Tuesday, November 19, 2024
Tuesday, November 19, 2024

HomeFact CheckFact Check - તિરુપતિ લાડુ વિવાદને સાંકળીને પાકિસ્તાની કંપનીના કર્મચારીઓની યાદી સાંપ્રદાયિક...

Fact Check – તિરુપતિ લાડુ વિવાદને સાંકળીને પાકિસ્તાની કંપનીના કર્મચારીઓની યાદી સાંપ્રદાયિક દાવા સાથે વાઇરલ

Authors

Since 2011, JP has been a media professional working as a reporter, editor, researcher and mass presenter. His mission to save society from the ill effects of disinformation led him to become a fact-checker. He has an MA in Political Science and Mass Communication.

Claim – તિરુપતિ મંદિરમાં ઘી સપ્લાય કરનારી કંપનીના ટોપ મૅનેજમેન્ટમાં તમામ મુસ્લિમ છે.
Fact – વાઇરલ સ્ક્રિનશૉટમાં ઉલ્લેખ કરાયેલ નામ પાકિસ્તાનની કંપની એઆર ફૂડ્ઝ પ્રાઇવેટ લિમિટેડના ટોપ મૅનેજમેન્ટના છે.

સોશિયલ મીડિયામાં તિરુપતિ લાડુ વિવાદને સાંકળીને સ્ક્રિનશૉટ સોશિયલ વાઈરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવે છે કે, ઘીનું ઉત્પાદન કરતી કંપનીના ટોચના મૅનેજમેન્ટ જેમના નમૂનાઓમાં પશુ ચરબીના બીફ ટેલો અને લાર્ડની પુષ્ટિ કરવામાં આવી છે તે તમામ મુસ્લિમ છે.

જોકે, અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે, વાઇરલ સ્ક્રિનશૉટ તમિલનાડુની એઆર ડેરી ફૂડ્સ કંપનીના ટોચના મૅનેજમેન્ટનો નથી, જેના ઘીના નમૂનાઓ કથિત રીતે પ્રાણીની ચરબી માટે પૉઝિટિવ આવ્યા છે. પરંતુ એ યાદી પાકિસ્તાની કંપની એઆર ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડના ટોચના મૅનેજમેન્ટનો છે.

આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરના લાડુમાં પ્રાણીઓની ચરબી ભેળવવામાં આવતી હોવાનો મામલો જોર પકડી રહ્યો છે. આ સમગ્ર વિવાદ તિરુપતિ મંદિરમાં ઘી સપ્લાય કરતી કંપનીમાં થયેલા ફેરફાર સાથે જોડાયેલો છે. હકીકતમાં, છેલ્લા પચાસ વર્ષથી કર્ણાટક કોઓપરેટિવ મિલ્ક ફેડરેશન તિરુપતિ મંદિર ટ્રસ્ટને સસ્તા દરે ઘી પૂરું પાડતું હતું. તિરુપતિ મંદિરમાં દર છ મહિને લગભગ 1400 ટન ઘીનો ઉપયોગ થાય છે. પરંતુ મંદિર ટ્રસ્ટે કર્ણાટક કૉઓપરેટિવ મિલ્ક ફેડરેશનને જુલાઈ 2023માં સસ્તા દરે ઘી સપ્લાય કરવા જણાવ્યું હતું.

કંપનીએ ઓછા દરે ઘી સપ્લાય કરવાનો ઇનકાર કર્યો હતો. આ પછ, અગાઉની વાયએસઆર જગન રેડ્ડી સરકારના કાર્યકાળ દરમિયાન તિરુપતિ મંદિર ટ્રસ્ટે 5 કંપનીઓને ઘી સપ્લાય કરવાનું કામ આપ્યું હતું. આમાંથી એક તમિલનાડુના ડિંડીગુલમાં સ્થિત એઆર ડેરી ફૂડ્સ હતી. પછી જૂન 2024માં આંધ્ર પ્રદેશમાં સરકાર બદલાઈ અને ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની TDP સત્તામાં આવી, TDP સરકારે IAS અધિકારી જે શ્યામલા રાવને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ, તિરુપતિ મંદિર ટ્રસ્ટના નવા કાર્યકારી અધિકારી બનાવ્યા. ચાર્જ સંભાળ્યા પછી તેમણે લાડુની ગુણવત્તાની ચકાસણી કરવાનો આદેશ આપ્યો અને ઘીના નમૂનાઓ પરીક્ષણ માટે ગુજરાતમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડને મોકલવામાં આવ્યા. જુલાઈમાં તેનો રિપોર્ટ આવ્યો હતો અને તેમાં પ્રાણીઓની ચરબીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જે બાદ ટ્રસ્ટે ડીંડીગુલ સ્થિત એઆર ડેરી ફૂડ્સ દ્વારા મોકલવામાં આવેલ ઘીનો સ્ટોક પરત કર્યો અને તેને બ્લેકલિસ્ટ કરી દીધી હતી.  

