Fact Check
ગૌતમ ગંભીર સાથે થયેલ લડાઈ બાદ કોહલી પત્ની અનુષ્કા સાથે દિલ્હીના પ્રખ્યાત મંદિર પહોંચ્યો હોવાના વિડીયોનું સત્ય
Claim: મેચ દરમિયાન ગૌતમ ગંભીર સાથે થયેલ લડાઈ બાદ કોહલી પત્ની અનુષ્કા સાથે દિલ્હીના પ્રખ્યાત મંદિર પહોંચ્યો હતો.
Fact : ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં હાર બાદ 4 માર્ચના કોહલી ઉજ્જૈન પહોંચ્યો હતો જે ઘટનાને હાલમાં ગૌતમ ગંભીર સાથે થયેલ લડાઈના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે..
1લી મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલોરે અને લખનઉ સુપરજાયન્ટ્સને હરાવ્યું હતું. મેચ દરમિયાન જીત-હારથી વધુ વિરાટ કોહલી, નવીન ઉલ હક અને ગૌતમ ગંભીર વચ્ચેની લડાઈ વધુ ચર્ચામાં હતી. સોશ્યલ મીડિયા પર ક્રિકેટ ફેન અનેક પ્રકારની પોસ્ટ શેર કરી રહ્યા હતા. આ ક્રમમાં ન્યુઝ ચેનલો વિરાટ અને અનુષ્કાની મંદિરમાં દર્શન કરવા ગયા હોવાની એક તસ્વીર શેર કરતા સાથે દાવો કરી રહ્યા છે કે “મેચ દરમિયાન ગૌતમ ગંભીર સાથે થયેલ લડાઈ બાદ કોહલી પત્ની અનુષ્કા સાથે દિલ્હીના પ્રખ્યાત મંદિર પહોંચ્યો હતો.”

ન્યુઝ સંસ્થાન Khabarchhe અને IamGujarat દ્વારા “ગંભીર સાથે મગજમારી કર્યા બાદ પત્ની અનુષ્કા સાથે મંદિર પહોંચ્યો કોહલી” હેડલાઈન સાથે આ ઘટના પર અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. જો..કે ન્યૂઝચેકરની તપાસમાં આ વિડીયો જૂનો હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : કર્ણાટક ચૂંટણીથી લઈને છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલા સુધી ફેલાયેલ અફવાઓ
Fact Check / Verification
મેચ દરમિયાન લડાઈ બાદ કોહલી પત્ની અનુષ્કા સાથે દિલ્હીના પ્રખ્યાત મંદિર પહોંચ્યો હોવાના દાવા સાથે પ્રકાશિત થયેલા અહેવાલ અંગે ગુગલ સર્ચ કરતા navbharattimes દ્વારા 4 મેંના રોજ પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો મંદિરમાં દર્શન કરવાનો જે વીડિયો અને ફોટો જૂનો છે. ઓસ્ટ્રેલિયા સાથે યોજાયેલ ટેસ્ટ સિરીઝ સમયે તેઓ મંદિરના દર્શન કરવામાં પહોંચ્યા હતા.

વાયરલ વિડીયોના કિફ્રેમ્સ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર ANI અને IndiaTV દ્વારા 4 માર્ચ 2023ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોવા મળે છે. જે મુજબ, ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં હાર બાદ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે ઉજ્જૈન પહોંચ્યો હતો અને સવારે મહાકાલના દર્શન કર્યા હતા.
અહીંયા આપણે ANI દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વિડીયો અને વાયરલ તસ્વીરની સરખામણી કરતા જોવા મળે છે કે વિરાટ કોહલીએ માથા પર ચંદનનો ટીકો કરેલો છે અને ગળામાં ફૂલોનો હાર પહેરેલો જોઈ શકાય છે.

આ ઉપરાંત એક ફેસબુક યુઝર કિશન કાંત દ્વારા પણ વિરાટ અનુષ્કાનો ઉજ્જૈન મહાકાલના દર્શનનો વિડીયો શેર કરવામાં આવેલ છે. જ્યાં વાયરલ દાવા સાથે શેર કરવામાં આવેલ તસ્વીરના દર્શ્યો પણ જોઈ શકાય છે. જે પરથી સ્પષ્ટ થાય છે કે વાયરલ તસ્વીર માર્ચ મહિનામાં ઉજ્જૈન મંદિર ખાતે લેવામાં આવેલ છે.

Conclusion
મેચ દરમિયાન ગૌતમ ગંભીર સાથે થયેલ લડાઈ બાદ કોહલી પત્ની અનુષ્કા સાથે દિલ્હીના પ્રખ્યાત મંદિર પહોંચ્યો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. વાયરલ થયેલ તસ્વીર ઉજ્જૈન મહાકાલ મનની ખાતે 4 માર્ચના લેવામાં આવેલ છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં હાર બાદ કોહલી ઉજ્જૈન પહોંચ્યો હતો જે ઘટનાને હાલમાં ગૌતમ આંભીર ગંભીર સાથે થયેલ લડાઈના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે..
Result : False
Our Source
Media Reports Of navbharattimes , on 4 MAY 2023
YouTube Video Of ANI , on 4 MAR 2023
YouTube Video Of IndiaTV , on 4 MAR 2023
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044