‘રાજસ્થાનમાં દરરોજ રાત્રે સિરીહોલીની ગામમાં એક દિપડો તેના પરિવાર સાથે આવે છે અને પીપળેશ્વર મંદિરના પૂજારી (પુજારી) સાથે સૂઈ જાય છે.’ આ દાવા સાથે યુઝર્સ દ્વારા વિડિઓ ફેસબુક પર શેર કરવામાં આવ્યો છે. આ વિડિઓ પોસ્ટ Rajkot Live News દ્વારા રાજેસ્થાનના મંદિરમાં પૂજારી સાથે સુવા આવતા દિપડાની માહિતી સાથે શેર કરવામાં આવેલ છે.
Factcheck :-
રાજેસ્થાનના મંદિરની આ ઘટના હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ટ્વીટર યુઝર્સ Parveen Kaswan, IFS દ્વારા જૂન 2020માં શેર કરવામાં આવેલ સમાન વિડિઓ પોસ્ટ જોવા મળે છે. જેના કેપશનમાં લખવામાં આવ્યું છે, ‘તો શું એક # ચિત્તા પસંદ કરે છે. સખત કોંક્રિટ અથવા ગરમ કાપડ. વીસી ડોલ્ફ સી વોલ્કર’ આ વિડિઓ પરથી જાણવા મળે છે, વાયરલ વિડિઓમાં દેખાઈ રહેલ પ્રાણી દિપડો નહીં પરંતુ ચિત્તો છે.
જયારે Dolph C. Volker વિશે વધુ સર્ચ કરતા તેમના ટ્વીટર અને ફેસબુક એકાઉન્ટ પરથી જાણવા મળે છે, તેઓ એક animal advocate with a Zoologyના સ્નાતક છે. તેમજ તેમના એકાઉન્ટ પર ચિત્તા સાથે અન્ય ઘણા વિડિઓ જોવા મળે છે. જયારે ટ્વીટર પર 3 સપ્ટેમ્બર 2018માં પોસ્ટ કરેલ ટ્વીટ જોવા મળે છે, જેમાં તેમણે એક યુટ્યુબ વિડિઓ લિંક શેર કરતા સાથે “ચિત્તા સાથે બ્લેન્કેટમાં રહેવાનું” કેપશન સાથે ટ્વીટ કરેલ છે.
Dolph C. Volker દ્વારા શેર કરવામાં યુટ્યુબ વિડિઓમાં તેઓ ચિત્તાઓ સાથે આખી રાત સુતા હતા, અને તેમના અનુભવ શેર કરી રહ્યા છે. જયારે રાજેસ્થાનના એક મંદિરમાં પૂજારી સાથે દીપડા સુતા હોવાના દાવો અહીંયા ભ્રામક સાબિત થાય છે. વાયરલ વિડિઓ Dolph C. Volkerના યુટ્યુબ વિડિઓ માંથી શેર કરવામાં આવેલ એક પાર્ટ છે.
Conclusion :-
રાજસ્થાનમાં દરરોજ રાત્રે સિરીહોલીની ગામમાં એક દિપડો તેના પરિવાર સાથે આવે છે અને પીપળેશ્વર મંદિરના પૂજારી સાથે સુતા હોવાનો દાવો ભ્રામક છે. વાયરલ વિડિઓમાં દેખાઈ રહેલ વ્યક્તિ વીસી ડોલ્ફ સી વોલ્કર નામના પ્રાણીશાસ્ત્રના સ્નાતક છે, તેઓ ચિત્તાઓ સાથે કેટલાક વિડિઓ બનાવી ચુક્યા છે, જે તેમની સોશ્યલ મીડિયા પ્રોફાઈલ પર જોઈ શકાય છે. તેમજ વાયરલ વિડિઓ Volker દ્વારા સપ્ટેમ્બર 2018ના શેર કરવામાં આવ્યો હતો.
Result :- False
Our Source
Dolph C. Volker
Parveen Kaswan, IFS
Google Search
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044)