Authors
કથિત રીતે બિઝનેસ ટાયકૂન ગૌતમ અદાણીને દર્શાવતો એક વિડિયો જે “કોઈપણ નાણાકીય બજારમાં અસાધારણ સફળતા સુનિશ્ચિત કરતા બજારના વલણોની આગાહી કરવા” માટે “યુનિક AI આધારિત વિશ્લેષણ” નો ઉપયોગ કરે છે તે પ્લૅટફૉર્મની વિગતો આપી રહ્યા હોય તે વાઇરલ થયો છે. જોકે અમારી તપાસમાં વીડિયો ડીપફેક હોવાનું સાબિત થયું. ઉપરાંત સુરતમાં રેલ્વે ટ્રેક સાથે છેડખાનીની ઘટના સાંપ્રદાયિક પરિબળના દાવા સાથે વાઇરલ કરાઈ પરંતુ તપાસમાં તેમાં સાંપ્રદાયિક પરિબળ સામેલ નહીં હોવાનું પુરવાર થયું. આ સહિતની સપ્તાની ટોપ ફેક્ટ ચેક વાંચો.
ગૌતમ અદાણીનો રોકાણ માટેના પ્લૅટફૉર્મને પ્રમોટ કરતો વીડિયો ડીપફેક
કથિત રીતે બિઝનેસ ટાયકૂન ગૌતમ અદાણીને દર્શાવતો એક વિડિયો જે “કોઈપણ નાણાકીય બજારમાં અસાધારણ સફળતા સુનિશ્ચિત કરતા બજારના વલણોની આગાહી કરવા” માટે “યુનિક AI આધારિત વિશ્લેષણ” નો ઉપયોગ કરે છે તે પ્લૅટફૉર્મની વિગતો આપી રહ્યા હોય તે વાઇરલ થયો છે. જોકે, તપાસમાં તે વીડિયો ખરેખર ડીપફેક હોવાનું સાબિત થયું.
વધુ અહેવાલ અહીં વાંચો.
સુરતમાં રેલ્વે ટ્રેક સાથે છેડછાડની ઘટનામાં કોઈ સાંપ્રદાયિક પરિબળ સામેલ નથી
રેલ જેહાદના દાવા સાથે રેલ્વે ટ્રેકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે અને તે સુરતનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, રેલ્વે સ્ટેશનથી અમુક અંતરે રેલ્વે ટ્રેકની ઘણી ફીશ પ્લેટ અને કી-લૉક ખોલી કાઢવામાં આવ્યા હતા. જોકે તેમાં સાંપ્રદાયિક પરિબળ સામેલ નહોતું.
વધુ અહેવાલ અહીં વાંચો.
યુએસમાં રાહુલ ગાંધીની એન્ટ્રી પર પાક.નું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું? શું છે સત્ય
સોશિયલ મીડિયામાં અમેરિકાએ ભૂલથી રાહુલ ગાંધીને પાકિસ્તાની નેતા ગણી લેતા એક કાર્યક્રમમાં તેમના આગમન પર દેશનું રાષ્ટ્રગીત વગાડ્યું હોવાનો દાવો વાઇરલ છે. દાવો તપાસમાં ખોટો સાબિત થયો કેમ કે તે એક વ્યંગાત્મક અહેવાલ હતો.
વધુ અહેવાલ અહીં વાંચો.
તિરુપતિ લાડુ વિવાદને સાંકળીને પાકિસ્તાની કંપનીના કર્મચારીઓની યાદી સાંપ્રદાયિક દાવા સાથે વાઇરલ
સોશિયલ મીડિયામાં તિરુપતિ લાડુ વિવાદને સાંકળીને સ્ક્રિનશૉટ સોશિયલ વાઈરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવે છે કે, ઘીનું ઉત્પાદન કરતી કંપનીના ટોચના મૅનેજમેન્ટ જેમના નમૂનાઓમાં પશુ ચરબીના બીફ ટેલો અને લાર્ડની પુષ્ટિ કરવામાં આવી છે તે તમામ મુસ્લિમ છે. દાવો તપાસમાં ખોટો સાબિત થયો.
વધુ અહેવાલ અહીં વાંચો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044