Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
Claim :-
આયુષ મંત્રાલયમાં દવા પર રિસર્ચ અને નવી દવાની અપ્રુવલ આપનાર સાયન્ટિફિક પેનલના વૈજ્ઞાનિકોના નામ વાંચો: અસીમ ખાન, મુનાવર કાઝમી, ખાદીરૃન નિશા, મકબુલ અહમદ ખાન, આસિયા ખાનુમ, શગુપ્તા પરવીન, આ સાથે દાવો કરવામાં આવ્યો છે કે આ તમામ નામ પરથી જ આપણે જાણી શકીએ છીએ કે બાબા રામદેવ દ્વારા બનાવવામાં આવેલ દવા પર કેમ રોક લગાવવામાં આવી છે. સોશ્યલ મીડિયા પર અનેક યુઝર્સ દ્વારા આ પ્રકારે આયુષ મંત્રાલયના હવાલે પોસ્ટ કરવામાં આવી છે.
Fact check :-
વાયરલ દાવા પર તપાસ શરૂ કરતા, કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા Central Council for Research in Unani Medicine વેબસાઈટ પર રિસર્ચર અને સાયન્ટિસ્ટના નામ આપવામાં આવેલ છે. આ માહિતીના સ્ક્રીન શોટ સાથે વાયરલ પોસ્ટ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. આ સ્ક્રીનશોટમાં નામ અને તેમનો હોદ્દો બતાવવામાં આવ્યો છે.
જે બાદ Central Council for Research in Unani Medicine વેબસાઈટ પર આ લિસ્ટ જોવા મળે છે, જે મુજબ આ લિસ્ટમાં આપેલ નામ પ્રમાણે તમામ રિસર્ચર અને સાયન્ટિસ્ટ અલગ-અલગ શહેરમાં મુકવામાં આવેલ છે. તો આ પરથી સાબિત થાય છે કે વાયરલ દાવામાં આપવામાં આવેલ લિસ્ટ કોઈ એક ટિમ નથી, તેમજ કુલ 101 રિસર્ચર છે.
ત્યારબાદ કેટલાક અન્ય સર્ચ બાદ PIBFactCheck દ્વારા આ સંદર્ભે કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે, જે મુજબ આ વાયરલ પોસ્ટ એક ભ્રામક(ફેક) ન્યુઝ હોવાનું સાબિત કરવામાં આવ્યું છે. ઉપરાંત જણાવવામાં આવ્યું કે આયુષ મંત્રાલયમાં વૈજ્ઞાનિકોની આ પ્રકારે કોઈ પેનલ કાર્યરત નથી.
Conclusion :-
વાયરલ દાવા પર મળતા તમામ પરિણામ પરથી સોશ્યલ મીડિયા પર કરવામાં આવેલ દાવો તદ્દન ભ્રામક સાબિત થાય છે. બાબા રામદેવ દ્વારા બનાવવામાં આવેલ દવા પર રોક લગાવવામાં આ ડોકટરોનો હાથ નથી. તેમજ વાયરલ દાવામાં જે નામ લેવામાં આવ્યા છે, તે તમામ અલગ-અલગ શહેરોમાં પોતાની ફરજ પર છે. જે કોઈ એક પેનલ કે કોઈ ટિમ તરીકે કાર્યરત નથી.
source :-
facebook
twitter
keyword search
govt.website
પરિણામ :- ભ્રામક દાવો (Misleading)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.