દેશની રાજધાની દિલ્હીની સરહદે છેલ્લા 25 દિવસથી ખેડૂતો કેન્દ્ર સરકારના નવા ત્રણ કૃષિકાયદાની વિરુદ્ધમાં આંદોલન કરી રહ્યા છે.દિલ્હીની સરહદો પર હજારોની સંખ્યામાં ખેડૂતો કૃષિકાયદા રદ કરવાની માગને લઈને અડગ છે. તો દેશનાં અન્ય સ્થળોએ પણ નાનાંમોટાં વિરોધપ્રદર્શનો સમયાંતરે ચાલી રહ્યાં છે.
કેન્દ્ર સરકાર ખેડૂતોને નવા કાયદા અંગે સમજણ આપવા માટે વિવિધ માધ્યમોનો ઉપયોગ કરી રહી છે. ખેડૂતોની ત્રણ નવા કૃષિદાયદા રદ કરવાની માગ છે, તો સામે પક્ષે સરકાર તરફથી કહેવામાં આવે છે કે આ કાયદાઓ ખેડૂતોના હિતમાં છે. અને સરકારનું કહેવું છે કે કૃષિબિલમાં લઘુતમ સમર્થન મૂલ્ય (એમએસપી) અને અનાજ-યાર્ડની વ્યવસ્થા ખતમ કરવામાં આવી રહી નથી, પરંતુ ખેડૂતોને સરકાર વિકલ્પ આપી રહી છે.
આ કાયદાઓ ખેડૂતોના ભલા માટે છે તેવું વડા પ્રધાન મોદી પણ અનેક વાર કહી ચૂક્યા છે. વડા પ્રધાને એમ પણ કહ્યું હતું નવા કાયદામાં અમારી સરકારે ખેડૂતોને સુરક્ષા આપવા માટે કાયદાકીય જોગવાઈઓ કરી છે.
ત્યારે સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઇ છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે “આંદોલન અંતર રાષ્ટ્રીય થઈ ગયું છે. જર્મનીમાં કિસાન ટ્રેક્ટર યાત્રા નીકળશે” ફેસબુક યુઝર ‘અમરેલી નો ખુંખાર ખેડૂત‘ એકાઉન્ટ પરથી આ સંખ્યાબંધ ટ્રેકટરોની તસ્વીર શેર કરવામાં આવેલ છે. નોંધનીય છે કે આ ફેસબુક એકાઉન્ટ પરથી ખેડૂત આંદોલન શરૂ થયા બાદ અનેક વખત ભ્રામક પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
હાલમાં 26 જાન્યુઆરીના દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહેલા કિસાનો દ્વારા ટ્રેકટર પરેડ કરવામાં આવી હતી. જેમાં કેટલાક હિંસાના બનાવો પણ બન્યા હતા. જે બાદ કિસાન આંદોલનને ફટકો પણ પડ્યો. પરંતુ કિસાન નેતા રાકેશ ટિકૈત દ્વારા આંદોલન ફરી ઉભું કરવામાં આવ્યું અને મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું.
સોશ્યલ મીડિયા પર એક વર્ગ કિસાનો ના સમર્થનમાં છે તો બીજો વર્ગ તેના વિરોધમાં ત્યારે આજે ફેસબુક પર જર્મનીના ખેડૂતો ભારતીય કિસાન આંદોલનના સપોર્ટમાં ટ્રેકટર રેલીનું આયોજન કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વાયરલ તસ્વીર જયારે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા independent નામની વેબસાઈટ પર નવેમ્બર 2019ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે.
આ અહેવાલ મુજબ જર્મની સરકારની કૃષિ નીતિઓના વિરોધમાં હજારો ખેડૂત બર્લિન ઉપર તેમના ટ્રેક્ટર સાથે, રાજધાનીના સીમાચિહ્ન બ્રાન્ડેનબર્ગ ગેટ પર ભેગા થયા છે અને ટ્રાફિક જામ કર્યો હતો.

આ ઘટના સંબંધિત વધુ માહિતી માટે કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા thelocal અને fwi નામની વેબસાઈટ પર પ્રકાશિત થયેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ જર્મન સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ નવી એન્વાયરમેન્ટલ પોલિસી બાદ ખેડૂતો વિરોધ કરવા લાગ્યા હતા. જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો એ ટ્રેકટરો સાથે બર્લિનમાં બ્રાંન્ડેનબર્ગ ગેટ નજીક ચક્કાજામ કર્યો હતો
આ ઉપરાંત ટ્વીટર પર બર્લિન ખેડૂત આંદોલન વિશે સર્ચ કરતા નવેમ્બર 2019ના એક જર્નાલિસ્ટ દ્વારા શેર કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે. જેમાં ટ્રેકટરો આવતા જોઈ શકાય છે. તેમજ એક અન્ય ટ્વીટર યુઝર દ્વારા પણ શેર કરવામાં આવેલ વિડિઓ પોસ્ટ જોવા મળે છે. જે સાબિત કરે છે કે વાયરલ તસ્વીર 2019માં બર્લિનમાં થયેલ ખેડૂત આંદોલનની છે.
Conclusion
ભારતીય કિસાન આંદોલન આંતરરાષ્ટ્રીય બની ગયું અને જર્મનીમાં ટ્રેકટર રેલી નીકળવાની હોવાના દાવા સાથે પોસ્ટ કરવામાં આવેલ તસ્વીર તદ્દન ભ્રામક છે. વાયરલ તસ્વીર બર્લિનમાં 2019માં સરકારની નવી પોલિસીના વિરોધમાં નીકળેલ રેલી છે. હાલમાં જર્મનીમાં કોઈપણ ટ્રેક્ટર રેલી કાઢવામાં આવેલ નથી. જર્મન સરકારના વિરોધમાં 2019માં થયેલ ટ્રેક્ટર રેલીની તસ્વીર ભારતીય કિસાન આંદોલન ના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result :- Misleading
Our Source
thelocal
fwi
independent
Twitter usre
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044)