એક તરફ ઉત્તરપ્રદેશમાં ભાજપ નેતા દિવ્યાંગને માર મારી રહ્યા છે, બીજી તરફ અમેઠી સાંસદ સ્મૃતિ ઈરાનીના કાફલાને વિરોધ પક્ષે રોકી સુત્રોચાર કર્યા અને સરકારી નોકરી ભરતી પ્રક્રિયામાં અનિયમિતતા મુદ્દે વિદ્યાર્થીઓ આંદોલન મુદ્દે વાયરલ થયેલ ભ્રામક અફવાઓ પર પ્રકાશિત કરવામાં આવેલ TOP ફેક્ટ ચેક

UPમાં અખિલેશ યાદવને મત આપવા પર ભાજપ નેતા દિવ્યાંગને માર મારી રહ્યા હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ
ઉત્તરપ્રદેશમાં ભાજપ નેતા ગુસ્સે ભરાઈને લાઠી વડે દિવ્યાંગને માર મારી રહ્યા હોવાના દાવા સાથે 2018માં બનેલ ઘટનાનો વિડિઓ શેર કરવામાં આવેલ છે. સંભલ જિલ્લાના ભાજપ નેતા મોહમ્મદ મિયાના વાયરલ વિડિઓને હાલમાં ઉત્તરપ્રદેશ ચૂંટણી સંદર્ભે સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલ છે. ઉપરાંત , સંભલ જિલ્લા પોલીસ દ્વારા ટ્વીટર મારફતે વિડિઓ વર્ષ 2018નો હોવાની સ્પષ્ટતા કરતી ટ્વીટ કરવામાં આવેલ છે.

અમેઠી સાંસદ સ્મૃતિ ઈરાનીના કાફલાને રોકી કેટલાક લોકો દ્વારા સુત્રોચાર કરી રહ્યા હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ
યુપીના અમેઠી સાંસદ સ્મૃતિના કાફલાને રોકી કેટલાક લોકો દ્વારા સુત્રોચાર કરવામાં આવ્યા હોવાના દાવા સાથે વાયરલ થયે વિડિઓ 2020માં હાથરસ કાંડ સમયે લેવામાં આવેલ છે. 2020માં વારાણસી ખાતે હાથરસ કાંડના પરિવારને મળવા જતી વખતે વિપક્ષો દ્વારા તેમના કાફલાને રોકી સુત્રોચાર કરવામાં આવ્યા હતા.

સરકારી નોકરી ભરતી પ્રક્રિયામાં અનિયમિતતા મુદ્દે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ
હજારો વિદ્યાર્થીઓ સરકારી નોકરી ભરતી પ્રક્રિયામાં અનિયમિતતા મુદ્દે આંદોલન કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ 2019માં ઉત્તરપ્રદેશમાં બનેલ ઘટના છે. CAA/NRC એક્ટનો વિરોધ સમયે ઉત્તરપ્રદેશના લખનૌમાં થયેલ અથડામણના વિડિઓને હાલમાં બિહાર ભરતી પ્રક્રિયાનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થી હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. ઉપરાંત, આગાઉ આ વિડિઓ અમદાવાદના શાહઆલમ વિસ્તારનો હોવાના ભ્રામક દાવા સાથે પણ સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલ છે.

મંદિર-મસ્જિદની દિવાલના વિવાદ પર પીરાણા ગામના લોકો હિઝરત કરી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
અમદાવાદ નજીક આવેલ પીરાણા ગામના લોકો હિઝરત કરી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ થયેલ છે. મંદિર-મસ્જિદ વચ્ચે બની રહેલ દિવાલ મામલે થયેલ વિવાદ પર મુસ્લિમ સમુદાયના લોકો એકઠા થઈ કલેકટર કચેરી આવેદન આપવા નીકળ્યા હતા, આ સમયે કેટલાક લોકો દ્વારા હિઝરત કરવાની અફવા ફેલાવવામાં આવેલ છે. આ અંગે પીરાણા દરગાહ તેમજ પીરાણા પોલીસ તંત્ર દ્વારા પણ સ્પષ્ટતા આપવામાં આવેલ છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044