WeeklyWrap : યુવાનોએ નગ્ન હાલતમાં જીતુ વાઘાણીના વિવાદિત નિવેદનનો વિરોધ કર્યો બીજી તરફ પેપર લીક,પરીક્ષા ચોરી, નકલી ડિગ્રી સર્ટિફિકેટ જેવા વાયરસથી શિક્ષણ વ્યવસ્થા ત્રસ્ત ટાઇટલ સાથે સોશ્યલ મીડિયા પોસ્ટ વાયરલ થયેલ છે. ત્યારે રામનવમીના દિવસે દેશના અનેક ભાગોમાં થયેલ કોમી હિંસા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ

યુવાનોએ નગ્ન હાલતમાં જીતુ વાઘાણીના વિવાદિત નિવેદનનો વિરોધ કર્યો હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ
જીતુ વાઘાણી દ્વારા આપવામાં આવેલા વિવાદિત નિવેદન બાદ સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા ઘટનાને વખોળતી અનેક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે, જ્યાં કેટલાક યુવાનો અર્ધ નગ્ન અવસ્થામાં ઉભેલા જોવા મળી રહ્યા છે. ફેસબુક પર “ગજબ નું વિરોધ પ્રદર્શન…હો..સરકારી અધિકારી પણ ખુરશી છોડી ને ભાગી ગયા” ટાઇટલ સાથે વાયરલ થયેલ તસ્વીર પર “જીતુ વાઘાણી માફી માંગે” લખાણ લખવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે વાયરલ પોસ્ટ સોશ્યલ મીડિયા પર આપ નેતા તેમજ અન્ય યુઝર્સ દ્વારા પણ શેર કરવામાં આવેલ છે.

દિલ્હીની વર્લ્ડ ક્લાસ મેડિકલ સુવિધા ટાઇટલ સાથે UP ખાતે બનેલ ઘટનાની તસ્વીર વાયરલ
સોશ્યલ મીડિયા પર ભાજપ કાર્યકરો દ્વારા જીતુ વાઘાણીનું સમર્થન કરતા “મારી શાળા, મારુ ગૌરવ” ટાઇટલ સાથે અનેક પોસ્ટ શેર કરવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા પર છેડાયેલ આ યુદ્ધમાં કેટલાક યુઝર્સ દિલ્હીની વર્લ્ડ ક્લાસ મેડિકલની હાલત દર્શાવતી અનેક પોસ્ટ શેર કરી રહ્યા છે, આ ક્રમમાં ફેસબુક પર “દિલ્લીની વલ્ડ ક્લાસ મેડિકલ સુવધાની વરવી વાસ્તવિકતા” ટાઇટલ સાથે એક તસ્વીર શેર કરવામાં આવી રહી છે.

ગુજરાતની કથળતી શિક્ષણ વ્યવસ્થા દર્શાવતી ભ્રામક તસ્વીર વાયરલ
ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ હોવાના નિવેદનો સાથે સોશ્યલ મીડિયા પર અનેક પોસ્ટ શેર કરવામાં આવેલ છે. આ ક્રમમાં આપ કાર્યકર્તાઓ તેમજ અન્ય યુઝર્સ દ્વારા ફેસબુક પર એક તસ્વીર શેર કરવામાં આવેલ છે. વાયરલ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે, “ક” કમળનો “ક”તો બરાબર ઘૂંટ્યો પણ “ક્ષ શિક્ષણનો “ક્ષ”એવું કોઈએ ભણાવ્યું નહિ !, પેપર લીક,પરીક્ષા ચોરી, નકલી ડિગ્રી સર્ટિફિકેટ જેવા વાયરસથી શિક્ષણ વ્યવસ્થા ત્રસ્ત છે.“

શું છત્તીસગઢની આ મસ્જિદમાં હિન્દુ સંગઠનના લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા છે?
રામનવમીના દિવસે થયેલા કોમી રમખાણોના સંદર્ભમાં ફેસબુક પર એક વીડિયો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે, કે છત્તીસગઢમાં હિન્દુ સંગઠનોના લોકો એક મસ્જિદમાં ઘૂસી ગયા અને જય શ્રી રામના નારા લગાવીને હંગામો મચાવ્યો. નોંધનીય છે કે વાયરલ પોસ્ટ ટ્વીટર પર AIMIM પાર્ટીના નેતા અકબરૂદ્દીન ઓવૈસી તેમજ અન્ય સામાજિક કાર્યકરો દ્વારા પણ શેર કરવામાં આવેલ છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044