આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસના કાર્યકરોએ મિયા ખલિફાના પોસ્ટરને કેક ખવડાવી, ખેડૂત આંદોલનમાં મફત દારૂ વિતરણ ચાલી રહ્યું,ફૌજી પુત્ર ફરજ પરથી સીધો દિલ્હી કિસાન પિતાને મળવા આવ્યો અને નીતિન ગડકરી ખેડૂતોના સમર્થનમાં આવ્યા હોવાના ભ્રામક દાવાઓ કરવામાં આવેલ TOP 5 ફેક્ટ ચેક

કોંગ્રેસના કાર્યકરોએ મિયા ખલિફાના પોસ્ટરને કેક ખવડાવી શુભેચ્છા પાઠવી હોવાના ભ્રામક દાવાનું સત્ય
કોંગ્રેસના કાર્યકરોએ મિયા ખલિફાને કેક ખવડાવી શુભેચ્છા પાઠાવવાનો આ ફોટો એડિટિંગ કરી લગાવવામાં આવ્યો છે અને વાસ્તવિક તસ્વીરમાં મિયા ખલીફાને બદલે રાહુલ ગાંધીની તસવીર છે. 2007માં દિલ્હી ખાતે કોંગ્રેસ કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીના પોસ્ટર સાથે તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી. જે તસ્વીર સાથે ચેડા કરી ભ્રામક રીતે ખેડૂત આંદોલનના સંદર્ભમાં શેર કરવામાં આવેલ છે.

ખેડૂત આંદોલનમાં મફત દારૂ વિતરણ ચાલી રહ્યું હોવાના ભ્રામક દાવાનું સત્ય
ખેડૂત આંદોલનમાં મફત દારૂ વિતરણ ચાલી રહ્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓ ફેસબુક પર એપ્રિલ 2020ના પોસ્ટ થયેલ જોવા મળે છે, જયારે ખેડૂત આંદોલનની શરૂઆત સપ્ટેમ્બર 2020માં થયેલ છે. નોંધનીય છે કે રાજ્યસભા અને લોકસભા માંથી આ કાયદો પણ સપ્ટેમ્બરમાં પાસ કરવામાં આવેલ છે.

ફૌજી પુત્ર ફરજ પરથી સીધો દિલ્હી કિસાન પિતાને મળવા આવ્યો હોવાના ભ્રામક દાવાનું સત્ય
દિલ્હી કિસાન આંદોલનમાં જોડાયેલ પિતાને મળવા ફૌજી પુત્ર ફરજ પરથી રજા લઇ સીધો દિલ્હી હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. પંજાબ કોંગ્રેસ તેમજ અન્ય સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ તસ્વીર લુધિયાણા બસ સ્ટેન્ડની છે. વાયરલ તસ્વીરને ખેડૂત આંદોલન અને દિલ્હી સાથે ખોટા અને ભ્રામક દાવા સાથે જોડવામાં આવેલ છે.

PEPSICO દ્વારા ગુજરાતના ખેડૂતો પર કેસ કરવામાં આવ્યો હોવાના દાવાનું સંપૂર્ણ સત્ય
ગુજરાત મોડેલ અને કોન્ટ્રાકટ ફાર્મિંગના સંદર્ભમાં શેર કરવામાં આવેલ પોસ્ટ જેમાં પેપ્સીકોએ ગુજરાતના ખેડૂતો પર કેસ કર્યો હોવાનો દાવો સાચો છે, પરંતુ આ અધૂરું સત્ય છે. પેપ્સિકો દ્વારા કેસ પાછો ખેંચવામાં આવ્યો હતો તેમજ ખેડૂતોને તેનું ભરણ પણ આપ્યું હતું. આ ઉપરાંત FC-5 નામથી પેટર્ન કરાવેલ બટાટાની ખેતી કરવા બદલ ખેડૂતો પર કેસ કરવામાં આવ્યો હતો.

નીતિન ગડકરી ખેડૂતોના સમર્થનમાં હોવાના ભ્રામક દાવા સાથે 10 વર્ષ જૂનો વિડિઓ વાયરલ
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીનો 10 વર્ષ જુનો વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. હકીકતમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી દ્વારા 2011માં પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની નીતિઓની ટીકા કરવામાં આવી હતી. તેઓ ખેડૂત આંદોલનને ટેકો આપી રહ્યા હોવાનો દાવો તદ્દન ભ્રામક છે.
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044)