જે સ્ક્રિનશૉટ સાથે વાયરલ દાવો શેર કરવામાં આવી રહ્યો છે. તેમાં સૌથી ઉપર લખેલું છે, તિરુપતિ બાલાજીને દેશી ઘી સપ્લાય કરતી તમિલનાડુ કંપનીના ટોચના મૅનેજમેન્ટના નામ નીચે મુજબ છે. આ પછી, નીચે જણાવેલ નામોમાં એસએમ નસીમ જાવેદ, મોહમ્મદ નસીમ, મોહમ્મદ નોમાન, રાહીલ રહેમાન લિયોનીદાસ શેખનો સમાવેશ થાય છે.

સોશિયલ મીડિયા પર આ દાવો શેર કરતી વખતે કૅપ્શન લખવામાં આવ્યું છે, “આ તેમના નામ છે. જેઓ તિરુપતિ બાલાજીને ઘી મોકલતા હતા. ભલે ગમે તેટલી મોટી પોસ્ટ હોય. તેઓએ હિંદુઓના ધર્મને ગમે તે રીતે ભ્રષ્ટ કરીને નબળો પાડવાનો છે. એટલે કે તેઓ માને છે કે જો આપણો ધર્મ ભ્રષ્ટ ન થાય તો આપણે શક્તિશાળી છીએ. પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ

तिरुपति लड्डू विवाद

Courtesy: X/TriShool_Achuk

Fact Check/Verification

વાઈરલ દાવાની તપાસ કરવા ન્યૂઝચેકરે સૌપ્રથમ તિરુપતિ લાડુ વિવાદ સાથે સંબંધિત સમાચાર અહેવાલોને સ્કેન કર્યા. આ સમય દરમિયાન અમને 21 સપ્ટેમ્બર 2024ના રોજ હિન્દુસ્તાન ટાઈમ્સની વેબસાઈટ પર પ્રકાશિત એક અહેવાલ મળ્યો. આ રિપોર્ટમાં તમિલનાડુની એઆર ડેરી ફૂડ્સ કંપની વિશે માહિતી આપવામાં આવી હતી, જે જુલાઈ 2023 પછી તિરુપતિ મંદિરમાં ઘી સપ્લાય કરતી કંપનીઓમાં સામેલ હતી. 

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, તમિલનાડુના ડિંડીગુલ સ્થિત કંપની એઆર ડેરી ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડની શરૂઆત 1995માં થઈ હતી અને આ કંપનીના ત્રણ ડિરેક્ટર છે, જેમના નામ રાજશેકરન આર, સુર્યા પ્રભા આર અને શ્રીનિવાસ એસઆર છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપવામાં આવેલી માહિતીમાં કંપનીએ કહ્યું હતું કે, તેની કંપનીએ જૂન અને જુલાઈ મહિનામાં જ તિરુપતિ મંદિરમાં ઘી મોકલ્યું હતું અને આ સમયગાળા દરમિયાન તેનો લેબ રિપોર્ટ પણ મોકલવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, અમને 21 સપ્ટેમ્બર 2024ના રોજ આજતકની વેબસાઇટ પર પ્રકાશિત એક અહેવાલ પણ મળ્યો. જેમાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના એક્ઝિક્યુટિવ ઓફિસર જે શ્યામલા રાવ દ્વારા પીટીઆઈને આપેલા નિવેદનને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, તિરુપતિ મંદિર બોર્ડના પાંચ ઘી સપ્લાયર્સ છે. આ સપ્લાયર્સ પ્રીમિયર એગ્રી ફૂડ્સ, કૃપારામ ડેરી, વૈષ્ણવી, શ્રી પરાગ મિલ્ક અને એઆર ડેરી છે.  તેમની કિંમત રૂ. 320 થી રૂ. 411 પ્રતિ કિલો છે. જેમાંથી એ.આર.ડેરી દ્વારા મોકલવામાં આવેલ ચાર ઘીના ટૅન્કર પ્રથમ દૃષ્ટિએ હલકી ગુણવત્તાના હોવાનું જણાયું હતું. પરંતુ એઆર ડેરી ફૂડ પ્રાઈવેટ લિમિટેડે સ્પષ્ટતા કરી હતી કે, તેણે રજિસ્ટર્ડ લેબમાંથી ટેસ્ટ કરાવ્યા બાદ જ ઘી સપ્લાય કર્યું હતું.

