અફઘાનિસ્તાનમાં તાલિબાની (Taliban) આતંકીઓએ લોકોની આઝાદી છીનવી લીધી અને દેશ પર સંપૂર્ણ કબજો કરી લીધો છે. આતંકીઓેએ ૧૫મી ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કરતા જ અફઘાનિસ્તાન સંપૂર્ણપણે તેના હાથમાં આવી ગયું છે. જ્યારે રાષ્ટ્રપતિ અશરફ ગની અફઘાનિસ્તાન છોડીને જતા રહ્યા છે. સોશ્યલ મીડિયા પર લોકો દેશ છોડીને ભાગી રહ્યા હોવાના ઘણા વિડિઓ જોવા મળ્યા છે, બીજી તરફ તાલિબાનીઓ શહેરની સરકારી ઓફિસો પર કબ્જો કરી લીધો છે.
ફેસબુક અને ટ્વીટર પર વાયરલ થયેલા અંશે વિડિઓમાં ઘણા ભ્રામક વિડિઓ પણ વાયરલ થયેલા છે. ન્યુઝ સંસ્થાન Online Patrakar દ્વારા ફેસબુક અને યુટયુબ પર “અફઘાનિસ્તાનની રાજધાની પર તાલિબાને કબ્જો કરતા અમેરિકી સેનાએ કર્યો હુમલો” કેપશન સાથે એક વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો છે. અહીંયા નોંધનીય વાત છે કે અમેરિકાએ (Taliban) તાલિબાનીઓના હુમલા બાદ અને રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડી ભાગી ગયા બાદ પોતાની આર્મીને પરત બોલાવી લીધી છે.
Fact Check / Verification
અફઘાનિસ્તાન પર તાલિબાનીઓ કબજો કરતા અમેરિકી સેનાએ હુમલો કર્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળે છે. જ્યાં યુટ્યુબ પર “IED Factories Destroyed By JDAMS” હેડલાઈન સાથે 2012માં પબ્લિશ કરવામાં આવેલ સમાન વિડિઓ મળી આવે છે.
આ પણ વાંચો :- યુપી બાદ સુરતમાં પણ મહિલા દ્વારા રસ્તા પર મારા-મારી કરવામાં આવી હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ
જયારે JDAMS દ્વારા બાલ્સટ કરવામાં આવ્યો હોવાની માહિતી પર ગુગલ સર્ચ કરતા dideo , military.com અને americanmilitarynews વેબસાઈટ પર વાયરલ વિડિઓ સાથે પ્રકાશિત થયેલ માહિતી જોવા મળે છે. જે મુજબ અમેરિકન આર્મી દ્વારા 2012માં IED ફેક્ટરી પર JDAMS મિસાઈલ બૉમ્બ ફેંકવામાં આવ્યો હતો. JDAMS એક નેવિગેશન મિસાઈલ સિસ્ટમ છે.

conclsuion
અમેરિકન આર્મી દ્વારા તાલિબાન પર હુમલો કરવામાં આવ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓ 2012માં US આર્મી દ્વારા કરવામાં આવેલ બૉમ્બ બાલ્સટ છે, જયારે હાલમાં અફઘાનિસ્તાન પર તાલિબાનીઓએ કબજો કરી લીધો છે અને અમેરિકન સરકારે પોતાની આર્મી પછી બોલાવી લીધી છે.
Result :- Misleading
Our Source
dideo ,
military.com
americanmilitarynews
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044