Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Uncategorized @gu
2019 ના રોજ જાહેર થયેલી સરકારની નવી શિક્ષણ નિતીમાં 2030 સુધીમાં શિક્ષણ પરના ખર્ચમાં 10 ટકાથી વધારીને કુલ સરકારી ખર્ચના 20% કરવા સૂચવવામાં આવ્યું છે. જો કે, ભારતના વર્તમાન શિક્ષણ બજેટમાં આવા વધારા માટે કોઈ ભંડોળ ઉપલબ્ધ નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્ય અને કેન્દ્રિય શિક્ષણના નાણાકીય વિશ્લેષણ મુજબ અને 2015 પછી ફુગાવા પછી શાળાકીય શિક્ષણ પર સરકારી ખર્ચમાં ખરેખર ઘટાડો થયો છે. શિક્ષણ એ ભારતમાં દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે, અને શિક્ષણ, બાળ વિકાસ અને સશક્તિકરણમાં જાહેર રોકાણ વચ્ચે મજબૂત જોડાણ છે. ઉદાહરણ તરીકે, હિમાચલ પ્રદેશ અને કેરળ જેવા રાજ્યોમાં શિક્ષણ પર વધુ ખર્ચ કરવામાં આવે છે.
2014 પછી કેન્દ્ર સરકારનું શિક્ષણ બજેટ ઘટ્યું
સરકાર શિક્ષણ પર ખર્ચ વધારવાનું વચન આપે છે તેમ છતાં, વર્ષ 2014-15માં શિક્ષણ માટે ફાળવવામાં આવેલા કેન્દ્રીય બજેટનો હિસ્સો 14.14 ટકા હતો. જે સમયગાળા દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્ર સરકારનું નેતૃત્વ હતું. 2019-20 ના બજેટમાં શિક્ષણને ફાળવવામાં આવેલા કેન્દ્રીય બજેટનો હિસ્સો 4.4 ટકા રહ્યો છે. બજેટના સુધારેલા અંદાજોના આધારે શાળા-શિક્ષણ માટે ફાળવવામાં આવેલી કુલ રકમ 2014-15માં 38,600 કરોડ રૂપિયાથી નીચે આવીને 2018-19માં 37,100 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
સરકારના અંદાજપત્રના 20% શિક્ષણ પર ખર્ચ કરવાના લક્ષ્યાંકને પહોંચી વળવા રાજ્યોએ પણ તેમના ખર્ચમાં વધારો કરવો પડશે. હાલમાં મોટાભાગના શિક્ષણ ખર્ચ (75-80 ટકાની વચ્ચે) રાજ્યોમાંથી આવે છે. ઘણા રાજ્યોમાં શિક્ષણ પર ખર્ચનું પ્રમાણ ઘટી ગયું છે, ખાસ કરીને 2015-16 થી 2018-19ના સમયગાળા પછી. 2019-20 માં ફાળવેલ ભંડોળમાં વધારો થયો પરંતુ વાસ્તવિક ખર્ચ ફક્ત 2020-25ના બજેટમાં થશે. બીજી તરફ શિક્ષણ નીતિ પણ સ્પષ્ટ કરતી નથી કે કોઈ વધારાના બજેટ વિના કેન્દ્ર સરકારના ભંડોળના આ ભાગને રાજ્યોમાં કેવી રીતે વધારો કરવો.
ઉદાહરણ તરીકે, 2012-13થી 2019-20 સુધીના આઠ વર્ષના શાળાકીય શિક્ષણ ખર્ચનું વિશ્લેષણ બતાવે છે કે કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશના છ રાજ્યોમાં કુલ સરકારી ખર્ચની ટકાવારી તરીકે શિક્ષણ ખર્ચમાં ઘટાડો થયો છે.
રાજ્યોએ શાળાના ખર્ચ માટે નક્કી કરેલા પૈસા ઘટાડ્યા છે, જ્યારે સરકારની આવકમાં વધારો થયો છે. ઉદાહરણ તરીકે, કેરળનો શિક્ષણ પાછળના ખર્ચનો હિસ્સો 2012-13માં 14..45 ટકા હતો, જે વર્ષ 2019-20માં ઘટીને બજેટના 12.98 ટકા થયો છે. જ્યારે તે જ સમયગાળામાં રાજ્યની વાર્ષિક આવકમાં વધારો થયો છે. આ ઉપરાંત છ રાજ્યોમાંથી પાંચ રાજ્યો – કેરળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઓડિશાએ આ સમયગાળા દરમિયાન કર્મચારીઓના પગારમાં પણ વધારો કર્યો છે.
શું તમામ રાજ્યોમાં શિક્ષણ બજેટમાં 20 ટકાનો વધારો જરૂરી છે?