Courtesy: Hindustan Times

હવે અમે આ તમિલનાડુ સ્થિત કંપનીની વેબસાઈટ સર્ચ કરી. આ દરમિયાન, રાજ મિલ્ક નામની વેબસાઇટ મળી આવી, જે એઆર ડેરી ફૂડ પ્રાઇવેટ લિમિટેડનો એક ભાગ છે . વેબસાઈટ પર જણાવવામાં આવ્યું છે કે, આ કંપનીની શરૂઆત 1995માં થઈ હતી.

Courtesy: AAJ TAK

આ ઉપરાંત, વેબસાઈટ પર એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કંપનીમાં રાજશેકરન આર, સુર્યા પ્રભા આર અને શ્રીનિવાસન એસઆર નામના ત્રણ ડિરેક્ટર છે. કંપનીની ટૅકનિકલ ટીમના સભ્યોના નામ છે શરદ ચંદ્ર બાસા, મણિકકાવસગમ આર, લક્ષ્મીનરસિંહ અય્યર અને રાજદર્શિની આર. ઉપરાંત, કંપનીના સરનામા તરીકે તમિલનાડુના ડિંડીગુલ જિલ્લાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Courtesy: RAAJ MILK

આ પછી અમે અમારી તપાસનો વિસ્તાર કર્યો અને તે કંપની વિશે પણ શોધ કરી જેનું નામ વાઇરલ સ્ક્રિનશૉટમાં દેખાઈ રહ્યું છે. કીવર્ડ સર્ચ પર અમને rocketreach.co ની વેબસાઇટ પર AR Foods Private Limited વિશે માહિતી મળી . અમને એ પણ જાણવા મળ્યું કે, વાયરલ સ્ક્રિનશૉટ આ વેબસાઇટ પરથી લેવામાં આવ્યો છે. આ વેબસાઈટ પર એઆર ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડના સરનામાનો ઉલ્લેખ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ તરીકે કરવામાં આવ્યો છે.

Courtesy: ROCKET REACH

એઆર ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડની વેબસાઈટ ચેક કર્યા પછી જાણવા મળ્યું કે આ કંપની “Phool (ફૂલ)” નામથી ચોખા અને મસાલા જેવા વિવિધ ઉત્પાદનો વેચે છે. આ કંપની ભારતની નથી પરંતુ પાકિસ્તાનની છે.

ન્યૂઝચેકરે તમિલનાડુ સ્થિત એઆર ડેરી ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે તેમનો જવાબ આવશે ત્યારે લેખ અપડેટ કરવામાં આવશે.

Read Also : Fact Check – વંદે ભારત ટ્રેનનો કાચ રિપેરિંગનો વીડિયો તોડફોડના દાવા સાથે વાઇરલ

Conclusion

અમારી તપાસમાં મળેલા પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે, પોસ્ટમાં હાજર લોકોના નામની યાદી તમિલનાડુની કંપનીના અધિકારીઓની નથી જેણે અગાઉ તિરુપતિ મંદિરમાં ઘી સપ્લાય કર્યું હતું. નકલી દાવો શેર કરવામાં આવી રહ્યો છે.  

Result – False

Sources
Report Published by Hindustan Times on 21th Sep 2024
Report Published by AAJ TAK on 21th Sep 2024
Info available on RAAJ Milk Website
Info available on AR FOODS PVT Limited

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Most Popular