Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ક્લેમ :-
સોશિયલ મિડિયા પર એક પોસ્ટ વ્યાલ થઇ રહી છે, જેમાં એક વૃદ્ધ મહિલાની તસ્વીર સાથે નવજાત બાળકની તસ્વીર શેયર કરવામાં આવી છે.
આ સાથે પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે “101 साल की उम्र में महिला ने दिया 17वें बच्चे को जन्म, डॉक्टर्स के उड़े होश” આ પ્રકારના દાવા સાથે આ તસ્વીર વાયરલ કરવામાં આવી છે.
વેરિફિકેશન :-
સોશિયલ મિડિયા પ્લેટફોર્મ FACEBOOK, TWITTER, YOUTUBE તેમજ અનેક NEWS HOUSE દ્વારા પણ આ ખબરને વાયરલ કરવામાં આવી છે. વાયરલ પોસ્ટમાં એક વૃદ્ધ મહિલાએ 101 વર્ષની વયે બાળકને જન્મ આપ્યો છે. આ પોસ્ટમાં તસ્વીર સાથે “101 साल की उम्र में दिया एक बच्चे को जन्म, डॉक्टर्स हुए हैरान” આ દાવો વાયરલ કરવામાં આવ્યો છે.
SHOCKING: 101 साल की उम्र में महिला ने दिया 17वें बच्चे को जन्म, डॉक्टर्स के उड़े होश | Ajab Gajabhttps://t.co/KOlTFN2Xn4 pic.twitter.com/I575skBwmt
— SPN9NEWS (@spn9news) September 2, 2017
ગુગલ કિવર્ડના મદદ વડે આ પોસ્ટ કેટલી જગ્યા પર વાયરલ કરવામાં આવી છે? તેની શોધ કરતા અનેક પરિણામો મળી આવ્યા જેમાં FACEBOOK, TWITTER અને YOUTUBE પર આ પોસ્ટ ખુબજ વાયરલ કરવામાં આવી છે.
આ સાથે વાયરલ પોસ્ટના કિવર્ડ સર્ચ કરતા કેટલાક ન્યુઝ સંસ્થાન dailyhunt.in, oneindia.com, patrika.comના આ મુદ્દે પબ્લિશ કરાયેલા રિપોર્ટ પણ જોવા મળે છે. જે ન્યુઝ રિપોર્ટ પણ વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ સમાન દાવા સાથે પબ્લિશ કરવામાં આવી છે.

આ વાયરલ પોસ્ટના તથ્યો તાપસવા માટે અમે ગુગલ રિવર્સ ઇમેજના મદદ વડે વાયરલ તસ્વીરના તથ્યો શોધવાના પ્રયાસ કર્યા, ત્યારે ABC NEWS , MAILONLINE વગેરે દ્વારા પ્રકાશિત કરાયેલ રિપોર્ટ જોવા મળે છે. જેમાં “101-Year-Old Great-Grandmother in Heartwarming Viral Photo Dies” વાયરલ પોસ્ટની સત્યતા સામે આવે છે.

આ તસ્વીર સાથે જે રિપોર્ટ પબ્લિશ કરવામાં આવ્યો છે, તેમાં જણાવવામાં આવ્યું છે કે આ તસ્વીરમાં જે વૃદ્ધ મહિલા બાળકને પોતાના ખોળામાં લઈને બેઠા છે, તે બાળક તેમનું પપૌત્ર છે. પબ્લિશ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે “The picture of a 101-year-old Arizona woman cradling her new-born great-granddaughter spanned four generations of the same the family in one photograph and captured the hearts of millions.”

વાયરલ પોસ્ટમાં જે વૃદ્ધ મહિલા છે તે તેમની ચોથી પેઢી એટલેકે તેમની પપપૌત્રી છે. જેના જન્મના બે અઠવાડિયા બાદ મહિલાનું 101 વર્ષે મૃત્યુ થાય છે. અને તેના છેલ્લા સમયે પરિવાર દ્વારા લેવામાં આવેલી તસ્વીર છે. આ ઉપરાંત તેમની બીજી કેટલીક તસ્વીરો પણ જોવા મળે છે.

વાયરલ પોસ્ટને લઇ મળતા તમામ પરિણામો પરથી સાબિત થાય છે કે 101 વર્ષની ઉંમરે મહિલાએ કોઈ બાળકને જન્મ આપ્યો નથી. તેમજ વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવા અહીંયા ખોટા સાબિત થાય છે.
TOOLS :-
FACEBOOK SEARCH
TWITTER SEARCH
GOOGLE ADVANCE SEARCH
GOOGLE IMAGES SEARCH
YOUTUBE SEARCH
NEWS REPORTS
પરિણામ :- ખોટા દાવા (FAKE NEWS)
JP Tripathi
August 22, 2025
Vasudha Beri
August 12, 2025
Dipalkumar Shah
August 12, 2025