આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડાનું રાજીનામુ, ખેડૂત આંદોલન દરમિયાન પોલીસકર્મી પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, Dy.CM નીતિન પટેલનો 2018નો સોમનાથ મંદિરમાં દાન અને ટ્રેકટરોમાં સ્ટીલના ટાયર લાગાવવામાં આવ્યા હોવાના ભ્રામક દાવાઓ પર કરવામાં આવેલ ફેક્ટ ચેક

કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડા રાજીનામુ આપી ખેડૂતો સાથે જોડાયા હોવાના ભ્રામક દાવાનું સત્ય
કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડા ખેડૂતોના સમર્થનમાં આવી કોંગ્રેસ માંથી રાજીનામુ આપ્યું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. દીપેન્દ્ર હુડા માત્ર ગાઝીપુર બોર્ડર ખાતે ખેડૂતો સાથે મુલાકાત કરવા ગયા હતા. જ્યાં તેઓ કિસાન નેતા રાકેશ ટિકૈત સાથે પણ મુલાકાત કરી હતી. આ સંદર્ભે દીપેન્દ્ર હુડા દ્વારા ટ્વીટર પર માહિતી શેર કરેલ છે, જેમાં તેમના રાજીનામાં અંગે કોઈપણ ઉલ્લેખ કરવામાં આવેલ નથી.

ખેડૂત આંદોલન દરમિયાન પોલીસકર્મી પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાંના ભ્રામક વિડિઓનું સત્ય
પોલીસકર્મીઓ દ્વારા નિદર્શનની વાયરલ ક્લિપની તપાસ દરમિયાન ઉપર જણાવેલ તથ્યોએ અમને બતાવ્યું કે તેનો ખેડૂત આંદોલન સાથે કોઈ સંબંધ નથી. ખરેખર આ વીડિયો સપ્ટેમ્બર 2020 માં ઝારખંડના રાંચીમાં મદદનીશ પોલીસકર્મીઓની હિલચાલનો છે.

BJP નેતા સ્વામી દ્વારા પેટ્રોલના ભાવ અંગે કરવામાં આવેલ ભ્રામક ટ્વીટનું સત્ય
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ખબર જેમાં ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પેટ્રોલના ભાવ અંગે ખોટો દાવો શેર કર્યો હોવાનું સાબિત થાય છે. તેમજ આ ભ્રામક સમાચાર કેટલાક લોકલ મીડિયા દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવ્યા છે.

Dy.CM નીતિન પટેલનો 2018નો સોમનાથ મંદિરમાં દાન માટે પોતાના પુત્રને રોકતા હોવાના ભ્રામક વિડિઓનું સત્ય
નાયબ મુખ્યમંત્રીના વાયરલ વિડિઓ અંગે મળતી મળતી માહિતી પરથી સ્પષ્ટ થાય છે કે દાન આપવાથી રોકવામાં આવ્યો હોવાનો વિડિઓ સત્ય છે. પરંતુ આ ખબર અધૂરી છે, વાયરલ વિડિઓ અંગે નીતિન પટેલ અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ છે. જે મુજબ નીતિન પટેલ દ્વારા સોમનાથ ટ્રસ્ટમાં દાનની રકમ જમા કરવવામાં આવી હતી, તેમજ ચાંદીનો બાજોટ પણ ભેટ આપવામાં આવ્યો હતો.

ટ્રેકટરોમાં સ્ટીલના ટાયર લાગાવવામાં આવ્યા હોવાના દાવા સાથે ખેડૂત આંદોલનના નામ પર ભ્રામક તસ્વીર વાયરલ
તપાસ દરમિયાન અમને ઉપરોક્ત તથ્યોથી જાણવા મળ્યું કે રબરના પૈડાં વિના ટ્રેકટરોની આ વાયરલ તસ્વીરો વર્તમાન ખેડૂત આંદોલનની નથી. શેર કરવામાં આવેલા ફોટોગ્રાફ્સ ઘણા વર્ષો જુના છે અને વર્તમાન ખેડૂત આંદોલન સાથે જોડીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવ્યા છે.
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)