Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
WeeklyWrap આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેક ન્યુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં “મુંબઈ સ્વામિનારાયણ મંદિર ને કોવિડ હોસ્પિટલ બનાવાઈ તો દિલ્હી સરકાર દ્વારા આ Covid Center તૈયાર કરવામાં આવ્યું અને કપૂર અને લવિંગની પોટલી સુંઘવાથી Oxygen લેવલમાં વધારો થતો હોવાના ભ્રામક દાવા પર કરવામાં આવેલ TOP 5 ફેક્ટ ચેક
વડોદરામાં શરૂ થયેલ Covid-19 Center મુંબઈ સ્થિત સ્વામિનારાયણ મંદિર હોવાનો BJP નેતાનો દાવો
ભારતમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, હોસ્પિટલ અને ઓક્સિજનની અછત છે. ત્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ અનેક પ્રકારે મદદ પહોંચાડવામાં આવેલ છે. જે સંદર્ભે હાલમાં ગુજરાત વડોદરા ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા 300 બેડ અને ઓક્સિજન વ્યવસ્થા સાથે કોવીડ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે. જયારે કેટલાક ભાજપ નેતાઓ તેમજ અન્ય યુઝર્સ દ્વારા આ કોવીડ સેન્ટરની તસ્વીર શેર કરતા આ મુંબઈ સ્થિત મંદિર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થા હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
દિલ્હી સરકાર દ્વારા આ Covid Center તૈયાર કરવામાં આવ્યું હોવાનો ભ્રામક દાવો વાયરલ
દિલ્હીમાં આમ આદમી સરકાર દ્વારા 1000 બેડની વ્યવસ્થા કરવામાં આવી હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તસ્વીર છત્તીસગઢ રાયપુર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શરૂ કરવામાં આવેલ Covid Center છે. ફેસબુક યુઝર્સ દ્વારા આ તસ્વીર ખોટા અને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. છત્તીસગઢ કેબિનેટ મિનિસ્ટર અને ન્યુઝ સંસ્થાન ANI દ્વારા પણ ઇન્ડોર સ્ટેડિયમ ની તસ્વીર શેર કરતા Covid Center અંગે માહિતી પોસ્ટ કરવામાં આવેલ છે.
2018માં આગ્રા હોસ્પિટલમાં બનેલ બનાવની તસ્વીર ‘Gujarat Model’ ટેગ લાઈન સાથે વાયરલ
ઓક્સિજન બોટલ સાથે જમીન પર બેઠેલા મહિલાની તસ્વીર હાલમાં કોરોના વાયરસના કારણે ગુજરાતમાં સર્જાયેલ સ્થિતિ (Gujarat Model) હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ થયેલ છે. ઓક્સિજન બોટલ સાથે વાયરલ થયેલ મહિલાની તસ્વીર એપ્રિલ 2018ના UP આગ્રા સરકારી હોસ્પિટલ ખાતે સર્જાયેલ બનાવ છે. 2018માં આગ્રા હોસ્પિટલમાં બનેલ બનાવની તસ્વીર હાલમાં કોરોના કેસના કારણે સર્જાયેલ ઓક્સિજન અને હોસ્પિટલની અછત ના સંદર્ભે ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Covid-19ના કારણે મૃત્યુ પામેલ મિત્ર પાછળ રસ્તા પર રૂપિયા ઉડાવનાર વ્યક્તિનો વિડિઓ વાયરલ, જાણો શું છે સત્ય
ન્યુયોર્ક શહેરમાં કોરોના વાયરસના કારણે મિત્રના મૃત્યુ પાછળ તેની અંતિમ ઈચ્છા પૂરી કરવા જાહેરમાં રૂપિયા (ડોલર) ઉડાવવામાં આવ્યા હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓમાં રૂપિયા ઉડાવનાર વ્યક્તિ એક જવેલર્સ મલિક છે, જે તેના મિત્રની ગોળી મારી હત્યા થયા બાદ આ પ્રકારે જાહેરમાં રૂપિયા ઉડાવી રહ્યો છે. મૃત્યુ થનાર વ્યક્તિ joe kush જે એક રેપર છે, તેના આ પ્રકારના અન્ય વિડિઓ પણ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર જોઈ શકાય છે. જેમાં તે ક્લ્બ અને જાહેરમાં પૈસા ઉડાવી રહ્યો છે.Covid-19
કપૂર અને લવિંગની પોટલી સુંઘવાથી Oxygen લેવલમાં વધારો થતો હોવાના ભ્રામક દાવાનું સત્ય
કોરોના સંક્રમિત લોકોમાં ઓક્સિજન લેવલ ઘટવા સામે ઘરેલુ ઉપચાર કપૂર અને લવિંગ સુંઘવાથી ઓક્સિજન લેવલમાં વધારો થાય છે, આ દાવા સાથે કરવામાં આવેલ સોશ્યલ મીડિયા પોસ્ટ તદ્દન ભ્રામક છે. WHO તેમજ ડોક્ટરની સલાહ મુજબ આ પ્રકારે કોઈપણ ઉપચાર સાથે Oxygen લેવલમાં વધારો થતો નથી. વાયરલ પોસ્ટમાં જણાવેલ ઉપચાર અંગે કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ કે કોઈ રિસર્ચ રિપોર્ટ જોવા મળતો નથી.
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.