Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
WeeklyWrap આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેક ન્યુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં મૃત્યુના પ્રમાણપત્ર પર પણ PM modiની જાહેરાત અને 10 સ્કેન્ડ સૂચિ શ્વાસ રોકી શકો તો તમારા ફેફસાં સ્વસ્થ છે. તો atmanirbharbharat ટેગલાઈન સાથે હોસ્પિટલમાં સ્ટ્રેચરને ધક્કો મારતા નાના બાળકનો વિડિઓ વાયરલ થયો અને ચૂંટણી સંદર્ભે પશ્ચિમ બંગાળ ભાજપ નેતા પાસેથી 2000ની નોટનો જથ્થો ઝાપડાયો હોવાના ભ્રામક દાવાઓ પર કરવામાં આવેલ TOP 5 ફેક્ટ ચેક
હાલ કોરોના વાયરસના વધતા સંક્ર્મણ સાથે મૃત્યુ આંક પણ ખુબજ વધી રહ્યો છે, સોશ્યલ મીડિયા પર સ્મશાનમાં અગ્નિદાહ માટે લાગેલી લાઈનો પણ જોવા મળી રહી છે. ત્યારે ફેસબુક અને ટ્વીટર પર એક તસ્વીર વાયરલ થયેલ છે, જે સાથે દાવો કરવામાં આવેલ છે કે ‘હાલ મૃત્યુના પ્રમાણપત્ર પર પણ નરેન્દ્રમોદી ની તસ્વીર લગાવી જાહેરાત કરવામાં આવી રહી છે‘ ફેસબુક પર “જુઓ મૃત્યુના પ્રમાણપત્ર માં ખુદ યમરાજની ઉપસ્થિતી” કેપશન સાથે પોસ્ટ આમ આદમી પાર્ટી રાજકોટ ફેસબુક ગ્રુપ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ છે.
સોશ્યલ મીડિયા પર અલગ-અલગ ઘરગથ્થુ ઉપચાર અને ઉપાય શેર કરવામાં આવેલા છે. આ સંદર્ભે ફેસબુક અને ટ્વીટર પર “તપાસો તમારા ફેફસાં અને ઓક્સિજન લેવલ. જો તમે પોઇન્ટ A થી પોઇન્ટ B સુધી શ્વાસ રોકી શકતા હો. તો તમારા ફેફસાં અને ઓક્સિજન સારુ હોય શકે છે” કેપશન સાથે એક ગ્રાફિક વિડિઓ પોસ્ટ વાયરલ થયેલ છે. વાયરલ પોસ્ટ મુજબ જો તમે 10 સ્કેન્ડ સુધી શ્વાસ રોકી શકો છો, તો તમારું ઓક્સિજન લેવલ સ્વસ્થ છે તેમજ તમે coronavirus ફ્રી છો.
ફેસબુક અને ટ્વીટર પર અનેક યુઝર્સ દ્વારા વાયરલ વિડિઓ “આત્મનિર્ભર ભારત” ટેગ સાથે ખુબ જ શેર કરવામાં આવેલ છે. ફેસબુક પર આ વિડિઓ “સરમ કરો અલગવાદી ની બીજેપી સરકાર તમે નાના ને માસૂમ બાળક નું તો જોવો દેશ ના ગદારો ..તડીપાર અને ફેકુ ને પાણી વીના નો રૂપાણી.દયાકરો કૃપાનાથ હવે આનાથી કેટલુંક આત્મનિર્ભર” કેપશન સાથે આ ઘટના ગુજરાતના સંદર્ભમાં પોસ્ટ કરવામાં આવેલ છે.
હાલમાં Union Minister પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ ભાષણ નો વિડિઓ વાયરલ થયેલ છે. જેમાં તેઓ કહે છે કે “108માં ફોન કરવો નહીં રીક્ષા પકડી લેવી અથવા ટ્રેકટરમાં પહોંચી જવું” ફેસબુક પર આ વિડિઓ હાલમાં કોરોના વાયરસ ના કારણે સર્જયેલ પરિસ્થિતિ સંદર્ભે શેર કરવામાં આવેલ છે.
હાલ સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થયેલ છે, જેમાં પોલીસ તંત્ર દ્વારા 2000ની નવી ચલણી નોટનો જથ્થો પકડવામાં આવેલ છે. વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ 2000ની નોટો પશ્ચિમબંગાળ ભાજપ નેતા ના ઘર પરથી ઝડપાઇ છે. ફેસબુક પર “પશ્ચિમબંગાળમાં ભાજપ ના નેતાને ઘરેથી પકડાયો 2000 ની નોટો…..આ પ્રજા ના જ પૈસા છે પરંતુ પ્રજા માટે નહિ પણ ચૂંટણી માટે છે…..એટલે ભક્તોએ બહુ મોજમાં ના આવી જવું…જેની જાહેર જનતાએ નોંધ લેવી” કેપશન સાથે આ પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Dipalkumar Shah
April 23, 2025
Dipalkumar Shah
April 4, 2025
Dipalkumar Shah
March 18, 2025