Crime
Fact Check – ડાન્સ કરતી મહિલાનો આ વીડિયો મેરઠની મુસ્કાન રસ્તોગીનો નથી, પરંતુ હરિયાણાનાં એક ડાન્સરનો છે
Claim
મેરઠમાં પોતાના પતિની હત્યા કરી તે મુસ્કાન રસ્તોગીનો ડાન્સ કરતો અશ્લીલ વીડિયો.
Fact
દાવો ખોટો છે. વાઇરલ વીડિયો ખરેખર સોનીપતનાં ડાન્સર પલક સૈનીનો છે.
સોશિયલ મીડિયા પર એક મહિલાનો ડાન્સ કરતો વીડિયો એ દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો મુસ્કાન રસ્તોગીનો છે, જેણે મેરઠમાં પોતાના પતિની હત્યા કરી હતી.
જોકે, અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે, આ વીડિયો હરિયાણાના સોનીપતની પલક સૈનીનો છે, જે સ્ટેજ શો સહિતના કાર્યક્રમોમાં ડાન્સ કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મેરઠથી એક સનસનાટીભર્યા હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં મુસ્કાન રસ્તોગી નામની એક મહિલાએ તેના મિત્ર સાહિલ સાથે મળીને તેના પતિ સૌરભ રાજપૂતની હત્યા કરી હતી. સૌરભ અને મુસ્કાનના થોડા વર્ષો પહેલા પ્રેમ લગ્ન થયા હતા અને તેમને એક પુત્રી પણ હતી. પરંતુ સૌરભ લંડન ગયા પછી મુસ્કાને સાહિલ નામના છોકરાના સંપર્કમાં આવ્યા બાદ તેની સાથે ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું. આ પછી બંનેએ સાથે મળીને સૌરભની હત્યા કરી દીધી હતી.
લગભગ 40 સેકન્ડના આ વીડિયોમાં, કાળા કપડાં પહેરેલી એક મહિલા અશ્લીલ ડાન્સ કરતી જોવા મળે છે. આ ઉપરાંત, વીડિયોમાં એક ટેક્સ્ટ પણ છે, જેમાં લખ્યું છે કે “સૌરભ રાજપૂતની હત્યા કરનાર ડાકણ મુસ્કાન રસ્તોગીનો અશ્લીલ વીડિયો.)
વીડિયો ક્લિપને ગુજરાતના જાણીતા મીડિયા ટીવી ન્યૂઝ ચૅનલ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વેબસાઇટ પર ઑનલાઇન અહેવાલ પ્રકાશિત કરી તેમાં વીડિયો વિશે વાત કરવામાં આવી છે.
અહેવાલનું શીર્ષક છે – ડાકણ મુસ્કાન અશ્લિલ બની! પતિના ટુકડાં કર્યાં બાદ બ્લેક શોર્ટ્સમાં કર્યો હોટ ડાન્સ, શરમ આવી જશે
અહેવાલમાં લખ્યું છે કે, ” રાક્ષસનું બીજુ રુપ બનેલી મેરઠની 27 વર્ષીય મુસ્કાન રસ્તોગીએ પતિ સૌરભ રાજપુતનું હાર્ટ ચીરીને તેના ટુકડા કર્યાં બાદ તેના પ્રેમી સાહિલ શુક્લા સાથે હોળી મનાવી હતી. બ્લેક શોર્ટ્સમાં હોટ ડાન્સનો તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે પોતાની ક્લિવેજ દેખાડતી અને એકદમ અશ્લિલ રીતે ડાન્સ કરતી જોઈ શકાય છે.”
ત્યાર બાદ તેના નીચે સોશિયલ મીડિયા પોસ્ટની લિંક સાથેનો વાઇરલ વીડિયો અહેવાલમાં અંદર પ્રકાશિત કરાયો છે.




સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.
Fact Check/Verification
સૌપ્રથમ વાયરલ વિડીયોની તપાસ કરવા અમે વીડિયોના કી ફ્રેમનો ઉપયોગ કરીને ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ કર્યું અને તેમાં અમને 19 માર્ચે એક X એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરાયેલ એક વિડીયો મળ્યો. જોકે, વીડિયો સાથેના કૅપ્શનમાં તેને મેરઠમાં થયેલી હત્યા સાથે પણ જોડવામાં આવી રહ્યું હતું.

પરંતુ અમને તે જ પોસ્ટના કૉમેન્ટ સેક્શનમાં એક યુઝરે વીડિયો પર કરેલી કૉમેન્ટ જોવા મળી જેમાં કહેવામાં આવ્યું હતું કે, આ વિડિઓ મૂળ રૂપે ઇન્સ્ટા આઈડી palaksaini143 દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત યુઝરનેમ શોધતાં, અમને સોનીપત, હરિયાણાની ડાન્સર પલક સૈનીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મળ્યું.

જેમાં અમને 18 માર્ચ, 2025ના રોજ આ જ એકાઉન્ટ પર વાઇરલ વીડિયોની પોસ્ટ અપલોડ કરાયેલ મળી આવી. આ તે જ વીડિયો છે, જે ખરેખર મુસ્કાન રસ્તોગીના નામે વાઇરલ થયો છે.
આ ઉપરાંત, અમને આ એકાઉન્ટ પર વાયરલ વીડિયો જેવા ઘણા વીડિયો અને અન્ય વીડિયો પણ મળ્યા. આ બધા વીડિયોમાં, ડાન્સર પલક સૈની દેખાય છે, જે વાયરલ વીડિયોમાં પણ હાજર છે. (અમે તે બધા વિડીયો અહીં સામેલ નથી કરી રહ્યા કારણ કે તે અશ્લીલ ડાન્સ વિડીયો છે.)

અમારી તપાસમાં, અમે મુસ્કાન રસ્તોગી અને પલક સૈનીના ફોટાનું તુલનાત્મક વિશ્લેષણ કર્યું. તમે નીચેના કોલાજમાં બંને વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

અમારી તપાસમાં અમે પલક સૈનીનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે, તેમનો જવાબ મળ્યા પછી અહેવાલ સામેલ કરવામાં આવશે.
Conclusion
મુસ્કાન રસ્તોગીનો હોવાનો દાવો કરીને વાયરલ થયેલા વિડીયોની તપાસ કરતી વખતે અમને જાણવા મળ્યું કે આ વિડીયો હરિયાણાના સોનીપતની ડાન્સર પલક સૈનીનો છે.
Sources
Video Uploaded by Palak Saini Instagram account on 18th March 2025
Comparison image of Palak Saini and Muskan Rastogi
News Report by Financial Express, dated, 26th Mar-2025
(અહેવાલ ન્યૂઝચેકર હિંદીના રુનજય કુમાર દ્વારા પણ પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.)