WeeklyWrap આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેક ન્યુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં રાષ્ટ્રગાન સમયે ભાજપનો ઝંડો ફરકાવવામાં આવ્યો અને અમદાવાદ વૈષ્ણોદેવી સર્કલ પર ભવ્ય ફ્લાયઓવર બીજી તરફ શ્રીનગરમાં ભારતીય આર્મી દ્વારા ફિલ્મી રીતે આતંકવાદી પકડ્યો હોવાના ભ્રામક દાવા અને ગુજરાત ST દ્વારા 4000 કિમી મફત મુસાફરીની જાહેરાત પર TOP 5 ફેકટચેક

રાષ્ટ્રગાન સમયે ભાજપનો ઝંડો ફરકાવવામાં આવ્યો હોવાનો 2018નો વિડિઓ ભ્રામક દાવા સાથે વાયરલ
રાષ્ટ્રગાન સાથે ભાજપ પાર્ટીનો ઝંડો ફરકાવવામાં આવ્યો હોવાનો વાયરલ વિડિઓ 2018ની ઘટના છે. CM શિવરાજ સિંહની ઉપસ્થિતિમાં પંચાયત ચાલો અભિયાન દરમિયાન રાષ્ટ્રગાન સાથે ભાજપનો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. નોંધપાત્ર વાત છે કે આ ઘટના 26મી જાન્યુઆરી કે 15મી ઓગષ્ટના દિવસે બનેલ નથી.

અમદાવાદ વૈષ્ણોદેવી સર્કલ પર ભવ્ય ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ
ગાંધીનગર નજીક આવેલ વૈષ્ણોદેવી સર્કલ પર ઠરી લેયર ભવ્ય ફ્લાયઓવર બનાવવામાં આવ્યો હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ તસ્વીર તદ્દન ભ્રામક છે. વાયરલ તસ્વીર યુક્રેન શિલોવસ્કાયા ખાતે બનેલ બ્રિજના નિર્માણ પહેલા બનાવવામાં આવેલ એક કોમ્પ્યુટરાઇઝ ડિઝાઇન છે, જયારે હાલમાં આવો કોઈપણ બ્રિજ અસ્તિત્વમાં નથી. ટ્રાન્સપોર્ટ એન્જીન્યર Victor Petruk દ્વારા બનાવવામાં આવેલ ડિઝાઇનની તસ્વીર ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

યુપી બાદ સુરતમાં પણ મહિલા દ્વારા રસ્તા પર મારા-મારી કરવામાં આવી હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ
યુપીમાં ટ્રાફિક સિગ્નલ પર યુવતી દ્વારા મારામારીની ઘટના બાદ ગુજરાત સુરતમાં પણ સમાન રીતે મહિલા દ્વારા પોલીસકર્મીને માર મારવામાં આવ્યો હોવાનો વાયરલ વિડિઓ તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓ દિલ્હી પિરાગઢી મેટ્રો સ્ટેશન નજીક કોરોના નિયમના ઉલ્લંઘન બાબતે મહિલા અને પોલીસકર્મી સાથે વચ્ચે થયેલ મારામારી છે.

શ્રીનગરમાં ભારતીય આર્મી દ્વારા ફિલ્મી રીતે આતંકવાદી પકડ્યો હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
શ્રીનગરમાં ઇન્ડિયન આર્મી દ્વારા એક આતંકવાદીને ફિલ્મી રીતે પકડવામાં આવ્યો હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ બ્રાઝીલના પેરોલા ખાતે પોલીસ દ્વારા 17 વર્ષના બાઈક સવાર યુવકને પકડવામાં આવેલ ઘટના છે. સોશ્યલ મીડિયા પર 14 ઓગષ્ટના આ વિડિઓ શ્રીનગરની ઘટના હોવાના ખોટા દાવા સાથે શેર કરવામાં આવ્યો હતો.

શું ખરેખર ગુજરાત ST દ્વારા 4000 કિમી મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવેલ છે?
ગુજરાત ST બસમાં સ્માર્ટકાર્ડ યોજના હેઠળ સિનિયર સીટીઝનને 4000 કિંમી મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવી હોવાની ભ્રામક અફવા ફેલાયેલ છે. ગુજરાત પરિવહન વિભાગ (GSRTC) દ્વારા પ્રેસનોટ મારફતે સોશ્યલ મીડિયા પર ફેલાયેલ સ્માર્ટકાર્ડ યોજના અંગેની માહિતી તદ્દન ભ્રામક અફવા હોવાની સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044