Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
ક્લેમ :-
મસ્જિદ માં નમાઝ પઠતા મીયાભાઈ ને પ્રસાદ આપવાનું ચાલુ
વેરિફિકેશન :-
સોશિયલ મીડિયા પર રક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં પોલીસ નમાઝ પઢતા લોકોને મારી રહી હોવાના દર્શ્યો આ વિડિઓમાં જોવા મળે છે. આ ઘટનાને હાલમાં કોરોના વાયરસને કારણે કરવામાં આવેલ દેશવ્યાપી લોકડાઉનના સંબંધમાં ફેલાવવામાં આવી છે.
આ વાયરલ વિડિઓની સત્યતા તપાસવા માટે અમે ગુગલ રિવર્સ ઇમેજ દ્વારા સર્ચ કરતા કેટલાક પરિણામો મળી આવે છે, જેમાં યુટ્યુબ પર પણ આ વિડિઓ ‘યાવતમલ પોલીસ લાઠી ચાર્જ’ના શિર્ષક હેઠળ આ વિડિઓ 1 મહિના પહેલા પબ્લિશ કરવામાં આવ્યો છે. (યાવતમલ મહારાષ્ટ્રનું એક શહેર છે)
ત્યારબાદ યુટ્યુબ પર આ મુદ્દે ન્યુઝ 18 દ્વારા આપવામાં આવેલ રિપોર્ટ જોવા મળે છે, જેમાં આ ઘટનાને CAA અને NRC મુદ્દે બહુજન મુક્તિ મોર્ચા દ્વારા કરવામાં આવેલ આંદોલન હિંસક બનતા પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત TOI દ્વારા પણ 30 જાન્યુઆરી 2020ના રોજ આ મુદ્દે આર્ટિકલ પબ્લિશ કરવામાં આવ્યો છે. જેના જણાવ્યા મુજબ આ ઘટનામાં CAA અને NRC કારણે યાવતમલ બંધ રાખવાનું આંદોલન હતું પરંતુ કેટલાક વેપારીઓ આ આંદોલનમાં જોડાયા ન હતા, જેથી તેમને બળજબરી પૂર્વક બંધ કરવા માટે આ આંદોલન હિંસક બન્યું હતું, જે બાદ પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો.
વાયરલ વિડિઓને લઇ મળતા તમામ પરિણામો પરથી સાબિત થાય છે કે આ ઘટના યાવતમલ શહેરની છે, તેમજ આ ઘટના કોરોના વાયરસના કારણે નહીં પરંતુ CAA અને NRC વિરોધના કારણે બનેલ છે. જેને હાલના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી છે.
TOOLS :-
GOOGLE KEYWORD SEARCH
GOOGLE IMAGES SEARCH
FACEBOOK SEARCH
YOUTUBE SEARCH
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.