Authors
મંકીપોક્સ વાયરસને લઈ સરકારનાં પ્રવક્તા અને આરોગ્ય મંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું છે. રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારની એડવાઈઝરી પ્રમાણે પગલાઓ લેવામાં આવી રહ્યા છે.
વિશ્વ આરોગ્ય સંગઠને મંકોપોક્સ વાઇરસને આંતરરાષ્ટ્રીય સ્તરે જાહેર આરોગ્ય સામેની કટોકટી તરીકે જાહેર કરેલ છે. જેથી આફ્રિકા અને એશિયાના દેશોમાં ઍલર્ટ આપી દેવાયા છે અને આરોગ્ય તંત્ર સક્રિય થઈ ગયા છે. આફ્રિકા બહાર સ્વિડનમાં પણ એક કેસ નોંધાતા ચેતવણી તીવ્ર બની ગઈ છે.
સમગ્ર વિશ્વમાં મંકીપોક્સ વાયરસને લઈ ભારત સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. ત્યારે મંકીપોક્સ વાયરસનો કેસ ભારતનાં પાડોશી દેશમાં પણ નોંધાવા પામ્યો છે. જેને લઈ કેન્દ્ર સરકાર દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. તેમજ તમામ રાજ્યોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. જેને લઈ ગુજરાતમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીનાં પગલા લેવામાં આવ્યા છે.
મંકીપોક્સ વાયરસ મામલે સરકારનાં પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું હતું.
ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, મંકી પોક્સ વાયરસ અંગે કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરી છે. તેમજ એરપોર્ટ પર સર્વેલન્સ સહિતનાં પગલાંઓ લેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની એડવાઈઝરી પ્રમાણે રાજ્ય સરકાર પગલાઓ લઈ રહી છે.
કેન્દ્ર સરકારે રાજ્યો સાથે બેઠક કરી છે અને તેમને આનો સામનો કરવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. સાથે જ બાંગ્લાદેશ અને પાકિસ્તાનના એરપોર્ટ, બંદરો અને સરહદોના અધિકારીઓને આવનારા આંતરરાષ્ટ્રીય મુસાફરો વિશે સાવચેત રહેવા જણાવ્યું છે. ખાસ કરીને જે લોકોમાં મંકીપોક્સ (એમપોક્સ)ના લક્ષણો દેખાય છે તેમના વિશે વધુ સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે.
સાથે જ રાજ્યોની હોસ્પિટલોમાં મંકીપોક્સના દર્દીઓ માટે જરૂરી વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે. અત્યાર સુધી જોકે, ભારતમાં હજુ સુધી મંકીપોક્સનો કોઈ કેસ નોંધાયો નથી.
મંકીપોક્સ વાઇરસ શું છે?
મેડિકલ નિષ્ણાતો અનુસાર વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર મંકીપોક્સના લક્ષણો ફ્લૂના રોગ જેવા છે. મંકીપોક્સ દુર્લભ અને હળવો સંક્રમિત વાયરસ છે. તે આફ્રિકાના કેટલાક ભાગોમાં ચેપગ્રસ્ત જંગલી પ્રાણીઓમાં જોવા મળ્યો હતો. આ બીમારી સ્મોલ પોક્સ જેવી જ લાગે છે. તેના લક્ષણો ફ્લૂના રોગ જેવા જ છે. પરંતુ આ વાયરસ પ્રાણીઓમાંથી લોકોમાં ફેલાય છે.
શું છે મંકીપોક્સ રોગના લક્ષણો?
યુએસ સેંટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) મુજબ, રોગ ઘણીવાર ફ્લુ જેવા લક્ષણો હોય છે. જે નીચે મુજબ છે.
- ચેહરા તેમજ શરીર પર ચિકન પોક્સ જેવી ફોલ્લીઓ
- પાણી ભરેલા ફોડલા
- તાવ
- માંસપેશિઓમાં દુ:ખાવો-સોજા
- લસિકા ગાંઠો જામવી
વાઇરસના લીધે પહેલા ચેહરા તેમજ શરીર પર ચિકન પોક્સ જેવી ફોલ્લીઓ નીકળે છે. પાણી ભરેલા ફોડલા પડી જાય અને પછી ફોડલા ફૂટી જાય, આ બધા લક્ષણો 4થી 6 સપ્તાહમાં આવીને જતા રહે છે.
ઝડપથી ફેલાવાનું કારણ?
વાયરસના ઝડપથી ફેલાવાનું કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે કોવિડ ગાઈડલાઈન્સ હટ્યા પછી લોકો બેદરકારીથી આમ-તેમ ફરી રહ્યા છે. જેમાં વાઇરસ મંકીમાંથી માણસમાં આવે છે અને માણસ એક બીજાના સંપર્કમાં આવવાથી વાયરસ ફેલાય છે. વાયરસ લાગ્યો હોય તેના મોમાંથી, નાક વાટે આનું સંક્રમણ ફેલાય છે.
શું છે મંકીપોક્સનું ઉદગમ?
આ રોગ મંકીપોક્સ નામના વાયરસથી ફેલાય છે. તેનું સંક્રમણ કેટલીક હદ સુધી માણસોમાં અછબડા સમાન છે. મંકીપોક્સનો ઉદગમ 1958માં વાંદરાઓના એક સમુહમાંથી થયું હતું, જેના કારણે તેને મંકીપોક્સ નામ આપવામાં આવ્યુ હતું. ડેમોક્રેટિક રિપલ્બિક ઑફ કૉંગોમાં માનવમાં પહેલો કેસ નોંધાયો હતો.
મંકીપોક્સથી બચવા શું કરવું જોઈએ?
મંકીપોક્સના કોઈ ખાસ ટ્રિટમેન્ટ આવી નથી.જે લોકોએ સ્મોલ પોક્સની વેકસીન લીધી છે તેવા દેશમાં ઝડપથી ફેલાશે નહિ તેવું તારણ બહાર છે.
ક્યાંથી આવ્યો વાઇરસ?
કોરોના ચામચીડિયામાંથી આવ્યો હતો તેવું કહેવાય છે. મંકીપોક્સ પણ જિનેટિક્સ સંબંધિત વાઇરસ લાગે છે મંકી એટલે કે વાંદરામાંથી આવ્યો હોવાનું કહેવાય છે. તે આફ્રિકાના જંગલમાંથી આવ્યો હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.
મંકી પોક્સ વાઇરસ અંગે માહિતી આપતા ડૉ. મહેશ્વરીએ જણાવ્યું હતું કે, “આ વાઇરસ સ્મોલ પોક્સમાંથી ફેલાતો વાઇરસ છે, જે એક બીજાના સંપર્કમાં આવવાથી થઈ રહ્યો છે. તેનું ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે, કોરોનાની સરખામણીમાં ઘણો ભેદ છે. બન્ને વાઇરસ અલગ પ્રકારના છે. આ વાઇરસ કોઈપણ લગ્નસ અથવા અન્ય ભાગમાં ખાસ કોઈ ઈફેક્ટ નથી કરતો જેથી કોરોનાની સરખામણી વાઇરસ એટલું ગંભીર નથી પરંતુ મેડિકલ રીતે તેનું ધ્યાન ખુબજ જરૂરી છે.”
Sources
WHO
CDC (Centers for Disease Control and Prevention)
National Library of Medicine
ANI News Report, 23rd Aug-2024
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044