WeeklyWrap
આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેક ન્યુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં ભાજપ સાંસદ મેનકા ગાંધી દ્વારા મોદી સરકારની આલોચના કરવામાં આવી તો તાપી નદીમાં મગર દ્વારા કુતરાનો શિકાર કરવામાં આવ્યો અને કોરોના અંતર્ગત મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને 4 લાખની સહાયની જાહેરાત WhatsApp દ્વારા નવા નિયમો લાગુ કરાયા હોવાના ભ્રામક દાવો પર કરવામાં આવેલ TOP 5 ફેક્ટ ચેક

ભાજપ સાંસદ મેનકા ગાંધી દ્વારા મોદી સરકારની આલોચના કરતો ભ્રામક વિડિઓ વાયરલ, જાણો કોણ છે આ વ્યક્તિ
ભાજપ સાંસદ મેનકા ગાંધી દ્વારા કોરોના વાયરસની પરિસ્થિતિ પર મોદી સરકારની આલોચના કરી હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓ માં દેખાઈ રહેલ મહિલા ગાઝિયાબાદ ના લોકસભા ઉમેદવાર કોંગ્રેસ નેતા ડોલી શર્મા છે. ડોલી શર્મા દ્વારા ફેસબુક પર મોદી સરકારની આલોચના કરતો વિડિઓ ભાજપ સાંસદ મેનકા ગાંધી હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

તાપી નદીમાં મગર દ્વારા કુતરાનો શિકાર કરવામાં આવ્યો હોવાનો વિડિઓ વાયરલ
રાજેસ્થાનમાં ચંબલ સિંચાઈ યોજના ખાતે મગર દ્વારા કુતરાનો શિકાર કરવામાં આવ્યો હોવાનો વિડિઓ વાયરલ થયેલ છે, જયારે ન્યુઝ સંસ્થાન દ્વારા આ વિડિઓ સુરત તાપી નદીનો હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

કોરોના અંતર્ગત મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને 4 લાખની સહાયની ભ્રામક જાહેરાત વાયરલ
આ મેસેજ તદ્દન ભ્રામક છે, સરકાર દ્વારા કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલ દરેક વ્યક્તિને 4 લાખની સહાય નહીં આપવામાં આવે, આ વાયરલ ફોરવર્ડ મેસજે અને ફોર્મ તદ્દન ભ્રામક છે, ગુજરાત સાયબર સેલ દ્વારા વાયરલ ફોર્મ અને વળતર આપતી જાહેરાત તદ્દન ભ્રામક હોવાની સ્પષ્ટતા કરવામાં આવેલ છે.

મુસ્લિમ યુવકો દ્વારા પોલીસ કોન્સ્ટેબલને ઢોર માર માર્યો હોવાનો વીડીઓ વાયરલ,
હૈદરાબાદમાં મુલ્સિમ યુવકો દ્વારા પોલીસ કોન્સ્ટેબલને ઢોર માર માર્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓમાં બનેલ ઘટના ગુજરાતના અમદાવાદ શહેરની છે. આ ઘટના અમદવાદ ના ચાંદલોડિયા વિસ્તારમાં ઓક્ટોબર 2020ના બની હતી, જેને હાલ હૈદરાબાદ માં મુસ્લિમ યુવકો ના નામ સાથે શેર કરવામાં આવી રહી છે.

WhatsApp દ્વારા નવા નિયમો લાગુ કરાયા અને હવે સરકાર પણ નજર રાખશે દરેક મેસેજ પ
વોટસએપ દ્વારા નવા નિયમો લાગુ કરવામાં આવ્યા તેમજ ગુજરાત સરકાર દ્વારા સોશિયલ મીડિયા ગ્રુપ માટે નવા નિયમો લાગુ કર્યા હોવાના દાવા સાથે અવયરલ થયેલા મેસેજ કે ન્યુઝ પેપર કટિંગ તદ્દન ભ્રામક છે. વોટસએપ દ્વારા કોઈપણ મેસેજ કે કોલ ટ્રેક કરવામાં આવતા નથી, તેમજ યુઝર્સનો ડેટા કોઈપણ સરકારી કે ખાનગી સંસ્થાને આપવામાં આવતો નથી.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044