હાલમાં, ઘણા રાજ્યો 15 થી 20 ટકાની વચ્ચે શિક્ષણ પર ખર્ચ કરે છે. આર્થિક રીતે અદ્યતન રાજ્યો તેમના કુલ ખર્ચનો ઓછો હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચ કરે છે, પરંતુ દરેક બાળક પર થનાર ખર્ચમાં વધારે છે કારણ કે તે સરકાર વધુ સમૃદ્ધ છે. પરંતુ સ્થતી જોતા આર્થિક રીતે વિકસિત રાજ્યોને શિક્ષણ પર વધુ ખર્ચ કરવા પર ભાર મૂકવો જરૂરી છે, કારણ કે ગરીબ રાજ્યોમાં રોકાણની વધારે જરૂર હોય છે, અને દરેક રાજ્ય ખર્ચ કરવાની જુદી ક્ષમતા ધરાવે છે.
શિક્ષણ નિતીમાં જણાવાયું છે કે શિક્ષણ પરના ખર્ચનો હિસ્સો સમાન રહે. અને જો ભારતના કુલ જીડીપીમાં વધારો થાય તો શિક્ષણ પર જાહેર ખર્ચ વધશે. પરંતુ આ નિતીમાં 2030–32 સુધીમાં 10 ટ્રિલિયન ડોલરના જીડીપીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ જેમકે આપણી અર્થવ્યવસ્થાની ધીમી ગતિ, કેન્દ્ર સરકારના કરવેરાની આવકમાં નોંધપાત્ર ઘટાડાને લીધે આ શક્ય નથી.
ભારત સરકારે 2004 માં 2 ટકા શિક્ષણ સેસ રજૂ કર્યો હતો, જેનો ઉપયોગ શરૂઆતમાં જાહેર શાળાઓમાં સાર્વત્રિક મધ્યાહ્ન ભોજન માટે કરવામાં આવતો હતો. 2007-08માં સરકારે 1% માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણનો સેસ રજૂ કર્યો. 2018-19માં એજ્યુકેશન સેસની સાથે માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણની સેસને 4 ટકા. 2018-19માં, સરકારે કુલ આયાત પર 10 ટકા નવો સમાજ કલ્યાણ સરચાર્જ રજૂ કર્યો. નોંધનીય છે કે સેસ સરકાર માટે આવકનો કાયમી સ્રોત નથી. આ ફક્ત કર આવક / બજેટરી સપોર્ટથી લેવામાં આવેલા ખર્ચને ટેકો આપવા માટે છે.
જેમ જેમ શિક્ષણ ખર્ચ માટેના કુલ બજેટ સપોર્ટમાં ઘટાડો થયો છે, તેમ 2015ના સેસ પછી કુલ શિક્ષણ ખર્ચના 70 ટકા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે સેસ સમર્પિત બજેટ દ્વારા ભંડોળને સપોર્ટ કરવાને બદલે હવે તે શિક્ષણ ખર્ચની નિયમિત પદ્ધતિ બની ગઈ છે. આ ધારણાને આધારે શિક્ષણ અને આરોગ્ય સેસનો ઓછામાં ઓછો અડધો ભાગ શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવે છે.
ઉચ્ચ શિક્ષણ ભંડોળ કેટલીક સંસ્થાઓ પર કેન્દ્રિત છે
ઉચ્ચ શિક્ષણના ધિરાણમાં સૌથી મોટો હિસ્સો ભારતીય ટેકનોલોજી, ભારતીય વિજ્ઞાન અને સંશોધન સંસ્થાઓ અને કેન્દ્રીય યુનિવર્સિટીઓ જેવી સંસ્થાઓમાં જાય છે. આ ઉપરાંત, 2019-20માં ટેક્નોલજી આધારિત ઓનલાઇન અભ્યાસક્રમોને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં રૂ.130કરોડની ફાળવણી કરવામાં આવી છે. પરંતુ ભારતની શાળાઓ પરના તાજેતરના સંશોધન અને ટેકનોલોજી આધારિત શિક્ષણ અંગેના વિશ્વવ્યાપી સંશોધન સૂચવે છે કે સાક્ષરતાનું સ્તર ભારતમાં વર્ગ, જાતિ આધારિત સમસ્યા મર્યાદિત કરશે.
SOURCE :-
INDIASPEND
BUSINESS-STANDARD
LIVEMINT
INDIATODAY
CENTER FOR BUDGET AND POLICY STUDIES
Dipalkumar Shah
December 13, 2024
Dipalkumar Shah
September 27, 2024
Prathmesh Khunt
April 9, 2022