WeeklyWrap આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેક ન્યુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં PM મોદી પર RTI દ્વારા મળેલ જાણકારી મુજબ જમવાનો ખર્ચ 100 કરોડ તેમજ ચૂંટણી સમયના ભાષણને ભ્રામક રીતે રજૂ કરી ફેલાવામાં આવેલ અફવા તો નદીના પાણીમાં વીજળી પડી હોવાના દર્શ્યો અને સુરેન્દ્રનગરના રણમાં વિચિત્ર પ્રાણી મળી આવ્યું હોવાના ભ્રામક દાવાઓ પર કરવામાં આવેલ TOP 5 ફેકટચેક

શું ખરેખર PM મોદી પોતાને સૈથી મોટો લૂંટારો કહી રહ્યા છે?, જાણો શું છે વાયરલ વીડિયોનું સત્ય
પ્રધાનમંત્રી મોદી પર અવાર-નવાર ભ્રામક ખબરો અને એડિટેડ વિડિઓ વાયરલ થયેલા છે. આ ભ્રામક ખબરો અંગે ઘણા ફેકટચેક રજૂ કરવામાં આવેલ છે. ત્યારે સોશિયલ મીડિયા પર PM મોદી ના એક ભાષણ નો વિડિઓ વાયરલ થયો છે. આ વિડિઓમાં PM કહી રહ્યા છે કે “જ્યારે હું નાની ચોરી કરતો હતો ત્યારે જો મારી માએ મને રોક્યો હોત તો હું આટલો મોટો લૂંટારો ના બનતો”

નદીમાં વીજળી પડવાના વાયરલ વિડિઓ નું સત્ય, જાણો બ્લાસ્ટ થયો કે વીજળી પડી?
ચોમાસા ની શરૂઆત લગભગ તમામ રાજ્યોમાં થઈ ચૂકી છે. હાલમાં ગુજરાતમાં તૌકતે વાવાઝોડું ત્યારબાદ સાઉથ માં ‘યાસ‘ વાવાઝોડું બાદ ઘણી તારાજી સર્જાઈ છે. આ દરમિયાન ઘણા ભ્રામક વિડિઓ પણ વાયરલ થયા હતા. ત્યારે હાલ એક વિડિઓ ફેસબુક પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં નદીમાં વીજળી પડી હોવાના દર્શ્યો જોવા મળે છે.

AAP નેતાએ કર્યો ભ્રામક દાવો અને કહ્યું નરેન્દ્ર મોદીનો જમવાનો ખર્ચ ફક્ત 100 કરોડ રૂપિયા થયો, જાણો શું છે સત્ય
PM મોદી પર અવાર-નવાર ભ્રામક અફવાઓ સોશિયલ મીડિયા પર જોવા મળે છે. તેમના વિદેશ પ્રવાસ અંગે તેમના મેકઅપના ખર્ચ અંગે તો ક્યારેક તેમના જમવાના ખર્ચ વિશે. ત્યારે ફેસબુક પર આમ આદમી પાર્ટીના નેતા સંજય ગઢીયા દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવેલ છે, પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે કે “એક RTI દ્વારા મળેલી માહિતી મુજબ પોતાની જાતને ફકીર કહેવડાવતા નરેન્દ્ર મોદી નો 7 વર્ષ નો જમવાનો ખર્ચ ફક્ત 100 કરોડ રૂપિયા થયો છે“

સુરેન્દ્રનગર રણ વિસ્તારમાં વિશાળકાય દાનવ કે એલિયન પકડાયો હોવાના દવા સાથે ફિલ્મી વિડિઓ વાયરલ, જાણો શું છે સપાટડીના રણ વિસ્તારમાં મહાકાય પગલાં સત્ય
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના રણમાં વિશાળકાય પગલાંઓ જોવા મળતાં લોકોમાં ડર અને અનેક પ્રશ્નો ઉદભવ્યા છે. “કોણ છે આ દાનવ કે એલિયન” હેડલાઈન સાથે ન્યુઝ સંસ્થાનો દ્વારા આ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. પાટડીના રણ વિસ્તારમાં મહાકાય પગલાં જોવા મળતા લોકોમાં ખળભળાટ મચેલો છે.

શું સાપુતારા રોડ પર યુવક-યુવતીને ચાકુ બતાવી પૈસાની લૂંટ કરવામાં આવી છે?, જાણો શું છે વાયરલ વિડિઓનું સત્ય
કોરોના વાયરસ સંક્રમણ ઓછું થતા પ્રવાસન સ્થળો પર લોકોની અવર-જવર શરૂ થઈ ગઇ છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થયેલ છે, જેમાં ત્રણ યુવકો દ્વારા કાર ચાલક પર લૂંટ ચલાવવા આવી છે. ફેસબુક અને વોટસએપ ગ્રુપ પર આ વિડિઓ ગુજરાત સાપુતારા ખાતે બનેલ ઘટના હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044