Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim – કેરળના કાસરગોડમાં ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)ના કાર્યાલયના ઉદ્ઘાટનની ઉજવણી વેળા મુસ્લિમોએ પાકિસ્તાની ક્રિકેટ ટીમની જર્સી પહેર્યાનો વાઇરલ વીડિયો.
Fact – મુસ્લિમોએ પાકિસ્તાન ક્રિકેટ ટીમની જર્સી નથી પહેરી. દાવો ખોટો છે.
કેરળના કાસરગોડમાં ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)ના કાર્યાલયના ઉદ્ઘાટનની ઉજવણી માટે મુસ્લિમો પાકિસ્તાની ક્રિકેટ ટીમની જર્સી પહેરી હોવાનો દાવો સોશિયલ મીડિયામાં જોવા મળ્યો છે.
ટ્વીટનું આર્કાઇવ વર્ઝન અહીં જોઈ શકાય છે.
ન્યૂઝચેકરે સૌથી પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની વેબસાઈટ જોઈ, જ્યાં તેમની જર્સી જોઈ શકાય છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની વેબસાઇટ પર પણ જોવા મળેલી જર્સીમાં ICC T20 વર્લ્ડ કપ, PCB અને ટીમ સ્પૉન્સર પેપ્સીનો લોગો છે. સરખામણી બતાવે છે કે, વાયરલ વીડિયોમાં કાર્યકરો દ્વારા પહેરવામાં આવતી જર્સી પાકિસ્તાનની ક્રિકેટ ટીમની જર્સી નથી.
ત્યારપછી અમે ફેસબૂક પર સંબંધિત કીવર્ડ સર્ચ કરી, જેના કારણે અમને 28 જૂન-2024ના રોજ એક પૅજ ‘પચાપડા અરંગડી’ દ્વારા અપલૉડ કરવામાં આવેલ વિડિયો જોવા મળ્યો અને તે વાઇરલ વીડિયો સાથે મૅચ થાય છે. જેનું ભાષાંતર “ગ્રીન આર્મી, અરંગડી’ ( કેરળના કાસરગોડનું એક સ્થળ) થાય છે. આ જ ફેસબુક પૅજ પર એક અન્ય વીડિયો છે જેમાં તમે જર્સી વધુ સ્પષ્ટ રીતે જોઈ શકો છો.
તમે જર્સીની પાછળ મલયાલમમાં લખેલા શબ્દો “પચાપડા અરંગડી” જોઈ શકો છો. જ્યારે આગળની બાજુએ અંગ્રેજીમાં “અરંગડી” લખેલું છે. જમણી બાજુએ, તમે IUMLની લીગ અને લૉગો જોઈ શકો છો. જ્યારે જમણી સ્લીવ પર IUML લખેલું છે અને ડાબી બાજુની સ્લીવ પર MYL (મુસ્લિમ યુથ લીગ) લખેલું છે. જે પુષ્ટિ કરે છે કે લોકોએ પાકિસ્તાની ક્રિકેટ ટીમની જર્સી પહેરી ન હતી.
દાવાની તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે વાઇરલ વીડિયોમાં પહેરેલી જર્સી પાકિસ્તાન ક્રિકેટ ટીમની જર્સી નથી. આથી દાવો ખોટો છે.
Sources
Report By India.com, Dated September 5, 2022
YouTube Video By The Deshbhakt, Dated September 5, 2022
Google Images
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044