Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Uncategorized @gu
ક્લેમ :-
સોશિયલ મિડિયા પર નાસા દ્વારા સૂર્યનો અવાજ રોકોર્ડ કર્યાની કલીપ વાયરલ થઇ રહી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સુર્ય પણ ” ૐ ” શબ્દનો ઉચ્ચારણ કરે છે.
— Kiran Bedi (@thekiranbedi) January 4, 2020
વેરિફિકેશન :-
IPS કિરણ બેદીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી એક વિડિઓ કલીપ પોસ્ટ કરી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સુર્ય જે આવજ ઉત્પન્ન કરે છે તેમાં તે ૐ શબ્દનું ઉચ્ચારણ કરે છે. આ સાથે એડિટેડ વિડિઓ પણ વાયરલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ફેસબુક પર પણ અનેક લોકો દ્વારા આ વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો છે.
આ વાયરલ પોસ્ટનું સત્ય જાણવા માટે ગુગલ કિવર્ડના મદદ વડે સર્ચ કરતા NASA દ્વારા આ મુદ્દા પર પબ્લિશ કરેલ આર્ટિકલ તેમજ વિડિઓ અને ઓડીઓ રેકોર્ડ મળી આવે છે.
નાસા દ્વારા 25 જુલાઈ 2018ના રોજ સૂર્યની તરંગો દ્વારા ઉત્પન થતા આવજને રોકોર્ડ કરવામાં આવ્યો હતો, તેમજ આ મુદ્દે એક આર્ટિકલ નાસા દ્વારા પબ્લિશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત યુટ્યુબ પર નાસા ચેનલ પર પણ આ વિડિઓ સુર્ય નો આવજ પર વિડિઓ પબ્લિશ કરવામાં આવ્યો છે. જે સાંભળતા સાફ થાય છે કે સૂર્ય દવારા નીકળતો આવજમાં ૐ શબ્દ નથી સાંભળવામાં આવતો. વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવા મુજબ ૐ શબ્દની વાત એક ભ્રામક માહિતી છે અને તેને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી છે.
TOOLS:-
GOOGLE KEYWORD SEARCH
FACEBOOK SEARCH
TWITTER SEARCH
YOUTUBE SEARCH
પરિણામ :- ભ્રામક માહિતી (FAKE NEWS)
Dipalkumar Shah
December 13, 2024
Dipalkumar Shah
September 27, 2024
Prathmesh Khunt
April 9, 2022