આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં CM કેજરીવાલ અને નિકિતા જેકોબની વાયરલ તસ્વીર, ઇન્ડિયન ઓઇલ અદાણી ને વેચાઈ ગયું અને BJP કાર્યકરોએ કેરળમાં CM યોગીની સભામાં કમળના નિશાનનો માનવ ધ્વજ બનાવ્યો હોવાના ભ્રામક દાવાનો ખુલાસો WeeklyWrap TOP 5 ફેક્ટ ચેક
TOP 5 Factchecks WeeklyWrap

CM કેજરીવાલ અને નિકિતા જેકોબની વાયરલ તસ્વીર પાછળનું સત્ય
વાયરલ તસ્વીર જોઈ શકાતી છોકરી અંકિત શાહ છે. વોટસએપ ટૂલ કીટ કેસ મામલે દિલ્હી પોલીસ દ્વારા નિકિતા જેકોબ અને તેની સહયોગીની ધરપકડ કરવામાં આવેલ છે.

ઇન્ડિયન ઓઇલ અદાણી ને વેચાઈ ગયું હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ
સરકારે (Indianoil)ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડને Adani જૂથને વેચ્યું નથી. યુપીએ સરકારના કાર્યકાળથી ઇન્ડિયન ઓઇલ અને અદાણી જૂથની ગેસ વ્યવસાયમાં ભાગીદારી છે.

સાઉથ આફ્રિકા 1 મિલિયન covid vaccine ડોઝ સીરમ ઇન્સ્ટિટ્યૂટને પરત કર્યા હોવાના ભ્રામક દાવાનું સત્ય
આફ્રિકા હેલ્થ મિનિસ્ટર Dr Zweli Mkhize દ્વારા વેક્સીન પરત આપવાની હોવાના દાવો તદ્દન ભ્રામક હોવાની સ્પષ્ટતા આફ્રિકા સંસદમાં આપેલ છે.

BJP કાર્યકરોએ કેરળમાં CM યોગીની સભામાં કમળના નિશાનનો માનવ ધ્વજ બનાવ્યો હોવાના ભ્રામક દાવાનું સત્ય
કમળનું નિશાન બનાવવામાં આવ્યું હોવાની તસ્વીર 6 વર્ષ જુની છે. જેને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે. આ માનવ ધ્વજ ભાજપના 35 માં સ્થાપના દિવસે ગુજરાતના દાહોદ ખાતે ભાજપના 25,000 કાર્યકરો દ્વારા બનાવવામાં આવ્યો હતો.

TV Show ઇન્ડિયન આઇડલમાં ગીતકાર સંતોષ આનંદની ખરાબ પરિસ્થિતિના કારણે નેહા કક્કરે 5 લાખ આપ્યા હોવાના વાયરલ દાવાનું સત્ય
નેહા કક્કર દ્વારા આ રકમ ભેટ આપવામાં આવેલ છે, ખરાબ આર્થિક પરિસ્થિતિ મુદ્દે સંતોષ આનંદે પોતાના ફેસબુક એકાઉન્ટ તેમજ ફેસબુક લાઈવ દરમિયાન વાયરલ ખબરો તદ્દન ભ્રામક હોવાની જાણકરી આપેલ છે.
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)