ક્લેમ :-
બાબા રામદેવે કોરોના વાઇરસથી બચવા ગૌમુત્રમાંથી રસી બનાવી અને પોતા ઉપર પ્રયોગ કર્યો ,યુરીનની અસરને કારણે યુરેસીમીયા થઇ જતાં તાત્કાલીક હોસ્પીટલમાં ભરતી કરવા પડયા.
વેરિફિકેશન :-
બાબા રામદેવે કોરોના વાઇરસથી બચવા ગૌમુત્રમાંથી રસી બનાવી અને પોતા ઉપર પ્રયોગ કર્યો ,યુરીનની અસરને કારણે યુરેસીમીયા થઇ જતાં તાત્કાલીક હોસ્પીટલમાં ભરતી કરવા પડયા અને જયાં સુધી લોહીમાંથી યુરીયાની અસર નાબુદ ના થઇ ત્યાં સુધી ડાયલીસીસ કરીને લોહી શુધ્ધીકરણ કરવું પડયુ..” હવે હું આવા પ્રયોગ કદી નહી કરૂ” તેવી ખાત્રી આપ્યા બાદ્જ હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી તેવા ઉડતા સમાચાર છે. આ દાવા સાથે એક તસ્વીર શેયર કરવામાં આવી છે, જેમાં બાબા રામદેવ હોસ્પિટલમાં એડમિટ જોવા મળે છે.
ટ્વીટર પર એક અન્ય દાવા સાથે આ તસ્વીર જોવા મળે છે, જેમાં બાબા રામદેવ પતંજલી નુડલ્સ ખાઈને બીમાર પડ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ વાયરલ દાવાનું સત્ય જાણવા માટે ગુગલ કિવર્ડ અને ગુગલ રિવર્સ ઇમેજના મદદ વડે સર્ચ કરતા કેટલાક પરિણામો મળી આવે છે. જેમાં 2011-12માં કાળા ધન વિરુદ્ધ બાબા રામદેવ ભૂખ હડતાળ પર ઉતર્યા હતા, અને 9 દિવસની ભૂખ હડતાળ બાદ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેઓએ ફ્રૂટ જ્યુશ સાથે ઉપવાસનો અંત કર્યો હતો.
આ ન્યુઝ રિપોર્ટ અને ન્યુઝ સંસ્થાન દ્વારા પબ્લિશ કરવામાં આવ્યા છે, તેમજ વાયરલ દાવા સાથે જે તસ્વીર શેયર કરવામાં આવી છે, તેને ગુગલ રિવર્સ ઇમેજના મદદ વડે સર્ચ કરતા આ ભૂખ હડતાળ બાદ જે ડોક્ટરો દ્વારા તેમનું ચેક-અપ કરવામાં આવ્યું હતું અને જ્યાં તેમણે ઉપાવસનો અંત કર્યો હતો તે સમયની તસ્વીર શેયર કરવામાં આવી રહી છે.
વાયરલ દાવા અને તસ્વીરને લઇ મળતા તમામ પરિણામો પરથી સાબિત થાય છે કે આ તસ્વીર કાળા ધન વિરુદ્ધ બાબા રામદેવના ઉપાવસના સમય એટલેકે જૂન -2011ની છે. તેમજ વાયરલ તસ્વીર સાથે કરવામાં આવેલ દાવો જેમાં કોરોના વાયરલ વાયરસના ઉપાય શોધતી વખતે થયેલ આડ અસરના કારણે બાબા રામદેવને એડમિટ કરવામાં આવ્યા છે, તે એક તદ્દન ભ્રામક દાવો છે. જૂની તસ્વીર સાથે હાલમાં કોરોના વાયરસના સંદર્ભમાં વાયરલ કરેલ છે.
TOOLS :-
GOOGLE KEYWORD SEARCH
GOOGLE IMAGES SEARCH
FACEBOOK SEARCH
TWITTER SEARCH
YOUTUBE
NEWS REPORTS
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)