Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
ફ્રાન્સના પ્રેસિડેન્ટ દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી બાદ મુસ્લિમો દ્વારા વિરોધ પ્રદશન થઈ રહ્યા છે, અનેક દેશો ફ્રાન્સના સમાનનો બહિષ્કાર કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર અનેક વિડિઓ અને તસ્વીરો વાયરલ થયેલ છે. ફ્રેન્ચ ફૂટબોલર પોલ પોગ્બાએ પ્રેસિડેન્ટ દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીના વિરોધમાં ફૂટબોલ માંથી રાજીનામુ આપ્યું છે. ફેસબુક અને ટ્વીટર પર પોલની તસ્વીર સાથે અનેક યુઝર્સ દ્વારા આ દાવાને શેર કરવામાં આવ્યો છે, ત્યારે ગુજરાતી વેબસાઈટ thethinkera દ્વારા આ મુદ્દે એક આર્ટિકલ પણ પબ્લિશ કરવામાં આવ્યો છે.
Factcheck / Verification
ફૂટબોલર પોલ પોગ્બાએ નિવૃત્તિ જાહેર કરી હોવાના દાવા પર ગુગલ કીવર્ડ સર્ચ કરતા news18, talksport તેમજ firstpost દ્વારા આ વિષયે પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. ન્યુઝ સંસ્થાન મુજબ પોલ નિવૃત્તિ લઇ રહ્યો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે, પોલ આંતરરાષ્ટ્રીય રમત સાથે માન્ચેસ્ટર યુનાઇટેડ સાથે હજુ પણ જોડાયેલ છે.
ફૂટબોલર પોલ વિશે વધુ તપાસ કરતા તેમના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી 26 ઓક્ટોબરના કરવામાં આવેલ પોસ્ટ જોવા મળે છે. પોલ દ્વારા પોતાની નિવૃત્તિ અંગે વાયરલ દાવા પર સ્પષ્ટતા આપતા જણાવ્યું કે “THE SUN ન્યુઝ દ્વારા કરવામાં આવેલ દાવો જેમાં ઇસ્લામિક ટિપ્પણી બાદ ચાલી રહેલ વિરોધના સમર્થનમાં હું નિર્વૃતિ લઇ રહ્યો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે, માન્ચેસ્ટર સાથે હું આંતરરાષ્ટ્રીય રમતમાં પણ જોડાયેલ છુ તેમજ ન્યુઝ સંસ્થાન દ્વારા કરવામાં આવેલ ફેક રિપોર્ટિંગના કારણે આ અફવા ફેલાયેલ છે”
Conclusion
ફ્રાન્સમાં ચાલી રહેલ વિરોધ સંદર્ભે માન્ચેસ્ટર યુનાઇટેડના ફૂટબોલર પોલ પોગ્બા પણ નિવૃત્તિ લઇ રહ્યા હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. સોશ્યલ મીડિયા પર વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવા પર પોલ પોગ્બા દ્વારા ખુલાસો આપવામાં આવેલ છે, જે મુજબ તેઓ ફૂટબોલ માંથી નિવૃત્તિ નથી લઇ રહ્યા તેમજ ફ્રાન્સ પ્રેસિડેન્ટ દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી મુદ્દે તેઓ કોઈપણ વિરોધમાં જોડાયેલ નથી. ન્યુઝ સંસ્થાન TheSun દ્વારા પબ્લિશ કરવામાં આવેલ એક આર્ટિકલ બાદ આ ભ્રામક દાવાઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ છે.
Result :- False
Our Source
news18,
talksport
firstpost
aa.com.tr
Twitter – Facebook – paulpogba
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.