CM યોગી આદિત્યનાથના કાફલા પર હુમલો બીજી તરફ લગ્નના વરઘોડામાં બગ્ગીમાં આગ અને મુસ્લિમ જીમ ટ્રેનર હિંદુ યુવતીઓ ફસાવી જીમ જેહાદ કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ તમામ ભ્રામક ખબરો પર TOP ફેક્ટ ચેક

CM યોગી આદિત્યનાથના કાફલા પર હુમલો થયો હોવાના દાવા સાથે 2017માં બનેલ ઘટનાનો વિડિઓ વાયરલ
ઉત્તરપ્રદેશમાં નજીકના સમયમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. ઉપરાંત હાલમાં PM મોદી વારાણસી ખાતે નવ નિર્માણ થયેલા કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ કર્યું હતું. આ તમામ પ્રસંગો અંગે સોશ્યલ મીડિયા પર અનેક પોસ્ટ જોવા મળે છે, જે ક્રમમાં CM યોગી આદિત્યનાથના કાફલા પર હુમલો થયો હોવાના દાવા સાથે એક વિડિઓ શેર કરવામાં આવ્યો છે.

લગ્નના વરઘોડામાં બગ્ગીમાં આગ લાગવાની ઘટના સુરત શહેરની હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
કોરોના વાયરસની લહેર બાદ લગ્ન પ્રસંગે લોકોની મર્યાદા હટાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં માર્યાદિત લોકો સાથે લગ્ન પ્રસંગની છૂટ આપવામાં આવી હતી. અત્યારે લગ્નની સીઝન ચાલી રહી છે, જે ક્રમમાં સોશ્યલ મીડિયા પર અનેક લોકો દ્વારા પોસ્ટ શેર કરવામાં આવતી હોય છે. હાલમાં લગ્નમાં વરઘોડા સમયે બગ્ગીમાં આગ લાગવાનો વીડીઓ વાયરલ થયો છે.

મુસ્લિમ જીમ ટ્રેનર હિંદુ યુવતીઓ ફસાવી જીમ જેહાદ કરી રહ્યા હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ
લવ જેહાદ અને હિન્દૂ-મુસ્લિમ પર અનેક કિસ્સાઓ અવાર-નવાર જોવા મળતા હોય છે, આ ક્રમમાં સોશિયલ મીડિયા યુઝર્સે એક વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે વીડિયોમાં દેખાતો મુસ્લિમ જીમ ટ્રેનર હિંદુ મહિલાઓને લલચાવવાના એજન્ડા સાથે જીમ ચલાવી રહ્યો છે. 44 સેકન્ડના વાયરલ વીડિયોમાં એક મહિલા પુરૂષ ટ્રેનર સાથે જીમમાં વર્કઆઉટ કરતી જોવા મળે છે.

સીરિયામાં થયેલ ચોપર ક્રેશના વિડિઓને જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશનો હોવાના દાવા સાથે વાયરલ
જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશની ઘટના બાદ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીઓમાં કેટલાક યુઝર્સ દ્વારા હવામાં હેલિકોપ્ટરમાં આગ લાગવાનો એક વિડિઓ શેર કરવામાં આવી રહ્યો છે. ફેસબુક અને યુટ્યુબ પર “CDS બિપીન રાવત ના હેલિકોપ્ટર ક્રેશ થયાનો લાઈવ વીડિયો” ટાઇટલ સાથે આ વિડિઓ શેર કરવામાં આવેલ છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044