એક ખેડૂતનું અચાનક મોત નીપજ્યું હતું.
Factcheck / Verification
સિંઘુ બોર્ડર પર છેલ્લા એક મહિનાથી ખેડુતો દ્વારા નવા કૃષિ કાયદા સામે વિરોધ પ્રદર્શન ચાલુ છે. આ સમય દરમિયાન, ઘણા બનાવટી સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા છે. ત્યારે એક વૃદ્ધ વ્યક્તિ જમીન પર પડવાનો વીડિયો ઇન્ટરનેટ પર શેર કરવામાં આવી રહ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે સિંઘુ સરહદ પર બીજા ખેડૂતનું મોત નીપજ્યું છે.
અમે વાયરલ દાવાની સત્યતા જાણવા તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન, અમારી ટીમના પંજાબી ભાષાના સહયોગી શામિંદર સાથે વાત કરતા જાણવા. મળે છે કે વાયરલ થયેલા વીડિયોમાં દેખાઈ રહેલ વૃદ્ધ વ્યક્તિ સલામત છે. આ મુદ્દે તેઓએ ફેસબુક પોસ્ટની લિંક પણ શેર કરી હતી જ્યાં એક વ્યક્તિ દ્વારા માહિતી આપવામાં આવી રહી છે કે, વાયરલ વીડિયોમાં બેભાન વૃદ્ધ વ્યક્તિ અત્યારે સલામત છે. વૃદ્ધ વ્યક્તિનું નામ ઇકબાલ સિંહ છે.
આ કેસ વિશે સચોટ માહિતી માટે અમે પત્રકાર ગગનનો પણ ફોન પર સંપર્ક કર્યો હતો. વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે વાયરલ દાવા ખોટો છે. જે વૃદ્ધ વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેનું નામ ઇકબાલ સિંહ છે, જે ઓછી બીપીને કારણે બેભાન થયા હતા. ગગનદીપે જણાવ્યું હતું કે હવે વૃદ્ધ વ્યક્તિ સલામત છે અને તેઓને હાલ તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે.
Conclusion
વાયરલ વીડિયોની તપાસ દરમિયાન ઉપરોક્ત તથ્યો બહાર આવ્યાં કે વૃદ્ધ વ્યક્તિ કે જેમનુ મૃત્યુ થયું હોવાનો દાવો કરવામાં આવે છે તે હકીકતમાં સલામત છે. તે ફક્ત બ્લડ પ્રેશરની તફ્લીક હોવાને કારણે બેભાન થયા હતા.
Result :- Misleading
Our Source
soundcloud
facebook
Gagandeep Singh
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044)